વીડિયોમાં જોઇ શકાય છે કે ધનાશ્રી કેમિલા કેબેલોના ગીત સેનોરિટા પર વિદેશી છોકરા સાથે રૉમેન્ટિક ડાન્સ કરી રહી છે. ધનાશ્રીના આ ડાન્સ મૂવ્ય ખુબ સુંદર લાગી રહ્યાં છે.
વીડિયોમાં ધનાશ્રી અને વિદેશી છોકરાના મૂવ્ય ફેન્સને ખુબ પસંદ આવી રહ્યાં છે. વીડિયોને અત્યાર સુધી 48 લાખથી વધુ લોકો જોઇ ચૂક્યા છે. યુજવેન્દ્ર ચહલની મંગેતર ધનાશ્રી વર્માના આ વીડિયો ફેન્સ ખુબ કૉમેન્ટ કરી રહ્યાં છે.
ખાસ વાત છે કે યુજવેન્દ્ર ચહલની મંગેતર ધનશ્રી વર્મા પ્રૉફેશનલ કૉરિયાગ્રાફર છે, અને સોશ્યલ મીડિયા પર તેની ખુબ મોટુ સંખ્યામાં ફેન ફોલોઇંગ છે. ઉલ્લેખનીય છે કે, ચહલે 8મી ઓગસ્ટે ધનાશ્રી સાથે સગાઈ કરી હોવાનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. ફોટો શેર કરીને તેણે લખ્યું, અમે અમારા પરિવારો સાથે હા કહીં. જે બાદ સોશિયલ મીડિયા ટ્વિટર પર ચહલ ટ્રેન્ડ થયો હતો અને લોકોએ અવનવા મીમ્સ બનાવીને શેર કર્યા હતા.