Eoin Morgan News: ઈંગ્લેન્ડના 2019 વર્લ્ડ કપ વિજેતા (2019 world cup winner) કેપ્ટન ઈયોન મોર્ગને (Eion Morgan) કહ્યું કે વરિષ્ઠ ખેલાડીઓ અને મુખ્ય કોચ મેથ્યુ મોટે નેધરલેન્ડ સામેની મેચ પહેલા મીડિયાનો સામનો ન કરીને ભૂલ કરી છે. વર્તમાન ટુર્નામેન્ટની સેમિફા ઇનલમાં પહોંચવાની તેમની આશા ઓસ્ટ્રેલિયા સામે 33 રને હાર સાથે સમાપ્ત થઈ ગઈ છે. ઇંગ્લેન્ડે મંગળવારે પ્રી-મેચ પ્રેસ કોન્ફરન્સ માટે સહાયક કોચ કાર્લ હોપકિન્સનને મેદાનમાં ઉતાર્યા હતા, જેની મોર્ગને આકરી ટીકા કરી હતી.  


ભૂતપૂર્વ અંગ્રેજ કેપ્ટને કહ્યું, "મને તેનાથી આશ્ચર્ય અને આઘાત લાગ્યો હતો. જ્યારે તમે કેપ્ટન અથવા મુખ્ય કોચ તરીકે મીટિંગમાં બેસો છો ત્યારે તમે ટીમમાં નિર્ણયો લો છો અને જ્યારે વસ્તુઓ ખોટી થઈ રહી હોય ત્યારે તમારે સંપૂર્ણ સ્પષ્ટતા હોવી જરૂરી છે. 2023 વર્લ્ડ કપ નોકઆઉટ તેમની પહોંચની બહાર હોવાથી, ઈંગ્લેન્ડને હવે 2025 ચેમ્પિયન્સ ટ્રોફી ક્વોલિફિકેશન જીવંત રાખવા માટે નેધરલેન્ડ અને પાકિસ્તાન સામે જીતની જરૂર છે.


તેણે કહ્યું, તમારે તમારા કામની જવાબદારી લેવાની જરૂર છે અને તે તમારા કામનો અભિન્ન ભાગ છે. ગઈકાલે કાર્લ હોપકિન્સનને (પ્રેસ કોન્ફરન્સ માટે) બહાર આવતા જોઈને મને ખૂબ જ આશ્ચર્ય થયું. જો તે ચેન્જિંગ રૂમમાં વરિષ્ઠ ખેલાડી બેન સ્ટોક્સ, જો રૂટનો અવાજ હોત, તો તમે કહેશો કે 'રાઈટ, આ રીતે મેસેજિંગ કામ કરશે.' તમે ભાગ્યે જ કોઈ આસિસ્ટન્ટ કોચને ડિલિવરી કરવા માટે મોકલશો.


આજે ઈંગ્લેન્ડે નેધરલેન્ડને 340 રનનો લક્ષ્યાંક આપ્યો છે. પ્રથમ બેટિંગ કરવા આવેલી ઈંગ્લેન્ડે 50 ઓવરમાં 9 વિકેટે 339 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સે શાનદાર સદી ફટકારી હતી. બેન સ્ટોક્સે 84 બોલમાં 108 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 6 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. આ પહેલા ઓપનર ડેવિડ મલાને 74 બોલમાં 87 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય ક્રિસ વોક્સે 45 બોલમાં 51 રનનું યોગદાન આપ્યું હતું. નેધરલેન્ડ તરફથી બાસ ડી લીડે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. આર્યન દત્ત અને લોગન વેન વિકને 2-2 સફળતા મળી. પોલ વોન મીકેરને 1 વિકેટ લીધી હતી.


આ પણ વાંચોઃ


 MS Dhoni: SBI બાદ હવે આ હોસ્પિટલનો બ્રાંડ એમ્બેસેડર બન્યો ધોની, આ કંપનીઓનો પણ કરે છે પ્રચાર


Rama Ekadshi 2023: નોકરી-ધંધામાં હોય પરેશાની તો રમા એકાદશીના દિવસે રાતે કરો આ ઉપાય, થશે લક્ષ્મીજીની કૃપા