જોકે ઋષભ પંત આ ઇનિંગમાં સેન્ચુરી મારવાથી ચૂકી ગયો હતો. પંત નેથન લિયોનને પેટ કમિન્સના હાથે કેચ આઉટ થયો હતો. પંતે 97 રન પર પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. 97 રનની ઇનિંગમાં પંતે 12 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. સાથે જ પંતે 65 બોલમાં ઝડપી હાફ સેન્ચુરી ફટકારી હતી. જેમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.
આ પહેલા ટેસ્ટના ત્રીજા દિવસે પંત પ્રથમ ઇનિંગમાં ઇજાગ્રસ્ત થયો હતો અને બાદમાં તે વિકેટકીપિંગ માટે આવ્યો ન હતો. જોકે સ્કેનમાં જાણવા મળ્યું હતું કે પંતને કોઈ ફ્રેક્ચર નથી થયું. તે ઇજાગ્રસ્ત અને પીડા હોવા છતાં પાંચા દિવસે બેટિંગ કરવા ઉતર્યો હતો અને શાનદાર બેટિંગ કરી હતી.
ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગમાં પંતની જગ્યાએ રિદ્ધિમાન સાહાએ વિકિટકિપિંગ કરી હતી. ક્રિકેટના નિયમો અનુસાર જો કોઈ વિકેટકીપર બેટિંગ દરમિયાન અથવા વિકેટ-કીપિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થાય છે, તો તેની જગ્યાએ ફક્ત વિકેટકીપિંગ માટે સાથી વિકેટકીપર લઈ શકાય છે. ઋષભ પંતે પ્રથમ ઇનિંગ્સમાં 36 રન બનાવ્યા હતા.