IPL Auction 2021: 15 કરોડમાં વેચાવાની આશા હતી તે ખેલાડી માત્ર 1.50 કરોડમાં વેચાયો, જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 18 Feb 2021 04:50 PM (IST)
સાઉથ આફ્રિકાનો ઓલરાઉન્ડર ખેલાડી ક્રિસ મોરિસ આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. ક્રિસ મોરીસને રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો છે.
તસવીર આઈપીએલ ટ્વિટર
હરાજીમાં સૌથી ચોંકવનાર કોઈ ખેલાડી હોય તો તે ડેવિડ મલાન છે. આ વખતે આઈપીએલ હરાજીમાં આ ખેલાડી 15 કરોડ રૂપિયામાં વેચાય તેવી આશા હતી પરંતુ તે માત્ર 1.50 કરોડમાં વેચાયો છે. ડેવિડ મલાનને કિંગ્સ ઈલેવન પંજાબે 1.50 કરોડમાં ખરીદ્યો છે. ડેવિડ મલાને અંતરરાષ્ટ્રીય ટી 20માં પોતાના પ્રદર્શનથી દરેકને પ્રભાવિત કર્યા છે. અંતરારાષ્ટ્રીય ટી20માં અત્યાર સુધી રમેલી 19 મેચમાં 855 રન સાથે તે ટી20 બેટ્સમેન આઈસીસી પ્લેયર રેન્કિંગમાં નંબર વન પર છે. ટી20 આઈસીસી રેન્કિંગમાં નંબર વન પર હોવાના કારણે તે 15 કરોડ રૂપિયા આસપાસ વેચાય તેવી શક્યતા હતી. સાઉથ આફ્રિકાનો ઓલરાઉન્ડર ખેલાડી ક્રિસ મોરિસ આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. ક્રિસ મોરીસને રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો છે. રાજસ્થાને મોરિસને 16.25 કરોડમાં ખરીદ્યો છે. આ પહેલા આઈપીએલ 2015માં સૌથી વધુ કિંમતમાં યુવરાજ સિંહ 16 કરોડમાં વેચાયો હતો.