doug bracewell retirement: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી રોમાંચક વનડે સિરીઝ (ODI Series) શરૂ થાય તે પહેલા જ ક્રિકેટ જગતમાંથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. ન્યુઝીલેન્ડના અનુભવી ઓલરાઉન્ડર ડગ બ્રેસવેલે (Doug Bracewell) અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ જાહેર કરી દીધો છે. ઈજાના કારણે પરેશાન આ ખેલાડીના નિર્ણયે ચાહકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે.
ઈજા બની કારકિર્દીના અંતનું કારણ
ડગ બ્રેસવેલ છેલ્લા કેટલાક સમયથી પાંસળીમાં થયેલી ઈજા (Rib Injury) થી પીડાઈ રહ્યો હતો. સતત સારવાર છતાં ફિટનેસ સમસ્યાઓ યથાવત રહેતા, આખરે તેણે ક્રિકેટના મેદાનને અલવિદા કહેવાનો કઠોર નિર્ણય લીધો છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે (New Zealand Cricket) પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટ શેર કરીને બ્રેસવેલની નિવૃત્તિ (Retirement) ની સત્તાવાર પુષ્ટિ કરી છે. બોર્ડે તેની સેવાઓને બિરદાવી હતી.
હોબાર્ટ ટેસ્ટનો હીરો: યાદગાર કારકિર્દી
બ્રેસવેલની કારકિર્દી પર નજર કરીએ તો, તેણે ન્યુઝીલેન્ડ ટીમ (New Zealand Team) નું પ્રતિનિધિત્વ કરતા કુલ 69 આંતરરાષ્ટ્રીય મેચો રમી છે. જેમાં 28 ટેસ્ટ, 21 વનડે અને 20 T20I મેચોનો સમાવેશ થાય છે. આ દરમિયાન તેણે કુલ 120 વિકેટ ઝડપી છે અને બેટિંગમાં હાથ અજમાવતા 915 રન પણ બનાવ્યા છે.
તેની કારકિર્દીની સૌથી યાદગાર ક્ષણ ઓસ્ટ્રેલિયા સામેની હોબાર્ટ ટેસ્ટ (Hobart Test) હતી. જેમાં તેણે બીજી ઈનિંગમાં માત્ર 40 રન આપીને કાંગારુઓની 6 વિકેટ ખેરવી નાખી હતી. તેના આ શાનદાર સ્પેલને કારણે ન્યુઝીલેન્ડને 7 રનથી રોમાંચક ઐતિહાસિક વિજય મળ્યો હતો. તેણે પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ શ્રીલંકા સામે રમી હતી.
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં દબદબો અને ભારત સામે પ્રદર્શન
ડગ બ્રેસવેલે નિવૃત્તિ સમયે કહ્યું હતું કે દેશ માટે રમવું તેના માટે ગર્વની બાબત હતી. ડોમેસ્ટિક ક્રિકેટમાં તેનો રેકોર્ડ ખૂબ જ મજબૂત રહ્યો છે. તેણે 137 ફર્સ્ટ ક્લાસ મેચોમાં (First Class Matches) 422 વિકેટ લીધી છે અને બેટિંગમાં કમાલ કરતા 3 સદી અને 24 અડધી સદી સાથે 4,505 રન બનાવ્યા છે.
ભારત સામેના તેના પ્રદર્શનની વાત કરીએ તો, તેણે ટીમ ઈન્ડિયા સામે 4 વનડે અને 2 ટેસ્ટ મેચ રમી હતી, જેમાં તેણે કુલ 5 વિકેટ પોતાના નામે કરી હતી. ઉલ્લેખનીય છે કે, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આગામી વનડે શ્રેણી 11 January થી શરૂ થવા જઈ રહી છે.