MI vs GG WPL 2025 Today Match Report: મુંબઈ ઈન્ડિયન્સે (Mumbai Indians) ગુજરાત જાયન્ટ્સ (Gujarat Giants) ને 5 વિકેટે હરાવીને મહિલા પ્રીમિયર લીગ 2025માં પોતાની પહેલી જીત નોંધાવી હતી. મુંબઈની જીતમાં નેટ સાઇવર-બ્રન્ટે મહત્વની ભૂમિકા નિભાવી હતી જેણે 57 રન ફટકાર્યા હતા જ્યારે બોલિંગમાં પણ 2 વિકેટ ઝડપી હતી. હવે મુંબઈ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને આવી ગયું છે.
વડોદરાના કોટામ્બી સ્ટેડિયમમાં એકવાર ફરી ટોસ જીતનાર ટીમે પણ મેચ જીતી લીધી હતી. મુંબઈનો ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય યોગ્ય સાબિત થયો કારણ કે તેમના બોલરોએ ગુજરાતની અડધી ટીમને 43 રનના સ્કોર પર પેવેલિયનમાં મોકલી દીધા હતા. હરલીન દેઓલે 32 રન અને કાશવી ગૌતમે 20 રન કરીને ગુજરાતને 120 રનના સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.
મુંબઈની પહેલી જીત
121 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત ખરાબ રહી કારણ કે હેલી મેથ્યુઝ 17 રન કરીને આઉટ થઇ ગઇ હતી. યાસ્તિકા ભાટિયા પણ માત્ર 4 રન કરીને આઉટ થઈ ગઈ હતી. કેપ્ટન હરમનપ્રીત કૌરનું ખરાબ ફોર્મ ચાલુ રહ્યું કારણ કે તે ફક્ત 4 રન કરીને આઉટ થઈ ગઈ હતી. નેટ સાઇવર બ્રન્ટ એક છેડો સાચવીને ઉભી રહી હતી અને એમેલિયા કેર સાથે મળીને તેણે 45 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. કેર 19 રન કરીને આઉટ થઇ હતી. પરંતુ બ્રન્ટની 57 રનની ઇનિંગે મુંબઈની જીત લગભગ સુનિશ્ચિત કરી દીધી હતી.
WPL 2025 પોઈન્ટ ટેબલમાં ફેરફારો
આ મેચ પહેલા મુંબઈ ઇન્ડિયન્સે પોતાની એકમાત્ર મેચ હારી હતી. મુંબઈ ટેબલમાં ચોથા સ્થાને હતું, પરંતુ ગુજરાત જાયન્ટ્સને હરાવ્યા બાદ તે 2 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. ગુજરાત 3 મેચમાં ફક્ત એક જ જીત મેળવવામાં સફળ રહ્યું હોવા છતાં નેટ રન-રેટના આધારે તે હજુ પણ ટેબલમાં બીજા સ્થાને છે. હાલમાં RCB 4 પોઈન્ટ સાથે ટેબલમાં ટોચ પર છે.
Womens Premier League 2025: સ્મૃતિ મંધાનાની આક્રમક ઇનિંગ, RCBએ દિલ્હીને હરાવ્યું