IND vs ENG: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હાલમાં વનડે સીરીઝ ચાલી રહી છે, પ્રથમ વનડેમાં અચાનક વિરાટ કહોલીના ના રમવાના સમાચાર આવ્યા હતા અને તેની જગ્યાએ શ્રેયસ અય્યરને અંતિમ ઘડીએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ મેચમાં રવિન્દ્ર જાડેજા અને હર્ષિત રાણાએ શાનદાર બૉલિંગ કરી અને ત્યારબાદ શુભમન ગીલની સંયમિત અડધી સદી ફટકારી, જેના કારણે ભારતે ગુરુવારે નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે પ્રથમ વનડેમાં ઇંગ્લેન્ડને ચાર વિકેટથી હરાવ્યું હતુ, હવે વિરાટ કોહલીને લઇને મોટું અપડેટ સામે આવ્યુ છે. બીજી વનડેમાં રમશે કે નહીં ?
પ્રથમ વનડેમાં ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કર્યા બાદ સમગ્ર ઇંગ્લેન્ડ ટીમ 47.4 ઓવરમાં 248 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. બાદમાં ગીલ (૮૭) અને શ્રેયસ ઐયર (૫૯) વચ્ચે ૯૬ રનની ભાગીદારી અને ગીલ અને અક્ષર પટેલ (૫૨) વચ્ચે ૧૦૮ રનની ભાગીદારીને કારણે, ભારતે માત્ર ૩૮.૪ ઓવરમાં ૬ વિકેટે ૨૫૧ રન બનાવીને ચાર વિકેટથી મેચ જીતી લીધી હતી.
ગુરુવારે ઈંગ્લેન્ડ સામેની પહેલી વનડે પહેલા સીનિયર બેટ્સમેન વિરાટ કોહલીને થયેલી ઈજા ગંભીર લાગતી નથી અને અહેવાલો મુજબ રન મશીન વિરાટ કહોલી આગામી બીજી વનડે મેચમાં વાપસી કરશે. અગાઉ, ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ સમયે માહિતી આપી હતી કે કોહલીને બુધવારે સાંજે પ્રેક્ટિસ દરમિયાન જમણા ઘૂંટણમાં ઈજા થઈ છે અને તેથી તે પ્રથમ વનડેની પ્લેઇંગ ૧૧માંથી બહાર છે.
જોકે ભારતીય ટીમ મેનેજમેન્ટ અને કોહલી પોતે મેચ રમવાની તક ગુમાવવાથી નિરાશ થશે, પરંતુ ઈજા સામાન્ય લાગે છે. બીસીસીઆઈએ એક સત્તાવાર અપડેટમાં જણાવ્યું હતું કે કોહલીના જમણા ઘૂંટણમાં દુઃખાવો થવાને કારણે તે નાગપુરમાં પ્રથમ વનડે માટે પસંદગી માટે ઉપલબ્ધ નથી. સ્ટેડિયમ પહોંચ્યા પછી તરત જ કોહલી તેના સાથી ખેલાડીઓ સાથે મેદાનમાં હતો અને પ્રથમ વનડે માટે વોર્મ-અપ કરી રહ્યો હતો, જોકે તેના જમણા ઘૂંટણમાં ઘૂંટણની કેપ હતી.
આ પણ વાંચો
Steve Smith: સ્ટીવ સ્મિથે રચ્યો ઇતિહાસ, 36મી સદી ફટકારીને પોન્ટિંગ-એલન બોર્ડરના રેકોર્ડની કરી બરાબરી