Hardik Pandya Return In Indian Test Team: ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના ફેન્સ માટે એક ખુબ સારા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ છે કે, ટી20 આંતરરાષ્ટ્રીયમાં કેપ્ટન બન્યા બાદ હાર્દિક પંડ્યા હવે ફરીથી ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરી શકે છે.
ખાસ વાત છે કે, છેલ્લા કેટલાય સમયથી બેક ઇન્જરી થવાના કારણે તે ટેસ્ટ ક્રિકેટથી દુર રહ્યો છે, હવે તેની વાપસીને લઇને અપડેટ મળી શકે છે. આ માટે ખુદ બીસીસીઆઇ વાત કરી શકે છે. હાર્દિક પંડ્યા પંડ્યા હવે પુરેપુરી રીતે ફિટ છે અને વ્હાઇટ બૉલ ક્રિકેટમાં તેને પ્રદર્શન પણ લાજવાબનું છે. શિવસુંદર દાસની આગેવાની વાળી સિલેક્શન કમિટી અને બીસીસીઆઇ હાર્દિક પંડ્યા સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલ પહેલા આના વિશે વાત કરશે.
ભારતીય ટીમ આજકાલ ઋષભ પંત અને જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં ટેસ્ટ ક્રિકેટ રમી રહી છે. આવામાં હાર્દિક પંડ્યાની વાપસી ટીમ ઇન્ડિયા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. હાલમાં શાર્દૂલ ઠાકુરે હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં ટેસ્ટ ટીમમાં એક સીમર ઓલરાઉન્ડર તરીકેનો રૉલ અદા કર્યો છે.
દબાણ નહીં કરે બીસીસીઆઇ -
બીસીસીઆઇના એક સીનિયર અધિકારીએ ઇન્સાઇડસ્પોર્ટ્સ સાથે વાત કરતા કહ્યું કે, તેને ટેસ્ટ ક્રિકેટમાં પાછો લાવવાની કોઇ ઉતાવળ નથી. પરંતુ હા, કેટલીક સ્પષ્ટતા રાખવી પડશે, આના વિશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલ પેહલા વાત કરશે, બુમરાહની ગેરહાજરીમાં તે ઇંગ્લેન્ડમાં ટીમ માટે મુખ્ય ભૂમિકા ભજવી શકે છે, પરંતુ ટેસ્ટમાં તરત જ વાપસી કરવા માટે તેના પર કોઇપણ પ્રકારનું દબાણ નથી.
બીસીસીઆઇ અધિકારીએ આગળ વાત કરતા કહ્યું કે, - હાલમાં, તે ટેસ્ટ ટીમમાં સિલેક્શન માટે અવેલેબલ છે. તમારે ચોક્કસપણે ઇજા માટે તેના ઇતિહાસને ધ્યાનમાં રાખવો પડશે. તેને ત્રણેય ફૉર્મેટમાં રમાડવાની ઉતાવળ કરવી નુકશાનકારક પણ બની શકે છે. પણ જો એનસીએ, મેડિકલ ટીમ અને ખુદ હાર્દિક પંડ્યાને લાગે છે કે તે ટેસ્ટમાં વાપસી માટે તૈયાર છે, તો તે ચોક્કસપણે મેદાનમાં હશે.
ઉલ્લેખનીય છે કે, ટીમ ઇન્ડિયા માટે હાર્દિક પંડ્યાએ પોતાની છેલ્લી ટેસ્ટ મેચ વર્ષ 2018માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમી હતી, તે અત્યાર સુધી ટીમ ઇન્ડિયા માટે કુલ 11 ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે. જેમાં બેટિંગ કરતા તેને 31.29 ની એવરેજથી 532 રન બનાવ્યા છે. આમાં તેને એક સદી પણ ફટકારી છે, અને ચાર ફિફ્ટી પણ આમાં સામેલ છે. આ ઉપરાંત બૉલિંગમાં તેને 31.06 ની એવરેજથી 17 વિકેટો ઝડપી છે.