WTC Final: આગામી 7 જૂનથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલ મેચ રમાશે, ભારત અને ઓસ્ટ્રેલિયા બન્ને ટીમો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશિપની ફાઇનલ મેચ લંડનના 'ધ ઓવલ' મેદાન પર રમશે. આ ફાઇનલ માટે દર્શકોનો ઉત્સાહ ચરમસીમાએ છે. ભારત અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ આ ટાઈટલ મુકાબલામાં નેટ્સમાં ખુબ પરસેવો પાડી રહ્યા છે. જોકે, આ બધાની વચ્ચે હવે પૂર્વ ભારતીય સ્ટાર ક્રિકેટર સુનીલ ગાવસ્કરે આ માટે ભારતની સર્વશ્રેષ્ઠ પ્લેઇંગ ઇલેવનનં પસંદ કરી છે. ખાસ વાત છે કે આ ટીમમાં બેવડી સદી ફટકારનારા સ્ટાર બેટ્સમેનને બહાર રાખવામાં આવ્યો છે.


સુનીલ ગાવસ્કરની બેસ્ટ પ્લેઇંગ- 11 
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઈનલ મેચ પહેલા કેટલાય દિગ્ગજ ખેલાડીઓ પોતાની પ્લેઈંગ 11 પસંદ કરી રહ્યા છે. આ એપિસૉડમાં લિટલ માસ્ટર તરીકે જાણીતા સુનીલ ગાવસ્કરે પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપ ફાઈનલ માટે ભારતીય ટીમના શ્રેષ્ઠ પ્લેઈંગ 11ની પસંદગી કરી છે. ગાવસ્કરની આ ટીમમાં 3 ફાસ્ટ બૉલર અને 2 સ્પિનરો સામેલ છે.


વળી, ઈશાન કિશનને વિકેટકીપર તરીકે પસંદ કરવાને બદલે તેની જગ્યાએ કેએસ ભરતને પસંદ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, કે એસ ભરતે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી 4 ટેસ્ટ મેચ રમી છે જ્યારે ઈશાન કિશને ભારતીય ટીમ માટે ડેબ્યૂ પણ નથી કર્યું. લિટલ માસ્ટરે પોતાની પ્લેઇંગ 11માં ઓપનર તરીકે રોહિત શર્મા અને શુભમન ગિલની પસંદગી કરી છે. આ ક્રમમાં ચેતેશ્વર પૂજારા અને વિરાટ કોહલી નંબર 3 અને નંબર 4ની જગ્યાએ હશે.


વળી, ટીમમાં પરત ફરી રહેલા અજિંક્ય રહાણેને નંબર 5 બેટ્સમેન તરીકે પસંદ કર્યો છે. આ પછી, ઇશાન કિશન પર કેએસ ભરતને પ્રાધાન્ય આપતા, ગાવસ્કરે પોતાની ટીમનો વિકેટકીપર કેએસ ભરતને બનાવ્યો છે. લિટલ માસ્ટરની ટીમમાં રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિન સ્પિન ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવશે. તેમને કહ્યું કે જાડેજા 7મા નંબરે જ્યારે અશ્વિન 8મા નંબર પર બેટિંગ કરશે. આ ઉપરાંત જો ફાસ્ટ બૉલરોની વાત કરીએ તો તેને મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુરને પોતાની પ્લેઇંગ 11નો ભાગ બનાવ્યા છે.


સુનીલ ગાવસ્કરની પ્લેઇંગ ઇલેવન કંઇક આ રીતની છે -  
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કેએસ ભરત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુર.