નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સીરીઝ આગામી 5મી ફેબ્રુઆરીથી શરૂ થઇ રહી છે. બન્ને ટીમોની વચ્ચે સીરીઝ શરૂ થાય તે પહેલા ભારતના પૂર્વ ક્રિકેટર અને સ્ટાર બેટ્સમેને ગૌતમ ગંભીરે ખાસ ભવિષ્યવાણી કરી છે. ગૌતમ ગંભીરે કહ્યું કે ભારત સામે ઇંગ્લેન્ડ એકપણ ટેસ્ટ મેચ નહીં જીતી શકે.


ગૌતમ ગંભીરે કહ્યું કે, ઇંગ્લેન્ડનુ સ્પિન એટેક એકદમ નબળુ છે, મને નથી લાગતુ કે આ રીતે સ્પિન આક્રમણની સાથે ભારતમાં કોઇ સીરીઝ જીતી શકો. ઉલ્લેખનીય છે કે ઇંગ્લેન્ડની ટીમમાં મોઇન અલી, ડૉમ બેસ અને જેક લીચને સ્પિનર તરીકે સામેલ કરવામાં આવ્યા છે. આમાંથી મોઇન અલી જ એકમાત્ર સ્પિનર છે જેને અનુભવ છે. જેને 60 મેચોમાં 181 વિકેટ ઝડપી છે. જ્યારે લીચે 12 મેચોમાં 44 વિકેટ અને ડૉમ બેસે માત્ર 12 ટેસ્ટ મેચો જ રમી છે, અને તેને 31 વિકેટ પોતાના નામ કરી છે.

ગૌતમ ગંભીરે કહ્યું કે, ભારતીય ટીમ 4 ટેસ્ટ મેચોની સીરીઝમાં ઇંગ્લેન્ડને 3-1થી હરાવી શકે છે. જોકે ગંભીરે એમ પણ કહ્યું કે ઇંગ્લેન્ડ ભારત સામે એકપણ મેચ જીતવામાં સફળ નહીં રહી શકે.