T20 WC 2026: નેપાળ સામે ઈંગ્લેન્ડ માંડ માંડ જીત્યું! સેમ કરને 6 બોલમાં બાજી પલટી નાખી
રોમાંચક મુકાબલો: વાનખેડેમાં અપસેટ સર્જાતા રહી ગયો; નેપાળે ડિફેન્ડિંગ ચેમ્પિયનને હંફાવ્યું, છેલ્લી ઓવરમાં જોઈતા હતા 10 રન પણ સેમ કરન દિવાલ બનીને ઉભો રહ્યો.

ENG vs NEP T20 World Cup 2026: મુંબઈ (Mumbai) ના વાનખેડે સ્ટેડિયમમાં રવિવારનો દિવસ ક્રિકેટ ચાહકો માટે કોઈ બ્લોકબસ્ટર મૂવીથી ઓછો ન હતો. 'ટી20 વર્લ્ડ કપ 2026' (T20 World Cup 2026) માં એક તરફ વિશ્વની ટોચની ટીમ ઈંગ્લેન્ડ હતી અને સામે એસોસિયેટ ટીમ નેપાળ. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં નેપાળે ઈંગ્લેન્ડ સામે એવું પ્રદર્શન કર્યું કે આખું સ્ટેડિયમ દંગ રહી ગયું. ભલે ઈંગ્લેન્ડ મેચ જીતી ગયું હોય, પરંતુ નેપાળે ક્રિકેટ જગતના દિલ જીતી લીધા છે.
નેપાળની ટીમે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને હારના આરે લાવી દીધું હતું. આ હાઈ-વોલ્ટેજ મેચમાં છેલ્લી ઓવર સુધી કોણ જીતશે તે કહેવું મુશ્કેલ હતું, પરંતુ સેમ કરન (Sam Curran) ના બહોળા અનુભવે અંગ્રેજોની લાજ બચાવી લીધી હતી. આ મેચનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ છેલ્લી ઓવર હતી, જ્યાં નેપાળને જીતવા માટે છેલ્લા 6 Balls (બોલ) માં 10 Runs (રન) ની જરૂર હતી.
આ સમયે ક્રીઝ પર સેટ બેટ્સમેન લોકેશ બામ (Lokesh Bam) હાજર હતો અને ઈંગ્લેન્ડના હાથમાંથી મેચ સરકી રહી હતી. ઈંગ્લેન્ડના કેપ્ટને બોલ અનુભવી સેમ કરનને સોંપ્યો હતો. કરને દબાણની પળોમાં પોતાના અનુભવ અને બોલિંગમાં 'વિવિધતા' (Variations) નો ઉપયોગ કરીને છેલ્લી ઓવરમાં માત્ર 5 Runs જ આપ્યા અને ઈંગ્લેન્ડને એક મોટા અને ઐતિહાસિક 'અપસેટ' (Upset) થી બચાવી લીધું.
185 Runs ના વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી નેપાળની ટીમે ક્યાંય પણ હાર માની ન હતી. નેપાળે આક્રમક શરૂઆત કરી હતી અને 19 Overs (ઓવર) ના અંતે નેપાળનો સ્કોર 175 Runs પર પહોંચી ગયો હતો. દીપેન્દ્ર સિંહ એરી (44 Runs) અને કેપ્ટન રોહિત પૌડેલ (39 Runs) ની શાનદાર બેટિંગે ઈંગ્લેન્ડના બોલરોને પરસેવો લાવી દીધો હતો.
એક સમયે એવું લાગતું હતું કે નેપાળ ઇતિહાસ રચી દેશે. આ પહેલા, ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 184 Runs બનાવ્યા હતા. જેમાં હેરી બ્રુક (Harry Brook) અને જેકબ બેથેલે આક્રમક અડધી સદી ફટકારી હતી, જ્યારે વિલ જેક્સે પણ તોફાની ઇનિંગ રમી હતી. જોકે, નેપાળની લડાયક બેટિંગ જોઈને આ સ્કોર પણ નાનો લાગવા માંડ્યો હતો.
આ મેચ સાબિત કરે છે કે આ વર્લ્ડ કપમાં નાની ટીમો મોટી ટીમોને જોરદાર ટક્કર આપી રહી છે. યાદ અપાવીએ કે ટુર્નામેન્ટના પહેલા દિવસે પાકિસ્તાન પણ નેધરલેન્ડ્સ સામે માંડ-માંડ બચ્યું હતું. હવે ઈંગ્લેન્ડ પણ નેપાળ સામે સંઘર્ષ કરીને જીત્યું છે, જે દર્શાવે છે કે 2026 નો વર્લ્ડ કપ અત્યંત રોમાંચક બની રહ્યો છે.




















