ICC Ranking: આઈસીસી રેન્કિંગમાં ભારતીયોનો જલવો, ગિલ-જયસ્વાલને બંપર ફાયદો; જો રૂટ ટેસ્ટમાં બન્યો નંબર વન
આઈસીસી દ્વારા જાહેર કરવામાં આવેલા લેટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓને જોરદાર ફાયદો થયો છે. ટી20ના ટોપ-10માં ત્રણ ભારતીય બેટ્સમેનો છે.

ICC Ranking: ભારતના વિસ્ફોટક બેટ્સમેન યશસ્વી જયસ્વાલે ICC દ્વારા જાહેર કરાયેલ રેન્કિંગમાં મોટો ફાયદો કર્યો છે. જયસ્વાલ ઉપરાંત શુભમન ગિલે પણ T20 બેટિંગ રેન્કિંગમાં 16 સ્થાનની મોટી છલાંગ લગાવી છે. બીજી તરફ જો ટેસ્ટ રેન્કિંગની વાત કરીએ તો વેસ્ટ ઈન્ડિઝ સામે 3 ટેસ્ટ મેચમાં 291 રન બનાવનાર જો રૂટ બેટિંગ રેન્કિંગમાં ટોપ પર આવી ગયો છે. તો ચાલો જાણીએ કે ICCના લેટેસ્ટ રેન્કિંગ અપડેટમાં કોને ફાયદો થયો છે.
ભારતના યુવા ખેલાડીઓની મોટી છલાંગ
ભારતે શ્રીલંકાને ત્રણ ટી-20 મેચની શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યું છે. આ સિરીઝમાં ભારતના યશસ્વી જયસ્વાલે 3 મેચમાં 177ના સ્ટ્રાઈક રેટથી કુલ 80 રન બનાવ્યા હતા. આ કારણે તેને T20 બેટિંગ રેન્કિંગમાં બે સ્થાનનો ફાયદો થયો છે. જયસ્વાલ હવે છઠ્ઠા સ્થાનેથી ચોથા સ્થાને પહોંચી ગયા છે. બીજી તરફ શુભમન ગિલે 16 સ્થાનનો જંગી છલાંગ લગાવીને પોતાની કારકિર્દીની સર્વોચ્ચ રેન્કિંગ હાંસલ કરી છે. ગિલ હવે T20 ક્રિકેટમાં 21મો નંબરનો બેટ્સમેન બની ગયો છે.
સારી વાત એ છે કે T20 બેટિંગ રેન્કિંગમાં ટોપ-10માં ત્રણ ભારતીય છે. હાલમાં ઓસ્ટ્રેલિયાનો ટ્રેવિસ હેડ ટોપ પર છે અને તેના પછી ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ બીજા સ્થાને છે. યશસ્વી જયસ્વાલે ચોથું સ્થાન મેળવ્યું છે અને ટોપ-10માં ત્રીજા અને છેલ્લા ભારતીય ઋતુરાજ ગાયકવાડ 8મા સ્થાને યથાવત છે.
ટેસ્ટમાં ટોચ પર જૉ રૂટ
ઈંગ્લેન્ડનો જો રૂટ ફરી એકવાર ટેસ્ટ ક્રિકેટમાં નંબર-1 બેટ્સમેન બની ગયો છે. તેણે વેસ્ટ ઈન્ડિઝ સામેની 3 ટેસ્ટ મેચમાં એક સદી અને 2 અડધી સદીની મદદથી કુલ 291 રન બનાવ્યા હતા. આ પ્રદર્શનના કારણે જો રૂટે કેન વિલિયમસનને પછાડીને ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ સિવાય પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને પણ એક સ્થાનનો ફાયદો થયો છે, જેના કારણે તે ત્રીજા સ્થાન પર પહોંચી ગયો છે.
ટેસ્ટ ક્રિકેટની ટોપ-10 બેટિંગ રેન્કિંગમાં ત્રણ ભારતીય છે, પરંતુ કમનસીબે ટોપ-5માં એક પણ ભારતીય નથી. કેપ્ટન રોહિત શર્મા એક સ્થાન આગળ છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. તેમના સિવાય યશસ્વી જયસ્વાલે આઠમું સ્થાન અને વિરાટ કોહલીએ 10મું સ્થાન જાળવી રાખ્યું છે.
𝙍𝙊𝙊𝙏-𝙀𝘿 𝘼𝙏 𝙏𝙃𝙀 𝙏𝙊𝙋 🤩
— ICC (@ICC) July 31, 2024
England's Joe Root takes the No.1 spot in the latest ICC Men's Test Rankings for batters 👏
➡️ https://t.co/zSxOQsF3uA pic.twitter.com/UWY79RAxzL



















