Delhi Capitals Vs Rajasthan Royals: દિલ્હી કેપિટલ્સે સુપર ઓવરમાં રાજસ્થાન રોયલ્સને હરાવ્યું છે. સુપર ઓવરમાં પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને દિલ્હીને 12 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જે દિલ્હીએ 4 બોલમાં હાંસલ કરી લીધો. સંદીપ શર્માની બોલિંગમાં કેએલ રાહુલે 3 બોલમાં 7 રન બનાવ્યા. આ પછી, ટ્રિસ્ટન સ્ટબ્સે ચોથા બોલ પર સિક્સર ફટકારી અને દિલ્હીને મેચ જીતી લીધી.







સુપર ઓવરમાં રાજસ્થાને દિલ્હીને 12 રનનો લક્ષ્યાંક આપ્યો



રાજસ્થાન રોયલ્સે સુપર ઓવરમાં દિલ્હી કેપિટલ્સને 12 રનનો લક્ષ્યાંક આપ્યો છે. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 11 રન બનાવ્યા. શિમરોન હેટમાયરે 4 બોલમાં 6 રન બનાવ્યા. રિયાન પરાગ બે બોલમાં ચાર રન બનાવીને રન આઉટ થયો. યશસ્વી જયસ્વાલ ખાતું ખોલાવ્યા વિના જ રન આઉટ થઈ ગયો.




મેચ ટાઇ રહી
દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી મેચ ટાઇ થઈ હતી. રાજસ્થાનને છેલ્લી ઓવરમાં જીતવા માટે 9 રનની જરૂર હતી. પરંતુ તે ફક્ત 8 રન જ બનાવી શકી. જેના કારણે મેચ ડ્રોમાં સમાપ્ત થઈ. 189  રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમ 20 ઓવરમાં 4 વિકેટે 188 રન જ બનાવી શકી. રાજસ્થાન તરફથી નીતિશ રાણા અને યશસ્વી જયસ્વાલે 51-51 રન બનાવ્યા હતા. સંજુ સેમસને 31 રનનું યોગદાન આપ્યું. જ્યારે ધ્રુવ જુરેલ 26 રન સાથે અણનમ રહ્યો. દિલ્હી તરફથી મિશેલ સ્ટાર્ક, અક્ષર પટેલ અને કુલદીપ યાદવે એક-એક વિકેટ લીધી. આ અગાઉ, દિલ્હીએ અભિષેક પોરેલની 49 રનની ઇનિંગની મદદથી 20 ઓવરમાં 5 વિકેટે 188 રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી જોફ્રા આર્ચરે સૌથી વધુ બે વિકેટ લીધી. 



દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને આપ્યો 189 રનનો લક્ષ્યાંક



દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને 189 રનનો લક્ષ્યાંક આપ્યો છે. દિલ્હી તરફથી અભિષેક પોરેલે 49 રનની ઇનિંગ રમી. કેએલ રાહુલે 38 રનનું યોગદાન આપ્યું. છેલ્લી ઓવરોમાં, ટ્રિસ્ટન સ્ટબ્સ અને અક્ષર પટેલે 34-34 રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમી. દિલ્હીએ છેલ્લી 5 ઓવરમાં 77 રન બનાવ્યા. જેની મદદથી દિલ્હીએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 188 રન બનાવ્યા. રાજસ્થાન તરફથી જોફ્રા આર્ચરે સૌથી વધુ બે વિકેટ લીધી. મહેશ તિક્ષણા અને વાનિન્દુ હસરાંગાને એક-એક વિકેટ મળી હતી.






દિલ્હી કેપિટલ્સ પ્લેઇંગ ઇલેવન




જેક ફ્રેઝર-મેકગર્ક, અભિષેક પોરેલ, કરુણ નાયર, કેએલ રાહુલ (વિકેટકીપર), અક્ષર પટેલ (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, આશુતોષ શર્મા, વિપ્રજ નિગમ, મિશેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ, મોહિત શર્મા.


રાજસ્થાન રોયલ્સ પ્લેઇંગ ઇલેવન



યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (વિકેટકીપર/કેપ્ટન), રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, નીતીશ રાણા, વાનિન્દુ હસરંગા, જોફ્રા આર્ચર, મહેશ થીક્ષણા, સંદીપ શર્મા, તુષાર દેશપાંડે.