IND vs SA 1st T20 Live Streaming: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજથી ત્રણ મેચોની ટી20 સીરીઝ શરૂ થઇ રહી છે, આજે સીરીઝની પ્રથમ ટી20 મેચ જીતવા માટે બન્ને ટીમો કમર કસી ચૂકી છે. દક્ષિણ આફ્રિકા ટીમ આ વર્ષે બીજીવાર ભારતના પ્રવાસે આવી છે, ગયા પ્રવાસ દરમિયાન બન્ને ટીમો વચ્ચે માત્ર એક ટી20 સીરીઝ જ રમાઇ હતી, જોકે આ વખતે ત્રણ મેચોની ટી20 સીરીઝ અને ત્રણ મેચોની વનડે સીરીઝ રમાવવાની છે.


ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ ટી20 ?
ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે ટી20 સીરીઝની પહેલી મેચ આજે એટલે કે બુધવારે 28 સપ્ટેમ્બરે સાંજે 7 વાગે શરૂ થશે. આ મેચ તિરુવનંતપુરમના ગ્રીનફીલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. 


ક્યારે ને ક્યાંથી જોઇ શકાશે પ્રથમ ટી20નુ લાઇવ ટેલિકાસ્ટ ? 
ભારત-દક્ષિણ આફ્રિકાની વચ્ચે રમાનારી પ્રથમ ટી20ને તમે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જોઇ શકશો. મેચ સ્ટાર સ્પોર્ટ્સ 1, સ્ટાર સ્પોર્ટ્સ 1 એચડી, સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી અને સ્ટાર સ્પોર્ટ્સ 1 એચડી હિન્દી પર જોવા માટે ઉપલબ્ધ થશે. આની સાથે જ ડિઝ્ની+હૉટસ્ટાર એપ પર પણ આ મેચનુ લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકો છો. 


દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ T20માં ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન -
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, દીપક ચહર, હર્ષલ પટેલ, જસપ્રીત બુમરાહ અને યુઝવેન્દ્ર ચહલ.


કાર્તિક અને પંત બંનેને સ્થાન મળી શકે છે - 
પ્રથમ T20માં હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં ઋષભ પંત અને દિનેશ કાર્તિક બંને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવી શકે છે. પંત પાંચમા નંબર પર અને કાર્તિક છઠ્ઠા નંબર પર રમતા જોવા મળશે. આ પછી સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલ સાતમા નંબર પર રમશે. અક્ષર પટેલે ઓસ્ટ્રેલિયા સામેની T20 શ્રેણીમાં શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું હતું.


દક્ષિણ આફ્રિકાની ફૂલ સ્ક્વૉડ - તેમ્બા બવુમા (કેપ્ટન), ક્વિન્ટૉન ડીકૉક, રીઝા હેન્ડ્રીક્સ, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, જેનમેન માલન, એડન માર્કરમ, ડેવિડ મિલર, લુન્ગી એનગીડી, એનરિક નૉર્ટ્ઝે, વેન પારનેલ, એન્ડિલે ફેહલુકવાયો, ડ્વેન પ્રિટૉરિયસ, કગિસો રબાડા, તબરેજ શમ્સી. 


સાઉથ આફ્રિકાનો ભારત પ્રવાસ -
28 સપ્ટેમ્બર - પહેલી ટી20, તિરુવનંન્તપુરમ્
2 ઓક્ટોબર - બીજી ટી20, ગુવાહાટી
4 ઓક્ટોબર - ત્રીજી ટી20, ઇન્દોર


ભારત-દક્ષિણ આફ્રિકા વનડે સીરીઝ -  
6 ઓક્ટોબર - પ્રથમ વનડે, લખનઉ
9 ઓક્ટોબર - બીજી વનડે, રાંચી
11 ઓક્ટોબર - ત્રીજી વનડે, દિલ્હી