શોધખોળ કરો

IND vs PAK: પાકિસ્તાન સામે ભારતની જીત છતાં ગુસ્સે થયો હાર્દિક પંડ્યા, મેદાન પર જ કુલદીપ યાદવને 'ધમકાવ્યો'

IND vs PAK T20 World Cup: મેચ પછી આખી ટીમ ઉજવણી કરી રહી હતી, ત્યારે સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સ્પિનર ​​કુલદીપ યાદવ પર નારાજ જોવા મળ્યો હતો. 

IND vs PAK T20 World Cup: કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયાએ 61 રનની શાનદાર જીત મેળવી હતી.  મેચ પછી આખી ટીમ ઉજવણી કરી રહી હતી, ત્યારે સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સ્પિનર ​​કુલદીપ યાદવ પર નારાજ જોવા મળ્યો હતો. 

હાર્દિક પંડ્યા એક કેચ છોડવા પર ગુસ્સે થયો

આખો વિવાદ પાકિસ્તાનની ઇનિંગ્સની 18મી ઓવર દરમિયાન શરૂ થયો. હાર્દિક પંડ્યા બોલિંગ કરી રહ્યો હતો અને શાહીન આફ્રિદી સામે હતો. ઓવરના બીજા બોલ પર હાર્દિકે શોર્ટ-પિચ બોલ ફેંક્યો, જેને શાહીન આફ્રિદીએ ફટકાર્યો હતો. બોલ સીધો  કુલદીપ યાદવ પાસે ગયો, પરંતુ કુલદીપે એક સરળ કેચ છોડી દીધો. વધુમાં, બોલ તેના હાથમાંથી સરકી ગયો અને સિક્સ થઈ ગયો હતો. હાર્દિક આ ભૂલથી સ્પષ્ટપણે નિરાશ દેખાતો હતો, જોકે તેણે તાત્કાલિક પ્રતિક્રિયા આપી ન હતી.

જીત બાદ ગુસ્સે થયો હતો. 

હાર્દિકનો ખરો ગુસ્સો ત્યારે ભડકી ઉઠ્યો જ્યારે તેણે ત્રણ બોલ પછી ઉસ્માન તારિકને આઉટ કર્યો, જેનાથી પાકિસ્તાનનો દાવ 114 રન પર સમાપ્ત થઈ ગયો. જ્યારે ટીમ વિકેટની ઉજવણી કરી રહી હતી ત્યારે હાર્દિક પંડ્યા કુલદીપ યાદવ તરફ ગયો અને કેચ છોડવા બદલ તેને ઠપકો આપવા લાગ્યો હતો. વીડિયોમાં હાર્દિક ખૂબ જ આક્રમક સ્વરમાં બોલતો દેખાય છે, જ્યારે કુલદીપના ચહેરા પર નિરાશા અને ઉદાસી સ્પષ્ટ દેખાઈ રહી હતી.

સાથી ખેલાડીઓએ દરમિયાનગીરી કરવી પડી

અન્ય ખેલાડીઓએ હાર્દિકને શાંત કરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન સૂર્યકુમાર યાદવ પણ કુલદીપથી નારાજ જોવા મળ્યો હતો. આ સમગ્ર ઘટના એક વીડિયોમાં કેદ થઈ છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

ટી20 વર્લ્ડ કપ 2026માં રવિવાર, 15 ફેબ્રુઆરી 2026ના રોજ શ્રીલંકાના કોલંબો સ્થિત આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાયેલા હાઈ-વોલ્ટેજ મુકાબલામાં ભારતે પાકિસ્તાનને 61 રનથી કચડી નાખ્યું છે. આ શાનદાર વિજય સાથે જ ભારતીય ટીમે સતત ત્રણ જીત મેળવી ગ્રુપ-A (Group-A) ના પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવી સુપર-8 (Super-8) તબક્કા માટે ક્વોલિફાય કરી લીધું છે. પાકિસ્તાન સામે રનની દ્રષ્ટિએ મળેલી આ જીત ભારતની અત્યાર સુધીની સૌથી મોટી જીત છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Watch: ગર્લફ્રેન્ડ માહિકા સાથે વૈભવી કારમાં ડ્રાઇવ પર નિકળ્યો હાર્દિક, ગાડીની કિંમત PSL પ્રાઇઝ મની કરતા 3 ગણી વધારે
Watch: ગર્લફ્રેન્ડ માહિકા સાથે વૈભવી કારમાં ડ્રાઇવ પર નિકળ્યો હાર્દિક, ગાડીની કિંમત PSL પ્રાઇઝ મની કરતા 3 ગણી વધારે
IPL 2026 મા છેલ્લી વખત રમતા જોવા મળશે 4 દિગ્ગજ ખેલાડીઓ? ટુર્નામેન્ટ બાદ લઈ શકે છે નિવૃત્તિ
IPL 2026 મા છેલ્લી વખત રમતા જોવા મળશે 4 દિગ્ગજ ખેલાડીઓ? ટુર્નામેન્ટ બાદ લઈ શકે છે નિવૃત્તિ
શુભમન ગિલનો જલવો! વિરાટ-રોહિતને પછાડી જીત્યો BCCIનો સૌથી મોટો એવોર્ડ, બુમરાહ પણ રહી ગયો પાછળ
શુભમન ગિલનો જલવો! વિરાટ-રોહિતને પછાડી જીત્યો BCCIનો સૌથી મોટો એવોર્ડ, બુમરાહ પણ રહી ગયો પાછળ
Naman Awards 2026: ભારતના આ 3 દિગ્ગજ ક્રિકેટરોને મળશે લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ, BCCI કરશે સન્માન
Naman Awards 2026: ભારતના આ 3 દિગ્ગજ ક્રિકેટરોને મળશે લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ, BCCI કરશે સન્માન
Advertisement

વિડિઓઝ

LPG shortage crisis: રાજ્યમાં ગેસની અછતને જોતા છારોડી SGVP એ પૂરું પાડ્યું આગોતરા આયોજનનું ઉદાહરણ
MLA Mukesh Patel: ગેસની કાળાબજારી કરતા લોકોને ધારાસભ્ય મુકેશ પટેલની ચેતવણી
US Visa Fraud Case : USની નાગરિકતા માટે લૂંટનું નાટક રચનાર 11 ગુજરાતીની ધરપકડ
C R Patil Birthday: કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર.પાટીલના જન્મદિવસ નિમિત્તે સુરતમાં અનેક કાર્યક્રમો
Sthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈને મોટા સમાચાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે તો બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન
5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે તો બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન
ગુજરાતમાં પેટાચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ઉમરેઠ બેઠક પર 23 એપ્રિલે થશે મતદાન, 4 મેના રોજ આવશે પરિણામ
ગુજરાતમાં પેટાચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ઉમરેઠ બેઠક પર 23 એપ્રિલે થશે મતદાન, 4 મેના રોજ આવશે પરિણામ
અમેરિકાની નાગરિકતા મેળવવા માટે ફેક લૂંટ ચલાવનાર 11 ગુજરાતીની ધરપકડ, જાણો શું છે ઘટના
અમેરિકાની નાગરિકતા મેળવવા માટે ફેક લૂંટ ચલાવનાર 11 ગુજરાતીની ધરપકડ, જાણો શું છે ઘટના
મિડલ ઇસ્ટ જંગની અસર, ઇંડિગોની દુબઇ, અબુધાબી સહિતને ફ્લાઇટ રદ્દ, જાણો ડિટેલ
મિડલ ઇસ્ટ જંગની અસર, ઇંડિગોની દુબઇ, અબુધાબી સહિતને ફ્લાઇટ રદ્દ, જાણો ડિટેલ
'સીધી માથામાં ગોળી મારીશું...' હરિયાણવી ગીતના વિવાદ વચ્ચે લોરેન્સ બિશ્નોઈ ગેંગે બાદશાહને આપી જાનથી મારી નાખવાની ધમકી
'સીધી માથામાં ગોળી મારીશું...' હરિયાણવી ગીતના વિવાદ વચ્ચે લોરેન્સ બિશ્નોઈ ગેંગે બાદશાહને આપી જાનથી મારી નાખવાની ધમકી
Gujarat local body Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને કવાયત તેજ, જાણો સંભવિત તારીખ
Gujarat local body Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને કવાયત તેજ, જાણો સંભવિત તારીખ
Watch: ગર્લફ્રેન્ડ માહિકા સાથે વૈભવી કારમાં ડ્રાઇવ પર નિકળ્યો હાર્દિક, ગાડીની કિંમત PSL પ્રાઇઝ મની કરતા 3 ગણી વધારે
Watch: ગર્લફ્રેન્ડ માહિકા સાથે વૈભવી કારમાં ડ્રાઇવ પર નિકળ્યો હાર્દિક, ગાડીની કિંમત PSL પ્રાઇઝ મની કરતા 3 ગણી વધારે
Weather Forecast: રાજ્ય પર માવઠાનું સંકટ, વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે આ તારીખથી પડશે કમોસમી વરસાદ
Weather Forecast: રાજ્ય પર માવઠાનું સંકટ, વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે આ તારીખથી પડશે કમોસમી વરસાદ
Embed widget