વૈભવ સૂયવંશીએ બનાવ્યો મોટો રેકોર્ડ, ક્રિસ ગેલ અને સેહવાગ પણ નથી કરી શક્યા આ કારનામું
અંડર-19 વર્લ્ડ કપ ફાઇનલમાં પોતાના બેટથી ભારે તબાહી મચાવી હતી, જેનાથી સમગ્ર ક્રિકેટ જગત સ્તબ્ધ થઈ ગયું હતું.

Vaibhav Sooryavanshi creates history: ભવિષ્યના સુપરસ્ટાર વૈભવ સૂર્યવંશીએ શનિવારે હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે ઇંગ્લેન્ડ સામે અંડર-19 વર્લ્ડ કપ ફાઇનલમાં પોતાના બેટથી ભારે તબાહી મચાવી હતી, જેનાથી સમગ્ર ક્રિકેટ જગત સ્તબ્ધ થઈ ગયું હતું. સૂર્યવંશીએ ઇંગ્લેન્ડ સામે એક એવી સિદ્ધિ હાંસલ કરી હતી જે મેગા ઇવેન્ટના લગભગ 37 વર્ષના ઇતિહાસમાં પહેલાં ક્યારેય જોવા મળી ન હતી. જુનિયર વર્લ્ડ કપ રમી ચૂકેલા વીરેન્દ્ર સેહવાગ અને ક્રિસ ગેલ સહિત વિશ્વના કોઈ પણ મહાન બેટ્સમેન આ સિદ્ધિ હાંસલ કરી શક્યા નહીં.
થોડો સમય લીધા પછી વૈભવે એક શક્તિશાળી ઈનિંગ રમી જેાથી ઇંગ્લેન્ડના બેટ્સમેન મુશ્કેલીમાં મુકાઈ ગયા. ખાસ કરીને પોતાની સદી પૂર્ણ કર્યા પછી વૈભવે વધુ તરખાટ મચાવ્યો હતો. વૈભવે 80 બોલમાં 175 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. વૈભવે અંડર-19 વર્લ્ડ કપના 37 વર્ષના ઇતિહાસમાં પહેલાં ક્યારેય ન જોયેલી સિદ્ધિ મેળવી હતી. વૈભવે 15 છગ્ગા ફટકાર્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં એટલી જ સંખ્યામાં ચોગ્ગા પણ ફટકાર્યા હતા.
સિક્સર બેટ્સમેન મેચ
15 વૈભવ સૂર્યવંશી (ભારત) ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારત (2026)
12 માઈકલ હિલ (ઓસ્ટ્રેલિયા) ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ નામિબિયા (2008)
11 ક્રેગ સિમન્સ (ઓસ્ટ્રેલિયા) ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ કેન્યા (2002)
વર્લ્ડ કપ ઇતિહાસમાં 5 શ્રેષ્ઠ ઇનિંગ્સ
રન બોલ બેટ્સમેન
192 143 વિરન ચામુડિથા
191 117 બેન માયેસ
175 80 વૈભવ સૂર્યવંશી
163 142 ફૈસલ શિનોજાદા
125 101 જેસન રોવલ્સ




















