શોધખોળ કરો

ધોની પણ ફેઈલ! ધ્રુવ જુરેલે હવામાં ઉડીને કર્યું એવું સ્ટમ્પિંગ કે દુનિયા દંગ રહી ગઈ, જુઓ Video

રાજસ્થાન રોયલ્સના વિકેટકીપર ધ્રુવ જુરેલે શાનદાર ડાઈવ લગાવીને કેમેરોન ગ્રીનને જે રીતે સ્ટમ્પ આઉટ કર્યો, તે જોઈને મેદાનમાં રહેલા ખેલાડીઓ અને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ધ્રુવ જુરેલે IPL માં કેમેરોન ગ્રીનને અદ્ભુત સ્ટમ્પિંગ કર્યું.
  • રવિ બિશ્નોઈની ગુગલી બોલ પર જુરેલે ડાબે ડાઇવ લગાવી.
  • જુરેલનું IPL કરિયરનું આ પહેલું સ્ટમ્પિંગ હતું.
  • જુરેલ બેટિંગમાં પણ 181 રન સાથે શાનદાર ફોર્મમાં છે.
  • ધ્રુવ જુરેલે મેદાન પર ધોનીની યાદ અપાવતું અદભુત અને ઝડપી સ્ટમ્પિંગ કર્યું.
  • રવિ બિશ્નોઈના ગુગલી બોલ પર કેમેરોન ગ્રીનને ચપળતાથી આઉટ કરીને પેવેલિયન ભેગો કર્યો.
  • IPL કારકિર્દીમાં જુરેલે આ પહેલીવાર કોઈ બેટ્સમેનને સ્ટમ્પ આઉટ કર્યા છે.
  • વિકેટકીપર તરીકે તેણે અત્યાર સુધી કુલ 26 કેચ ઝડપ્યા છે.
  • IPL 2026 ની 6 મેચોમાં 181 રન બનાવી જુરેલ અત્યારે શાનદાર ફોર્મમાં છે.

Dhruv Jurel stumping video: ક્રિકેટના મેદાન પર ક્યારેક એવા દ્રશ્યો જોવા મળે છે જે સીધા મહેન્દ્ર સિંહ ધોનીની યાદ અપાવી દે છે. તાજેતરમાં IPL માં રાજસ્થાન રોયલ્સના યુવા વિકેટકીપર ધ્રુવ જુરેલે આવો જ એક ચમત્કાર કર્યો છે. તેણે એક એવી અદભુત સ્ટમ્પિંગ કરી છે, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. જુરેલની આ ચપળતા જોઈને દિગ્ગજ ક્રિકેટરો અને ચાહકો પણ દંગ રહી ગયા છે. આ અનોખા પરાક્રમે ક્રિકેટ જગતમાં ભારે ચર્ચા જગાવી છે. ચાલો જાણીએ આ સમગ્ર ઘટના વિશે.

વાત જાણે એમ છે કે, 156 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કોલકાતા નાઈટ રાઈડર્સની ઇનિંગ્સની 5 મી ઓવર ચાલી રહી હતી. બોલિંગ આક્રમણ પર રવિ બિશ્નોઈ હતા અને ક્રીઝ પર કેમેરોન ગ્રીન રમી રહ્યો હતો. ઓવરના 4 થા બોલ પર, બિશ્નોઈને અંદાજ આવી ગયો કે ગ્રીન મોટો શોટ રમવાનો પ્રયાસ કરશે, તેથી તેણે ચાલાકી વાપરીને લેગ સ્ટમ્પ તરફ ગુગલી ફેંકી દીધી.

આ સમયે બેટ્સમેન ગ્રીન, જુરેલની બરાબર સામે હોવાથી તેને બોલ કઈ દિશામાં જઈ રહ્યો છે તે બરાબર દેખાતું ન હતું. છતાં જુરેલે ગજબની સ્ફૂર્તિ બતાવીને ડાબી બાજુ ડાઇવ લગાવી, બોલને પકડ્યો અને આંખના પલકારામાં એક હાથે જ સીધો સ્ટમ્પ પર મારી દીધો! ફેન્સ જુરેલની આ એથ્લેટિક્સમ જોઈને મોહી ગયા છે. આ દ્રશ્ય જોઈને દૂર ઉભેલો યશસ્વી જયસ્વાલ પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. ગ્રીન માત્ર 13 બોલમાં 27 રન બનાવીને પેવેલિયન ભેગો થઈ ગયો.

તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે, ધ્રુવ જુરેલે અગાઉ ક્યારેય IPL માં વિકેટકીપર તરીકે કોઈ બેટ્સમેનને સ્ટમ્પ આઉટ કર્યો ન હતો. આ તેની IPL કરિયરનું પહેલું સ્ટમ્પિંગ હતું અને તેનો પહેલો શિકાર કેમેરોન ગ્રીન બન્યો. જોકે, વિકેટકીપર તરીકે તેણે અત્યાર સુધીમાં 26 કેચ જરૂર પકડ્યા છે. બેટિંગની વાત કરીએ તો પણ જુરેલ અત્યારે શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તેણે IPL 2026 ની આ સિઝનમાં રમાયેલી 6 મેચોમાં કુલ 181 રન ફટકાર્યા છે.

Frequently Asked Questions

ધ્રુવ જુરેલે IPL માં કઈ અદભૂત સ્ટમ્પિંગ કરી?

ધ્રુવ જુરેલે રાજસ્થાન રોયલ્સ માટે રમતી વખતે કોલકાતા નાઈટ રાઈડર્સના કેમેરોન ગ્રીનને અદભૂત સ્ટમ્પિંગ કરી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

કેમેરોન ગ્રીનનું આઉટ કેવી રીતે થયું?

રવિ બિશ્નોઈની ગુગલી પર બેટ્સમેન ગ્રીન શોટ રમવા આગળ વધ્યો. ધ્રુવ જુરેલે ચપળતાથી ડાબી બાજુ ડાઇવ લગાવી, બોલ પકડીને આંખના પલકારામાં એક હાથે સ્ટમ્પ પર મારી દીધો.

શું આ ધ્રુવ જુરેલનું પહેલું IPL સ્ટમ્પિંગ હતું?

હા, આ ધ્રુવ જુરેલનું IPL કરિયરમાં વિકેટકીપર તરીકે પહેલું સ્ટમ્પિંગ હતું. તેનો પહેલો શિકાર કેમેરોન ગ્રીન બન્યો.

ધ્રુવ જુરેલે IPL 2026 માં કેટલી વિકેટો લીધી છે?

ધ્રુવ જુરેલે IPL 2026 ની 6 મેચોમાં 181 રન બનાવ્યા છે. વિકેટકીપર તરીકે તેણે 26 કેચ પકડ્યા છે, પરંતુ આ તેનું પહેલું સ્ટમ્પિંગ હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

સોનું-ચાંદી ખરીદવું થશે મોંઘુ! સરકારે ઈમ્પોર્ટ ડ્યુટીમાં કર્યો 10 ટકાનો વધારો
સોનું-ચાંદી ખરીદવું થશે મોંઘુ! સરકારે ઈમ્પોર્ટ ડ્યુટીમાં કર્યો 10 ટકાનો વધારો
Prateek Yadav Death: અખિલેશ યાદવના નાના ભાઈ પ્રતીક યાદવનું નિધન, લખનઉની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
Prateek Yadav Death: અખિલેશ યાદવના નાના ભાઈ પ્રતીક યાદવનું નિધન, લખનઉની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
GT vs SRH: ગુજરાત સામે હૈદરાબાદની કારમી હાર, શાનદાર જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટૉપ પર પહોંચી GT
GT vs SRH: ગુજરાત સામે હૈદરાબાદની કારમી હાર, શાનદાર જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટૉપ પર પહોંચી GT
પીએમ મોદીની અપીલની મોટી અસર: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાનો અમેરિકા પ્રવાસ રદ કર્યો
પીએમ મોદીની અપીલની મોટી અસર: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાનો અમેરિકા પ્રવાસ રદ કર્યો
Advertisement

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદ મનપાના ફુડ વિભાગની કાર્યવાહી, અખાદ્ય હળદર, કાજુનો જથ્થો કર્યો જપ્તAhmedabad Municipal Corporation's Food Department's action, quantity of inedible Haldar, Cashew seized.
Ahmedabad News: સાબરમતી જેલની સુરક્ષામાં મોટી ચૂક, સુરક્ષાકર્મીની સામેથી ફરાર થઈ ગયો કેદી
Gujarat Heat Wave: રાજ્યમાં ઉનાળાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, જાણો ક્યાં કેટલું નોંધાયુ તાપમાન?
NEET UG 2026 Exam Cancelled : પેપર લીકના આરોપો બાદ NEET-UG 2026 પરીક્ષા રદ
Sabarkantha news: હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સોનું-ચાંદી ખરીદવું થશે મોંઘુ! સરકારે ઈમ્પોર્ટ ડ્યુટીમાં કર્યો 10 ટકાનો વધારો
સોનું-ચાંદી ખરીદવું થશે મોંઘુ! સરકારે ઈમ્પોર્ટ ડ્યુટીમાં કર્યો 10 ટકાનો વધારો
Prateek Yadav Death: અખિલેશ યાદવના નાના ભાઈ પ્રતીક યાદવનું નિધન, લખનઉની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
Prateek Yadav Death: અખિલેશ યાદવના નાના ભાઈ પ્રતીક યાદવનું નિધન, લખનઉની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
GT vs SRH: ગુજરાત સામે હૈદરાબાદની કારમી હાર, શાનદાર જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટૉપ પર પહોંચી GT
GT vs SRH: ગુજરાત સામે હૈદરાબાદની કારમી હાર, શાનદાર જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટૉપ પર પહોંચી GT
પીએમ મોદીની અપીલની મોટી અસર: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાનો અમેરિકા પ્રવાસ રદ કર્યો
પીએમ મોદીની અપીલની મોટી અસર: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાનો અમેરિકા પ્રવાસ રદ કર્યો
NEET UG 2026 cancelled: નાસિકથી 10 લાખમાં ખરીદ્યું, હરિયાણામાં 15 લાખમાં વેચ્યું, NEET પેપર લીક કેસના આરોપીની ધરપકડ
NEET UG 2026 cancelled: નાસિકથી 10 લાખમાં ખરીદ્યું, હરિયાણામાં 15 લાખમાં વેચ્યું, NEET પેપર લીક કેસના આરોપીની ધરપકડ
PM મોદીની અપીલ પર CM યોગીનો મોટો નિર્ણય: મંત્રીઓના કાફલા 50% ઘટશે, WFH ને અપાશે પ્રાધાન્ય
PM મોદીની અપીલ પર CM યોગીનો મોટો નિર્ણય: મંત્રીઓના કાફલા 50% ઘટશે, WFH ને અપાશે પ્રાધાન્ય
‘અમેરિકા ચોંકી જશે તેવો કરીશું હુમલો!’ ઈરાનની પરમાણુ હુમલાની ધમકીથી ખળભળાટ, વિશ્વભરમાં ચિંતા
‘અમેરિકા ચોંકી જશે તેવો કરીશું હુમલો!’ ઈરાનની પરમાણુ હુમલાની ધમકીથી ખળભળાટ, વિશ્વભરમાં ચિંતા
ગુજરાત ટાઇટન્સે રચ્યો ઈતિહાસ: SRH સામે 82 રનથી રેકોર્ડબ્રેક જીત, જાણો પ્લેઓફનું ગણિત
ગુજરાત ટાઇટન્સે રચ્યો ઈતિહાસ: SRH સામે 82 રનથી રેકોર્ડબ્રેક જીત, જાણો પ્લેઓફનું ગણિત
Embed widget