ટીમ ઈન્ડિયા માટે વર્ષ 2023 ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનું છે. વર્ષ 2023માં ટીમ ઇન્ડિયા ઘર આંગણે વન-ડે વર્લ્ડકપ રમશે. ભારતીય ચાહકો વર્લ્ડકપની રાહ જોઇ રહ્યા છે. ચાહકોના મનમાં આ સવાલ ઉઠી રહ્યો છે કે આ મેગા ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાનો બેટિંગ ઓર્ડર કેવો હશે. હવે આ મામલે ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરનું નિવેદન સામે આવ્યું છે.


ધવન ગંભીરની ટીમમાં સામેલ નથી


ગૌતમ ગંભીરે કહ્યું કે 2023ના વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને વનડેમાં ભારતીય ઓપનરોને લઈને કોઈ શંકા હોવી જોઈએ નહીં. ગંભીરે કહ્યું કે કેપ્ટન રોહિત શર્મા અને ઈશાન કિશને જ ઈનિંગની શરૂઆત કરવી જોઈએ. ગંભીર માને છે કે ઇશાન કિશને બાંગ્લાદેશ સામે બેવડી સદી ફટકાર્યા બાદ શુભમન ગિલ અને કેએલ રાહુલ પર ભારે પડી રહ્યો છે. શિખર ધવન આ રેસમાંથી બહાર છે.


ગંભીરે કહ્યું હતું કે મને આશ્ચર્ય થાય છે કે અમે આ અંગે ચર્ચા કરી રહ્યા છીએ કારણ કે છેલ્લી ઇનિંગ્સમાં કોઈએ બેવડી સદી ફટકારી હતી. કોઈ એવી વ્યક્તિ છે જે સારા બોલિંગ આક્રમણ સામે બેવડી સદી ફટકારી શકે છે. ઇશાન કિશને ભારત માટે મોટાભાગની ટી20 મેચ રમી છે, પરંતુ બાંગ્લાદેશ સામેની ત્રીજી વનડેમાં તેણે 126 બોલમાં બેવડી સદી ફટકારીને ખળભળાટ મચાવ્યો હતો. ગંભીરે કહ્યું કે, ચર્ચા પૂરી થઈ ગઈ છે અને ઈશાન કિશનને વધુ તક આપવી જોઈએ.


ચર્ચા હવે પૂરી થઈ ગઈ છેઃ ગંભીર


તેણે કહ્યું, 'તેણે 35મી ઓવરમાં 200 રન બનાવ્યા. તમે ઈશાન કિશન સિવાય બીજા કોઈને જોઈ શકતા નથી. તે વિકેટકીપિંગ પણ કરી શકે છે, એટલે કે તે તમારા માટે બેવડી ભૂમિકા ભજવી શકે છે.જો કોઈ અન્ય વ્યક્તિએ બેવડી સદી ફટકારી હોત તો મને લાગે છે કે અમને તે ખેલાડી પર ગર્વ થયો હોત, પરંતુ ઈશાન કિશન સાથે એવું નથી.


આ છે ગંભીરના ટોપ-6 બેટ્સમેન


ગંભીરે કહ્યું કે રોહિતે વનડે ટીમમાં કિશન સાથે ઓપનિંગ કરવું જોઇએ. તે પછી વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐય્યર અને હાર્દિક પંડ્યાનું સ્થાન હોવું જોઈએ. ગંભીરે કહ્યું, 'રોહિત અને ઈશાન કિશને બેટિંગની શરૂઆત કરવી જોઇએ. વિરાટ ત્રીજા નંબરે, સૂર્યા ચાર પર અને શ્રેયસ ઐય્યર પાંચમા નંબર પર હોવો જોઇએ.