ઇંગ્લેન્ડમાં હાલ કોરોના વાયરસના કારણે જીમ બંધ કરી દેવામાં આવ્યા છે, અને ક્રિકેટમાંથી બ્રેક મળ્યો હોવાથી ઇગ્લિંશ ક્રિકેટર જેમ્સ એન્ડરસન પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં જેમ્સ એન્ડરસન અનોખી રીતે એક્સરસાઇઝ કરી રહ્યો છે.
વાયરલ વીડિયોમાં જેમ્સ એન્ડરસન પોતાની દીકરીને ઉઠાવીને વેટલિફ્ટિંગ કરતો દેખાઇ રહ્યો છે. તેની દીકરી પણ પોતાના પિતાને એક્સરસાઇઝ કરવામાં પુરતો સહકાર આપી રહી છે. આ વીડિયો જેમ્સ એન્ડરસને ખુદ શેર કર્યો છે, તેને કેપ્શનમાં લખ્યુ છે- 'ઘરે ટ્રેનિંગ લેવામાં આ છોકરી મારી મદદ કરવાથી ખુબ ખુશ છે'
નોંધનીય છે કે કોરોનાનો ખતરો વધતા ઇંગ્લેન્ડની શ્રીલંકા સામેની ટેસ્ટ સીરીઝને રદ્દ કરી દેવાઇ છે, અને ઇંગ્લિશ ટીમ સ્વદેશ પરત ફરીને પોતાના ફેમિલી સાથે સમય વિતાવી રહી છે.