33 વર્ષીય સુદીપ ત્યાગીએ 2009થી 2010 સુધી ચાર વનડે અને એક ટી20 મેચમાં ભારતનુ પ્રતિનિધિત્વ કર્યુ છે. તેને પ્રથમ શ્રેણી ક્રિકેટમાં ઉત્તર પ્રદેશ અને હૈદરાબાદનુ પ્રતિનિધિત્વ પણ કર્યુ છે. તેના નામે 41 પ્રથમ શ્રેણી ક્રિકેટમાં 109 વિકેટ છે, તેને 2017માં પોતાની છેલ્લી પ્રથમ શ્રેણી મેચ રમી હતી.
સુદીપ ત્યાગીએ જોકે કહ્યું કે હજુ એલપીએલમાં રમવાનુ બરાબર નક્કી નથી પરંતુ રમવાની સંભાવના વધુ છે. સુદીપ ત્યાગીએ કહ્યું હું ભાગ્યશાળી છું કે ઉચ્ચ સ્તર પર ક્રિકેટ રમી શક્યો, ભારતનુ પ્રતિનિધિત્વ કરી શક્યો, મને આ વાત પર ગર્વ છે. મારા સફરમાં ઘણા લોકોએ મારી મદદ કરી. હું મારા પહેલા રણજી કેપ્ટન મોહમ્મદ કૈફનો આભાર માનવા ઇચ્છુછુ, જેને મને ઘણો પ્રેરિત કર્યો. હું સુરેશ રૈનાનો પણ આભારી છુ, તે પણ મારી જેમ ગાઝિયાબાદથી આવે છે, અને તેને જોઇને ક્રિકેટ રમવાનુ શરૂ કર્યુ હતુ. હું મહેન્દ્ર સિંહ ધોનીનો પણ આભારી છે જેના માર્ગદર્શન હેઠળ હુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ઇરફાન પઠાણ, મુનાફ પટેલ અને ત્યાગી ઉપરાંત મનપ્રીત ગોનીની પણ એલપીએલ રમવાની સંભાવના છે. એલપીએલની પહેલી સિઝન આ મહિને શરૂ થઇ રહી છે.