BCCI Central Contract 2025: ઇન્તજાર ખતમ, ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડનો બહુપ્રતિક્ષિત કેન્દ્રીય કરાર રિલીઝ થઇ ગયો છે. 21 એપ્રિલના રોજ, 2024-25 સિઝન માટે ભારતીય સિનિયર પુરુષ ટીમના વાર્ષિક કરારની જાહેરાત કરવામાં આવી હતી. હંમેશની જેમ, ખેલાડીઓને A+, A, B અને C કેટેગરીમાં વિભાજિત કરવામાં આવ્યા છે.

BCCI સેન્ટ્રલ કૉન્ટ્રાક્ટના મુખ્ય મુદ્દાઓ 

શ્રેયસ અય્યર અને ઈશાન કિશન કૉન્ટ્રાક્ટ લિસ્ટમાં પાછા ફર્યા છે જ્યારે ઋષભ પંત હવે ગ્રેડ A માં છે. રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાને ટોચની એટલે કે A+ કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે. વરુણ ચક્રવર્તી, અભિષેક શર્મા, નીતિશ રાણા, હર્ષિત રાણા, સરફરાઝ ખાન અને ધ્રુવ જુરેલ જેવા નવા ખેલાડીઓને પણ કરારમાં સામેલ કરવામાં આવ્યા છે.

BCCI ના નિયમો અનુસાર, જે ખેલાડીઓએ નિર્ધારિત સમયગાળામાં ઓછામાં ઓછી ત્રણ ટેસ્ટ અથવા આઠ ODI અથવા 10 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હશે તેમને આપમેળે ગ્રેડ C માં સમાવવામાં આવે છે.

BCCI સેન્ટ્રલ કૉન્ટ્રાક્ટ લિસ્ટ  

ગ્રેડ A+ - રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા.ગ્રેડ A - મોહમ્મદ સિરાજ, કેએલ રાહુલ, શુભમન ગીલ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી, ઋષભ પંત.ગ્રેડ B - સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, યશસ્વી જાયસ્વાલ અને શ્રેયસ અય્યર.ગ્રેડ C- રિંકુ સિંહ, તિલક વર્મા, ઋતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર, મુકેશ કુમાર, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ ક્રિષ્ણ, રજત પાટીદાર, ધ્રુવ જુરેલ, સરફરાઝ ખાન, નીતીશ કુમાર રેડ્ડી, ઈશાન કિશન, અભિષેક શર્મા, આકાશદીપ, વરુણ ચક્રવર્તી, હર્ષિત રાણા.