બાંગ્લાદેશમાં કોરોના સામેની લડાઇમાં મદદ કરવા માટે મુશ્ફિકૂર રહીમે જે બેટ હરાજી માટે આપ્યુ હતુ, તે બેટને હવે પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીએ ખરીદી લીધુ છે. આ રકમનો ઉપયોગ હવે કોરોનામાં મદદ માટે કરવામાં આવશે.
આફ્રિદીએ પોતાના ફાઉન્ડેશન તરફથી આ બેટને 20 હજાર ડૉલરમાં ખરીદી લીધુ છે. ઇએસપીએન ક્રિકઇન્ફોએ મુશ્ફિકૂર રહીમના હવાલાથી લખ્યું- શાહિદ આફ્રિદીએ પોતાના ફાઉન્ડેશન તરફથી મારુ બેટ ખરીદ્યું છે, હું સન્માનિત અનુભવી રહ્યો છે કે તેમના જેવો માણસ અમારા આ અભિયાનમાં સામેલ થયો છે.
ગયા મહિને જ બાંગ્લાદેશી ક્રિકેટરે જાહેર કર્યુ હતું કે હું હરાજીમા મારુ બેટ આપીશ, આ બેટ ખાસ છે કે કેમકે તને 2013માં શ્રીલંકા વિરુદ્ધ ડબલ સદી ફટકારી હતી.
આફ્રિદીએ મુશ્ફિકૂર રહીમની પ્રસંશા કરતાં કહ્યું- તમે બહુજ મહાન કામ કરો છો, માત્ર અસલી હીરો જ આવુ કામ કરે છે, આપણે બધા એક મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યાં છીએ, અને બધાને એકબીજાની મદદ કરવી જોઇએ.