શોધખોળ કરો

કોણ છે ભારત સામે વિસ્ફોટક બેટિંગ કરનાર 22 વર્ષીય Jacob Bethell,જાણો IPL 2026 માં કઈ ટીમ વતી રમશે?

Jacob Bethell: ઇંગ્લેન્ડના યુવા બેટ્સમેન જેકબ બેથેલે T20 વર્લ્ડ કપ 2026 ના બીજા સેમિફાઇનલમાં ટીમ ઇન્ડિયા સામે શાનદાર બેટિંગ કરી હતી. તેણે ધમાકેદાર 105 રન બનાવ્યા હતા, પરંતુ તેની ટીમ હારી ગઈ હતી.

Jacob Bethell: ICC T20 વર્લ્ડ કપ 2026ની બીજી સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડને ટીમ ઈન્ડિયા સામે 7 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ઈંગ્લેન્ડ માટે 22 વર્ષના યુવા બેટ્સમેન જેકબ બેથલે શાનદાર બેટિંગ કરી હતી. તેમણે આ મુકાબલામાં 48 બોલમાં 218થી વધુના સ્ટ્રાઈક રેટથી 105 રન બનાવ્યા હતા. તેમની આ ઈનિંગને કારણે જ ઈંગ્લેન્ડ આ મેચમાં અંત સુધી ટકી શક્યું હતું. બેથલે આ મેચમાં જે રીતે બેટિંગ કરી તેને જોઈને દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત છે અને ફેન્સ હવે તેમના વિશે જાણવા માંગે છે. ફેન્સના મનમાં અત્યારે સૌથી મોટો સવાલ એ છે કે તેઓ IPLમાં કઈ ટીમનો હિસ્સો છે અને આ સીઝન કઈ ફ્રેન્ચાઈઝી માટે રમશે.

ઈંગ્લેન્ડ માટે ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારી ચૂક્યો છે જેકબ બેથલ

ઈંગ્લેન્ડના યુવા બેટ્સમેન જેકબ બેથલ માટે આવી બેટિંગ કોઈ નવી વાત નથી. તેઓ તેમના કરિયરના શરૂઆતના સમયથી જ આ પ્રકારની તોફાની બેટિંગ માટે જાણીતો છે. બેથલ અત્યાર સુધી ઈંગ્લેન્ડ માટે 6 ટેસ્ટ, 21 વનડે અને 31 T20 ઈન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે. તેમણે ઈંગ્લેન્ડ માટે ડેબ્યૂ વર્ષ 2024માં ઓસ્ટ્રેલિયા સામે T20 મેચ દરમિયાન કર્યું હતું. તે અત્યાર સુધી ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારી ચૂક્યો છે. તે દુનિયાનો પહેલો એવો ખેલાડી છે, જેમણે પોતાની પ્રથમ લિસ્ટ A, ફર્સ્ટ ક્લાસ અને T20 સદી ઈન્ટરનેશનલ મેચમાં બનાવી હોય.

IPL 2026માં કઈ ટીમ માટે રમશે જેકબ બેથલ?

T20 વર્લ્ડ કપમાંથી ઈંગ્લેન્ડની ટીમ બહાર થઈ ગઈ છે. આવા સમયે હવે ઈંગ્લેન્ડના પ્લેયર્સ આગામી IPL સીઝન માટે પોતાની ટીમો સાથે જોડાઈ જશે. આ વચ્ચે તમને જણાવી દઈએ કે બેથલ આગામી IPL સીઝનમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ RCBનો હિસ્સો છે. તેમને આ સીઝન માટે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમે 2.80 કરોડમાં રિટેન કર્યા છે. તેઓ ગયા IPL સીઝનમાં RCBનો હિસ્સો હતો અને ત્યાં તેમણે 2 મેચ રમી હતી. તે બે મુકાબલામાં બેથલે 33.50ની સરેરાશથી 67 રન બનાવ્યા હતા અને ત્યાં તેમનો હાઈએસ્ટ સ્કોર 55 રન હતો. જેકબ ઘણી T20 લીગમાં રમી ચૂક્યો છે અને તે બોલની સાથે-સાથે બેટથી પણ મહત્વનું યોગદાન આપી શકે છે.

બેથલે ડોમેસ્ટિક ક્રિકેટમાં કર્યું શાનદાર પ્રદર્શન

જેકબ બેથલની વાત કરીએ તો તેમને 13 વર્ષની ઉંમરમાં રગ્બી સ્કૂલમાં ક્રિકેટ સ્કોલરશિપ મળી અને તેઓ બાર્બાડોસથી ઈંગ્લેન્ડ આવી ગયો. અહીં તેમણે વોરવિકશાયરની યુથ ટીમ જોઈન કરી અને 17 વર્ષની ઉંમરે પ્રો કોન્ટ્રાક્ટ સાઈન કર્યો. 2021માં T20 બ્લાસ્ટમાં ડેબ્યૂ કર્યું. 2022માં ઈંગ્લેન્ડ અન્ડર-19 ટીમ સાથે વર્લ્ડ કપ ફાઈનલ સુધી પહોંચ્યો, જ્યાં ક્વાર્ટર-ફાઈનલમાં સાઉથ આફ્રિકા સામે 42 બોલમાં 88 રન બનાવ્યા. વર્ષ 2024 તેમના માટે શાનદાર રહ્યું. વોરવિકશાયર માટે બ્લાસ્ટ અને બર્મિંગહામ ફીનિક્સ માટે હન્ડ્રેડમાં શાનદાર પ્રદર્શન કર્યું. આ કારણે જ તેમને ઈંગ્લેન્ડની વ્હાઈટ-બોલ ટીમમાં સામેલ કરવામાં આવ્યો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2026: રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને તેના ઘરઆંગણે 6 વિકેટથી હરાવ્યું
IPL 2026: રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને તેના ઘરઆંગણે 6 વિકેટથી હરાવ્યું
IPL 2026 RCB vs DC: બેંગલુરુ સામે દિલ્હીની શાનદાર જીત, સ્ટબ્સની ફિફ્ટી
IPL 2026 RCB vs DC: બેંગલુરુ સામે દિલ્હીની શાનદાર જીત, સ્ટબ્સની ફિફ્ટી
IPL 2026: ટિમ ડેવિડે રચ્યો ઇતિહાસ, ફિલ સોલ્ટની વિસ્ફોટક બેટિંગ બાદ પણ 175 રન જ બનાવી શક્યું RCB
IPL 2026: ટિમ ડેવિડે રચ્યો ઇતિહાસ, ફિલ સોલ્ટની વિસ્ફોટક બેટિંગ બાદ પણ 175 રન જ બનાવી શક્યું RCB
IPL 2026: આજે બેંગલુરુ અને દિલ્હી વચ્ચે ટક્કર; જાણો પિચ રિપોર્ટ અને સંભવિત પ્લેઈંગ 11
IPL 2026: આજે બેંગલુરુ અને દિલ્હી વચ્ચે ટક્કર; જાણો પિચ રિપોર્ટ અને સંભવિત પ્લેઈંગ 11
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | અપક્ષ કોના?
Ahmedabad Congress : ચૂંટણી પહેલા અમદાવાદ શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખને લાફો મારવાના પ્રયાસથી હડકંપ
Ahmedabad News: અમદાવાદમાં એમડી ડ્રગ્સની રેડ દરમિયાન ક્રાઈમ્રબ્રાંચની ટીમ પર હુમલો
Gujarat Heat Wave: આગ વરસાવતી ગરમી માટે રહેજો તૈયાર... હવામાન વિભાગે શું કરી આગાહી?
Gujarat Unseasonal Rain Forecast: ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મહિલાઓ અપમાન ક્યારેય ભૂલતી નથી’: PM મોદીના ભાષણની 10 મોટી અને મહત્વની વાતો જાણો
‘મહિલાઓ અપમાન ક્યારેય ભૂલતી નથી’: PM મોદીના ભાષણની 10 મોટી અને મહત્વની વાતો જાણો
હોર્મુઝમાં ભારતીય ટેન્કર પર ઈરાને કર્યો ગોળીબાર: ભારતે રાજદૂતને બોલાવી નોંધાવ્યો કડક વિરોધ
હોર્મુઝમાં ભારતીય ટેન્કર પર ઈરાને કર્યો ગોળીબાર: ભારતે રાજદૂતને બોલાવી નોંધાવ્યો કડક વિરોધ
ધંધુકામાં યુવાનની હત્યા બાદ ભડકો: 2 ધર્મના લોકો સામસામે આવતા આગચંપી, શહેરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
ધંધુકામાં યુવાનની હત્યા બાદ ભડકો: 2 ધર્મના લોકો સામસામે આવતા આગચંપી, શહેરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
મહિલા બિલ અટકતાં PM મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં માફી માંગી, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર
મહિલા બિલ અટકતાં PM મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં માફી માંગી, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર
4,4,4,6,6: અભિષેક શર્માએ ઇતિહાસ રચ્યો, ફક્ત આટલા બોલમાં અડધી સદી ફટકારી, પોતાનો જ રેકોર્ડ તોડ્યો
4,4,4,6,6: અભિષેક શર્માએ ઇતિહાસ રચ્યો, ફક્ત આટલા બોલમાં અડધી સદી ફટકારી, પોતાનો જ રેકોર્ડ તોડ્યો
33% મહિલા અનામત લાગુ કરવા વિપક્ષનો ‘માસ્ટરસ્ટ્રોક’, પીએમ મોદીને પત્ર લખીને કરશે આ માંગ
33% મહિલા અનામત લાગુ કરવા વિપક્ષનો ‘માસ્ટરસ્ટ્રોક’, પીએમ મોદીને પત્ર લખીને કરશે આ માંગ
કેન્દ્રીય કર્મચારીનાં DA માં 2% નો વધારો, જાણો લેવલ 1 થી 18 ના કર્મચારીઓનાં પગારમાં કેટલો વધારો થશે?
કેન્દ્રીય કર્મચારીનાં DA માં 2% નો વધારો, જાણો લેવલ 1 થી 18 ના કર્મચારીઓનાં પગારમાં કેટલો વધારો થશે?
Dual Citizenship Case: રાહુલ ગાંધી સામે નહીં નોંધાઈ FIR; બેવડી નાગરિકતા કેસમાં હાઇકોર્ટે લાગવી રોક
Dual Citizenship Case: રાહુલ ગાંધી સામે નહીં નોંધાઈ FIR; બેવડી નાગરિકતા કેસમાં હાઇકોર્ટે લાગવી રોક
Embed widget