IND vs NZ, 1st Test: કાનપુરમાં રમાઈ રહેલી ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા તરફથી શ્રેયસ અય્યર અને ન્યૂઝીલેન્ડ તરફથી રચિન રવિન્દ્રએ ડેબ્યુ કર્યું છે. ભારતીય મૂળનો આ ખેલાડી ડાબોડી સ્પિનર છે. તેને ન્યૂઝીલેન્ડ ક્રિકેટનો ભાવિ સ્ટાર સ્પિનર માનવામાં આવે છે. તેનું નામ ભારતના પૂર્વ સ્ટાર ક્રિકેટર સચિન તેંડુલકર અને વર્તમાન કોચ રાહુલ દ્રવિડના નામ પરથી પાડવામાં આવ્યું છે.
રચિનના પિતા રવિ કૃષ્ણામૂર્તિ તેના સંતાનોને ક્રિકેટર બનાવવા માંગતા હતા. પહેલા પુત્રીને ક્રિકેટમાં લાવવાની કોશિશ કરી પણ તે નિષ્ફળ રહી. બાદમાં રચિનને ક્રિકેટમાં રસ લેતો કર્યો. રવિ કૃષ્ણામૂર્તિ કર્ણાટકના રહેવાસી છે અને તેઓ પણ ઘરેલુ ક્રિકેટ રમતા હતા. તેઓ ક્લબ લેવલે જવગલ શ્રીનાથ અને અરૂણકુમાર જેવા ક્રિકેટરો સાથે રમ્યા હતા. બાદમાં સોફ્ટવેર સિસ્ટમ આર્કિટેક્ટ બન્યા બાદ ન્યૂઝીલેન્ડ સ્થાયી થયા. તેઓ ન્યૂઝીલેન્ડમાં ક્રિકેટ ક્લબ ચલાવે છે અને ત્યાંના યુવા ક્રિકેટરોને ભારત પ્રવાસે લઈને વે છે. બાદમાં બેંગ્લોર, ચેન્ઈ, હૈદરાબાદ જેવી જગ્યાએ રમાડે છે. રચિન પણ આ ટીમનો હિસ્સો રહ્યો છે.
કયા બે ભારતીય ક્રિકેટરના નામ પરથી રાખવામાં આવ્યું છે નામ
રચિને ન્યૂઝીલેન્ડ તરફથી 2016 અને 2018માં અંડર-19 વર્લ્ડકપમાં હિસ્સો લીધો છે. પોતાની ફિરકી બોલિંગની સાથે ઉપયોગી બેટિંગથી તેણે પ્રભાવિત કર્યા છે. રચિનના નામની કહાની પણ અનોખી છે. તેની શરૂઆત સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડના નામના અક્ષરોથી મળીને થાય છે. રાહુલમાંથી Ra અને સચિનમાંથી Chin લઈને Rachin નામ રાખવામાં આવ્યું છે. જોકે આ તે આ બંનેની જેમ જમણેરી બેટ્સમેન નથી.
રચિન રવિન્દ્ર ફર્સ્ટ ક્લાસ સીઝનની સતત ત્રણ મેચમાં ખાતું ખોલ્યા વગર ઝીરો પર આઉટ થયો હતો. પરંતુ તે બાદ જોરદાર વાપસી કરી અને રન બનાવ્યા હતા. અત્યાર સુધીમાં લિસ્ટ 12 એ મેચમાં 316 રન બનાવ્યા છે અને 8 વિકેટ લીધી છે. 28 ફર્સ્ટ ક્લાસ મેચમાં ત્રણ સદીની મદદથી 1595 રન અને 25 વિકેટ ઝડપી છે.