શોધખોળ કરો

યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?

BCCI Review Meeting: આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની શરમજનક હાર બાદ બોર્ડ એક્શન મોડમાં; ટૂંક સમયમાં સમીક્ષા બેઠક યોજાશે અને એક કોચ આપી શકે છે રાજીનામું.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • આયર્લેન્ડ-ઇંગ્લેન્ડ સામે T20 સિરીઝમાં કારમી હારથી BCCI નારાજ.
  • હારના કારણો જાણવા બોર્ડ ઉચ્ચ-સ્તરીય સમીક્ષા બેઠક યોજશે.
  • કોચ ગંભીર-કેપ્ટન ઐયરને હારના સ્પષ્ટ કારણો પૂછાશે.
  • ટીમ ઇન્ડિયાના સપોર્ટ સ્ટાફનો એક કોચ રાજીનામું આપશે.

Gautam Gambhir: તાજેતરમાં આયર્લેન્ડ અને ત્યારબાદ ઇંગ્લેન્ડ સામે T20 સિરીઝમાં ટીમ ઇન્ડિયાને મળેલી કારમી હાર બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) હવે એકદમ એક્શન મોડમાં આવી ગયું છે. વિશ્વ વિજેતા ટીમનું યુકે પ્રવાસમાં આવું કંગાળ પ્રદર્શન જોઈને મુખ્ય કોચ ગૌતમ ગંભીર, કેપ્ટન શ્રેયસ ઐયર અને પસંદગીકારો પર ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. આ સ્થિતિને જોતાં BCCI એ મોટા ફેરફારોના સંકેત આપ્યા છે અને આ હારના કારણો જાણવા માટે એક હાઈ-લેવલ સમીક્ષા બેઠક બોલાવવાનો નિર્ણય લીધો છે.

સમીક્ષા બેઠકમાં થશે આકરા સવાલો

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇંગ્લેન્ડ પ્રવાસ પૂરો થતાં જ BCCI સચિવ દેવજીત સૈકિયાની હાજરીમાં આ સમીક્ષા બેઠક યોજાશે. બોર્ડના ટોચના અધિકારીઓ એ વાતથી અત્યંત નારાજ છે કે વર્લ્ડ ચેમ્પિયન ટીમે યુકેની ધરતી પર આટલી સરળતાથી શરણાગતિ કેમ સ્વીકારી લીધી. આ બેઠકમાં કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન શ્રેયસ ઐયરનો ઉધડો લેવામાં આવી શકે છે અને તેમની પાસેથી હારના સ્પષ્ટ કારણો માંગવામાં આવશે.

સપોર્ટ સ્ટાફમાંથી એક વિકેટ પડવાની શક્યતા

આ નાલેશીભર્યા પ્રદર્શન વચ્ચે એક મોટા સમાચાર એ પણ આવી રહ્યા છે કે ટીમ ઇન્ડિયાના સપોર્ટ સ્ટાફમાંથી કોઈ એક કોચ ટૂંક સમયમાં જ રાજીનામું આપી શકે છે. સૂત્રોનું માનીએ તો, આ કોચ રાષ્ટ્રીય ટીમનો સાથ છોડીને કોઈ IPL ફ્રેન્ચાઇઝી સાથે જોડાઈ શકે છે.

હાલનો સપોર્ટ સ્ટાફ:

ગૌતમ ગંભીર (મુખ્ય કોચ)

મોર્ને મોર્કેલ (બોલિંગ કોચ)

રાયન ટેન ડોઇશેટ (સહાયક કોચ)

સાઈરાજ બહુતુલે (સ્પિન કોચ)

સિતાંશુ કોટક (બેટિંગ કોચ)

ટી. દિલીપ (ફિલ્ડિંગ કોચ)

વિદેશી પ્રવાસો કોચ માટે હંમેશા રહ્યા છે જોખમી

ઇતિહાસ સાક્ષી છે કે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસો ભારતીય ટીમના સપોર્ટ સ્ટાફ માટે ક્યારેય આસાન રહ્યા નથી. અહીં મળતી હાર ઘણીવાર નોકરી પર ભારે પડે છે. અગાઉ 2019 ના ODI વર્લ્ડ કપની સેમિફાઇનલમાં મહેન્દ્ર સિંહ ધોનીને બેટિંગ ઓર્ડરમાં નીચે મોકલવાના વિવાદિત નિર્ણય બાદ તત્કાલીન બેટિંગ કોચ સંજય બાંગરને બરતરફ કરવામાં આવ્યા હતા. આ જ રીતે, 2024-25 ની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ બેટિંગ કોચ અભિષેક નાયરને પણ બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11

શું બોર્ડ ખરેખર કોઈ કડક પગલાં લેશે?

હવે ક્રિકેટ ચાહકો અને નિષ્ણાતોના મનમાં સૌથી મોટો સવાલ એ છે કે શું આ વખતે BCCI ખરેખર કોઈ નક્કર કાર્યવાહી કરશે કે પછી દર વખતની જેમ સમીક્ષા બેઠકના નામે માત્ર ઔપચારિકતા પૂરી કરીને નિષ્ફળતાઓને છુપાવી દેવામાં આવશે? આનો જવાબ તો આવનારો સમય જ આપશે.

આ પણ વાંચોઃ ચોથી T20માં સંજુ સેમસનની થશે વાપસી? જાણો કોણ થશે બહાર અને કોને મળશે ટીમમાં તક

Frequently Asked Questions

BCCI એ શા માટે ઉચ્ચ-સ્તરીય સમીક્ષા બેઠક બોલાવી છે?

આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની T20 સિરીઝમાં ટીમ ઇન્ડિયાની કારમી હાર બાદ BCCI એક્શન મોડમાં આવ્યું છે. તેઓ આ હારના કારણો જાણવા અને મોટા ફેરફારો કરવા માટે આ બેઠક યોજી રહ્યા છે.

સમીક્ષા બેઠકમાં કોના પર સવાલો ઉભા કરવામાં આવશે?

આ બેઠકમાં મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન શ્રેયસ ઐયરનો ઉધડો લેવામાં આવશે. તેમની પાસેથી યુકે પ્રવાસમાં ટીમના કંગાળ પ્રદર્શનના સ્પષ્ટ કારણો માંગવામાં આવશે.

શું ટીમ ઇન્ડિયાના સપોર્ટ સ્ટાફમાં કોઈ ફેરફારની શક્યતા છે?

હા, સૂત્રોના જણાવ્યા મુજબ, ટીમ ઇન્ડિયાના સપોર્ટ સ્ટાફમાંથી કોઈ એક કોચ ટૂંક સમયમાં રાજીનામું આપી શકે છે. તેઓ રાષ્ટ્રીય ટીમનો સાથ છોડીને કોઈ IPL ફ્રેન્ચાઇઝી સાથે જોડાઈ શકે છે.

ટીમ ઇન્ડિયાના હાલના મુખ્ય કોચ અને સપોર્ટ સ્ટાફ કોણ છે?

ગૌતમ ગંભીર મુખ્ય કોચ છે. અન્ય સપોર્ટ સ્ટાફમાં મોર્ને મોર્કેલ (બોલિંગ), રાયન ટેન ડોઇશેટ (સહાયક), સાઈરાજ બહુતુલે (સ્પિન), સિતાંશુ કોટક (બેટિંગ) અને ટી. દિલીપ (ફિલ્ડિંગ) કોચ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Embed widget