Emerging Asia Cup 2023 Final: ક્રિકેટના મેદાન પર ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કર બધાની અલગ જ હોય છે, બન્ને કટ્ટર હરિફો એકબીજાને હરાવવા એડીચોટીનું જોર લગાવી દેશે, હવે ફરી એકવાર આવો જ રોમાંચ જોવા મળશે. એશિયન ક્રિકેટનો મહાકુંભ 30 ઓગસ્ટથી શરૂ થશે. 2023ના એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરે શાનદાર મેચ રમાશે. 2023 એશિયા કપ પાકિસ્તાન અને શ્રીલંકામાં યોજાશે. આ પહેલા 2023 ઇમર્જિંગ એશિયા કપની મેચો શ્રીલંકામાં રમાઈ રહી છે. આ ટૂર્નામેન્ટ પણ પોતાના છેલ્લા તબક્કામાં છે, એટલે કે આવતીકાલે ફાઇનલ મેચ રમાશે.
ભારત-A અને પાકિસ્તાન-A ટીમોએ 2023 ઇમર્જિંગ એશિયા કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. બંને ટીમોએ પોતપોતાની સેમીફાઈનલ મેચોમાં શાનદાર જીત નોંધાવી હતી. હવે બંને ટીમો આવતીકાલે એટલે કે રવિવારે 23 જુલાઈએ ટાઈટલ મેચ રમશે. બન્ને ટીમો ચેમ્પીયન બનવા માટે જબરદસ્ત પ્રયાસ કરશે.
પહેલી સેમી ફાઇનલમાં પાકિસ્તાન-એએ શ્રીલંકા-એને હરાવ્યુ -
2023 ઇમર્જિંગ એશિયા કપની પ્રથમ સેમિફાઇનલ મેચ પાકિસ્તાન-A અને શ્રીલંકા-A વચ્ચે રમાઈ હતી. પાકિસ્તાન-A ટીમે આ મેચ આસાનીથી જીતી લીધી હતી. પાકિસ્તાન-એ પહેલા રમતા 50 ઓવરમાં 322 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકા-A ટીમ 45.4 ઓવરમાં 262 રન જ બનાવી શકી હતી. પાકિસ્તાન-A તરફથી ઉમૈર યુસુફે 88 અને કેપ્ટન મોહમ્મદ હરિસે 52 રન બનાવ્યા હતા. આ સાથે જ શ્રીલંકા-A તરફથી અવિશકા ફર્નાન્ડોએ સૌથી વધુ 97 રન બનાવ્યા હતા.
બીજી સેમી ફાઇનલમાં ઇન્ડિયા-એએ બાંગ્લાદેશ-એને હરાવ્યુ -
2023 ઇમર્જિંગ એશિયા કપની બીજી સેમિફાઇનલ મેચ લૉ સ્કૉરિંગ હતી. ભારત-A ટીમ પ્રથમ ઇનિંગમાં 49.1 ઓવરમાં માત્ર 211 રનમાં જ સમેટાઈ ગઈ હતી. આ પછી બાંગ્લાદેશ-A ટીમે એકપણ વિકેટ ગુમાવ્યા વિના 70 રન બનાવ્યા હતા, પરંતુ ભારતીય બૉલરોએ જોરદાર વાપસી કરી હતી અને અંતે 51 રનથી મેચ જીતી લીધી હતી. ઈન્ડિયા-A તરફથી નિશાંત સંધુએ સૌથી વધુ 5 વિકેટ લીધી હતી.
ફાઇનલ મેચની ફૂલ ડિટેલ્સ -
હવે ઇમર્જિંગ એશિયા કપની ફાઇનલ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. આ મેચ ભારતના સમય અનુસાર બપોરે 2 વાગ્યે શરૂ થશે. તમે આ મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી પર ટીવી પર ભારત A અને પાકિસ્તાન A વચ્ચેની મેચ લાઈવ જોઈ શકો છો.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial