INDIAN PREMIER LEAGUE: પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ દિલ્હી કેપિટલ્સના કોચિંગ સ્ટાફમાં સામેલ થવા જઈ રહ્યા છે. ફ્રેન્ચાઈઝી સૌરવ ગાંગુલીની હેડ કોચ તરીકે નિમણૂક કરશે. DC ના સહ-માલિક JSW IPL 2027 થી 2 વર્ષ માટે ટીમનો કંટ્રોલ પોતાના હાથમાં લેવાના છે. જણાવી દઈએ કે DC એ ટીમોમાં સામેલ છે, જેણે અત્યાર સુધી એક પણ વખત ઇન્ડિયન પ્રીમિયર લીગનું ટાઇટલ જીત્યું નથી.

Continues below advertisement

 

આ પ્રથમ વખત બનશે જ્યારે યુવરાજ સિંહ IPL માં કોઈ ટીમની કોચિંગ સ્ટાફનો હિસ્સો બનશે. લીગ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ દિલ્હી કેપિટલ્સના બેટિંગ કોચ બનશે, જેઓ વ્યક્તિગત સ્તરે શુભમન ગિલ, અભિષેક શર્મા, પ્રભસિમરન સિંહને તૈયાર કરવામાં મદદ કરી ચૂક્યા છે. અહેવાલ અનુસાર, યુવીની કોચિંગ સ્ટાઈલ ઘણી ફ્રેન્ચાઈઝીઓને પસંદ આવી છે. અભિષેક શર્મા અને શુભમન ગિલની સફળતાએ આ સાબિત પણ કર્યું છે. યુવી ઈચ્છશે કે બેટિંગ કોચ તરીકે તેઓ દિલ્હી કેપિટલ્સને તેમનું પ્રથમ IPL ટાઇટલ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવે.

Continues below advertisement

આ પણ વાંચો...2027 ODI વર્લ્ડ કપની પ્લેઇંગ ઇલેવન માટે આ 8 ખેલાડીઓના નામ કન્ફર્મ! કોઈ નહીં કરી શકે બહાર

યુવરાજ સિંહને લઈને સૂત્રએ શું કહ્યું?

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર, સૂત્રએ જણાવ્યું કે,"યુવરાજ સિંહ જેવા દિગ્ગજ ખેલાડીને ડગઆઉટમાં કોણ ન ઈચ્છે? તેમની સાથે રમી ચૂકેલા આશિષ નેહરા, વિરેન્દ્ર સેહવાગ, ઝહીર ખાન આઈપીએલમાં કોચિંગ કરી ચૂક્યા છે, યુવરાજ કદાચ થોડા મોડા જોડાઈ રહ્યા છે. પરંતુ તેમણે યુવા ખેલાડીઓને તૈયાર કરવામાં અને આ રોલમાં ઘણો સમય વિતાવ્યો છે."

જણાવી દઈએ કે અક્ષર પટેલની કેપ્ટનશીપ હેઠળ દિલ્હી કેપિટલ્સની IPL 2026 ની સફર સારી રહી ન હતી, ટીમે 14 માંથી 7 મેચ જીતી હતી અને 7 મેચ ગુમાવી હતી. હેડ કોચ હેમંગ બદાણીના કેટલાય નિર્ણયોની ટીકા થઈ હતી.

યુવરાજ સિંહની ક્રિકેટ કારકિર્દી

યુવરાજ સિંહે ભારત માટે 40 ટેસ્ટ, 304 વનડે અને 58 T20 ઇન્ટરનેશનલ મેચ રમી છે, જેમાં અનુક્રમે 1900, 8701 અને 1177 રન બનાવ્યા છે. ટેસ્ટમાં તેમના નામે 3 અને વનડેમાં 14 સદી છે.

IPL ની વાત કરીએ તો, પ્રથમ સીઝનથી લઈને 2019 સુધી તેઓ અલગ-અલગ 6 ટીમો માટે 132 મેચ રમ્યા છે. જેમાં તેમણે 2750 રન બનાવ્યા અને 36 વિકેટ લીધી હતી. 2015 માં તેઓ દિલ્હી કેપિટલ્સ માટે રમ્યા હતા, તે સીઝનમાં તેમણે 13 ઇનિંગ્સમાં 248 રન બનાવ્યા હતા.