WI vs IRE: ટી20 વર્લ્ડકપ 2022 (T20 World Cup 2022)માં આજે ફર્સ્ટ રાઉન્ડની છેલ્લી બે મેચો રમાઇ રહી છે. પહેલી મેચમાં વેસ્ટ ઇન્ડિઝ ટીમનો સામનો આયરલેન્ડ સામે થઇ રહ્યો છે, તો બીજી મેચમાં ઝિમ્બાબ્વે સ્કૉટલેન્ડ સામે ટકરાઇ રહી છે. આ બન્ને મેચો આજે કરો યા મરો જેવી છે, કેમકે જે જીતશે તે ટી20 વર્લ્ડકપ 2022ના સુપર 12 રાઉન્ડમાં એન્ટ્રી કરશે, ચારેય ટીમોના ખાતામાં અત્યારે 2-2 પૉઇન્ટ છે, આવામાં આ ટીમો માટે જીત જરૂરી છે. 


1. આયરલેન્ડ વિરુદ્ધ વેસ્ટ ઇન્ડિઝ - 
બન્ને ટીમો સવારે પોતાની ગૃપ સ્ટેજની છેલ્લી મેચ રમશે, આ મેચ સવારે શરૂ થઇ ચૂકી છે. મેચ હોબાર્ટના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઇ રહી છે. આયરલેન્ડને ઝિમ્બાબ્વે સામે 31 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો, વળી, બીજી મેચમાં સ્કૉટલેન્ડને 6 રનથી હરાવીને સુપર 12ની આશાને જીવંત રાખી હતી. તો વળી વેસ્ટ ઇન્ડિઝની વાત કરીએ તો વિન્ડિઝ હાલમાં સ્કૉટલેન્ડ સામે હરી ચૂક્યુ છે અને બીજી મેચમાં ઝિમ્બાબ્વે સામે જીત મળી હતી. 


2. સ્કૉટલેન્ડ વિરુદ્ધ ઝિમ્બાબ્વે - 
આ બન્ને ટીમો પણ હોબાર્ટના ક્રિકેટ ગ્રાઉન્ડમાં બપોરે આમને સામને ટકરાશે. આ બન્ને ટીમો શરૂઆતની મેચ જીતી ચૂકી છે. જોકે, સ્કૉટલેન્ડને વેસ્ટ ઇન્ડિઝ સામે હારનો સામનો કરવો પડ્યો હતો, તો ઝિમ્બાબ્વેને આયરલેન્ડે હરાવી હતી. હવે બન્ને માટે આજની મેચ કરો યા મરો છે, બન્ને ટીમો છેલ્લી મેચો હારીને આજે રમી રહી છે. 


સુપર 12 માટે -
ટી20 વર્લ્ડકપ 2022ની સુપર 12 રાઉન્ડ માટે 8 ટીમો પહેલાથી જ ક્લૉલિફાય કરી ચૂકી છે. બાકીની ચાર ટીમો માટે ફર્સ્ટ રાઉન્ડની મેચો રમાઇ રહી છે. અહીં ગૃપ એમાંથી શ્રીલંકા અને નેધર લેન્ડ્સ સુપર 12માં પહોંચી ચૂકી છે, એટલે કે 12માંથી 10 ટીમો નક્કી થઇ ગઇ છે, અને બે ટીમો માટે આજનો દિવસ ખાસ છે. 


IND vs PAK: ભારત-પાકિસ્તાનની મેચમાં વરસાદ બનશે વિલન? જાણો 23 ઓક્ટોબરે કેવું રહેશે હવામાન


વરસાદ ભારત-પાકની રમત બગાડી શકે...


ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની મજા વરસાદ બગાડી શકે છે. મેલબોર્નમાં રવિવાર 23 ઓક્ટોબરે સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ દિવસે મેલબોર્નમાં વરસાદની 70 ટકા સંભાવના છે. આ સ્થિતિમાં બંને દેશોના ચાહકો નિરાશ થઈ શકે છે. જો કે, મેલબોર્નમાં વરસાદનો સામનો કરવા માટે ડ્રેનેજ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે જેથી વરસાદનો સામનો કરી શકાય. જો તે દિવસે હળવો વરસાદ પડશે તો આ મેચ રમાઈ શકે છે.


જો મેચ વરસાદમાં ધોવાઇ જાય તો?


વિશ્વ કપના લીગ તબક્કાની મેચો માટે કોઈ અનામત દિવસ (Reserves day) નથી. જો ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ વરસાદને કારણે રદ થઈ જાય તો બંને ટીમો પોતપોતાની વચ્ચે પોઈન્ટ શેર કરશે. એટલે કે આ મેચને રિ-શેડ્યુલ નહી કરી શકાય. તેથી ભારત અને પાકિસ્તાનને 1-1 મેચ પોઈન્ટ આપવામાં આવશે.


બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન કઈ હોઈ શકે?


ભારત: રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, હર્ષલ પટેલ, મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમાર.


પાકિસ્તાનઃ બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન, શાન મસૂદ, હૈદર અલી, ઈફ્તિખાર અહેમદ, આસિફ અલી, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, નસીમ શાહ, હરિસ રઉફ અને શાહીન શાહ આફ્રિદી.