અંતિમ 18 બોલમાં બાજી પલટી, હારેલી મેચ જીતી ગયું ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું
ટી20 વર્લ્ડ કપ 2026માં શુક્રવારે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે સુપર 8 મેચ રમાઈ હતી. ઇંગ્લેન્ડે આ મેચ 4 વિકેટથી જીતી હતી.

ENG vs NZ T20 World Cup 2026 Super-8 Highlights: ટી20 વર્લ્ડ કપ 2026માં શુક્રવારે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે સુપર 8 મેચ રમાઈ હતી. ઇંગ્લેન્ડે આ મેચ 4 વિકેટથી જીતી હતી.ટીમ માટે વિલ જેક્સ અને રેહાન અહમદની જોડીએ સાતમી વિકેટ માટે 44 (16 બોલ) રનની ભાગીદારી કરીને મેચ પલટી નાખી હતી.
ઇંગ્લેન્ડને છેલ્લી 3 ઓવરમાં એટલે કે 18 બોલમાં 43 રનની જરૂર હતી. અહીંથી, ન્યુઝીલેન્ડના કેપ્ટન મિશેલ સેન્ટનરે મોટી ભૂલ કરતા અને ગ્લેન ફિલિપ્સને ઓવર સોંપી દીધી. ઇંગ્લેન્ડે આ ભૂલનો પૂરો ફાયદો ઉઠાવ્યો અને ઓવરમાં 22 રન બનાવ્યા.
A nail-biter sees England hold their nerve to edge past New Zealand in their final #T20WorldCup Super 8 fixture 🔥
📝: https://t.co/dtrtiqkhFB pic.twitter.com/y05vECb0Bc— T20 World Cup (@T20WorldCup) February 27, 2026
પાકિસ્તાનની બલ્લે-બલ્લે
આ જીત સાથે ઈંગ્લેન્ડે પાકિસ્તાનને ફાયદો પહોંચાડ્યો છે. પાકિસ્તાનની ટીમ હવે સેમીફાઈનલની રેસમાં જીવંત છે. પાકિસ્તાને તેની અંતિમ મેચ શ્રીલંકા સામે રમવાની છે, જ્યાં જીત મેળવી તેમના પોઈન્ટ ન્યૂઝીલેન્ડની બરાબર થઈ જશે. જો પાકિસ્તાન અંતિમ મેચ જીતે છે તો બંને ટીમોના 3-3 પોઇન્ટ હશે. વધુ સારા નેટ રન રેટવાળી ટીમ સેમિફાઇનલમાં પહોંચશે.
શુક્રવારે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં ઇંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને રોમાંચક સુપર-8 મેચમાં ચાર વિકેટથી હરાવ્યું હતું. શુક્રવારે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેતા 20 ઓવરમાં સાત વિકેટે 159 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડે 19.3 ઓવરમાં છ વિકેટે 161 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
ઇંગ્લેન્ડની આ જીતથી પાકિસ્તાને રાહતનો શ્વાસ લીધો છે. સેમિફાઇનલમાં પહોંચવાનો માર્ગ હજુ પણ ખુલ્લો છે. પાકિસ્તાને શ્રીલંકા સામે પોતાની છેલ્લી મેચ રમવાની છે, જો ટીમ આ મેચ મોટા માર્જિનથી જીતી જાય અને વધુ સારો નેટ રન રેટ મેળવે તો તે સેમિફાઇનલમાં પ્રવેશ કરી શકે છે.
મેચની સ્થિતિ
પ્રથમ બેટિંગ કરતા, ન્યુઝીલેન્ડે 20 ઓવરમાં 159/7 રન બનાવ્યા. ટીમ માટે ગ્લેન ફિલિપ્સે સૌથી વધુ 39 રન બનાવ્યા. ઓપનર ટિમ સીફર્ટે પણ 35 રન બનાવ્યા. ઇંગ્લેન્ડ માટે આદિલ રશીદ, વિલ જેક્સ અને રેહાન અહેમદે બે-બે વિકેટ લીધી, જ્યારે જોફ્રા આર્ચરે એક વિકેટ લીધી.




















