IND vs PAK: આઇસીસી ટી20 વર્લ્ડકપ 2024 શરૂ થઇ ચૂક્યો છે, આ વખતે આ વર્લ્ડકપ અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝની પીચો પર રમાઇ રહ્યો છે. સામાન્ય મેચ હોય કે વર્લ્ડકપની મેચ હોય, જ્યારે પણ ભારત અને પાકિસ્તાન ક્રિકેટ મેચમાં આમને-સામને આવે છે, ત્યારે બન્ને વચ્ચે જોરદાર ટક્કર જોવા મળે છે. ફેન્સથી લઇને ક્રિકેટરોમાં અલગ જ જુસ્સો જોવા મળે છે. હવે ફરી એકવાર બે કટ્ટર હરિફો ભારત અને પાકિસ્તાન આગામી 9મી જૂને ન્યૂયોર્કના નાસાઉ સ્ટેડિયમ ટકરાશે. આ મેચ પહેલા ચાલો જાણીએ કે તમે ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ કેટલામાં ખરીદી શકો છો અને ટિકિટ ખરીદવાની પ્રક્રિયા શું છે.
ભારત અને પાકિસ્તાન મેચની ટિકીટ
5 જૂને યોજાનારી ભારત અને આયર્લેન્ડ મેચની ટિકિટની કિંમત 150 ડૉલર એટલે કે ભારતીય ચલણમાં લગભગ 12,500 રૂપિયા હશે. VIP ટિકિટની કિંમત એક હજાર ડોલર એટલે કે લગભગ 83,000 રૂપિયા હોવાનું કહેવાય છે. પરંતુ ભારત અને પાકિસ્તાનની મેચ અલગ બાબત છે અને સમગ્ર વિશ્વના લોકો આ ટક્કર પર નજર રાખશે. આ મેચની સૌથી સસ્તી ટિકિટ 66 હજાર રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. ICCએ ડાયમંડ ટિકિટ ક્લબ કેટેગરી પણ બહાર પાડી છે, જેમાં સૌથી મોંઘી ટિકિટ 10 હજાર ડોલરની હોવાનું કહેવાય છે. ભારતીય ચલણમાં 10 હજાર ડોલરની કિંમત 83 લાખ રૂપિયાથી વધુ છે.
કઇ રીતે ખરીદી શકશો ભારત-પાકિસ્તાન મેચની ટિકીટ
ભારત અને પાકિસ્તાનની મેચની ટિકિટ ખરીદવા માટે તમારે T20 વર્લ્ડકપની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે. વેબસાઈટ વિન્ડો ખોલીને ટિકિટ બુકિંગ ઓપ્શન પર ક્લિક કર્યા બાદ તમારે લોકેશન સિલેક્ટ કરવાનું રહેશે. નાસાઉ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ યોજાવાની હોવાથી તમારે આ સ્ટેડિયમના નામ પર ક્લિક કરવું પડશે. સ્થળ પસંદ કર્યા પછી, ભારત-પાકિસ્તાન મેચ પસંદ કરો. ટિકિટનો નંબર સેટ કર્યા પછી તમારે પેમેન્ટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. આ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી, તમને ઈ-મેલ દ્વારા ટિકિટ પ્રાપ્ત થશે.