GT vs RR: ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને 58 રને હરાવ્યું
IPL 2025, GT vs RR Live Score: અહીં તમને ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચનો લાઈવ સ્કોર અને મેચ સંબંધિત તમામ અપડેટ્સ મળશે.
gujarati.abplive.comLast Updated: 09 Apr 2025 11:30 PM

બ્રેકગ્રાઉન્ડ
Gujarat Titans vs Rajasthan Royals, IPL 2025: આજે IPL 2025માં 23મી મેચ રમાશે. શુભમન ગિલની ગુજરાત ટાઇટન્સ અને સંજુ સેમસનની રાજસ્થાન રોયલ્સ ટીમો વચ્ચે ટક્કર થશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર...More
Gujarat Titans vs Rajasthan Royals, IPL 2025: આજે IPL 2025માં 23મી મેચ રમાશે. શુભમન ગિલની ગુજરાત ટાઇટન્સ અને સંજુ સેમસનની રાજસ્થાન રોયલ્સ ટીમો વચ્ચે ટક્કર થશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.શુભમન ગિલની ગુજરાત ટાઇટન્સ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. ટીમે ચારમાંથી ત્રણ મેચ જીતી છે. ગુજરાતનો નેટ રન રેટ (+1.031) ઘણો સારો છે. જો આપણે રાજસ્થાનની વાત કરીએ તો તે પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને છે. ટીમે ચારમાંથી ફક્ત બે મેચ જીતી છે.નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કેવા છે IPL રેકોર્ડ્સ, કોને થયો છે વધુ ફાયદો - નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં કુલ 37 IPL મેચ રમાઈ ચૂકી છે. પહેલા બેટિંગ કરનારી ટીમ ૧૭ વખત અને પહેલા બોલિંગ કરનારી ટીમ ૨૦ વખત જીતી છે. ટોસ જીતનાર ટીમ 17 વખત જીતી છે અને હારનાર ટીમ 20 વખત જીતી છે. અહીં સૌથી વધુ સ્કોર 243 છે, જે પંજાબ કિંગ્સે ગુજરાત સામે બનાવ્યો હતો. અહીં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર શુભમન ગિલનો છે, જેણે 2013 માં મુંબઈ સામે 129 રન બનાવ્યા હતા.IPL 2025 માં, નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં 2 મેચ રમાઈ છે. બંને વખત પ્રથમ બેટિંગ કરનારી ટીમ જીતી છે. પહેલી મેચમાં પંજાબ કિંગ્સે ૧૧ રનથી જીત મેળવી હતી અને બીજી મેચમાં ગુજરાત ટાઇટન્સે ૩૬ રનથી જીત મેળવી હતી.નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પિચ રિપોર્ટ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ઉછાળો હશે, તે બેટિંગ પીચ હશે જ્યાં 200નો સ્કોર મોટી વાત નહીં હોય. આજની મેચમાં, જે કેપ્ટન ટોસ જીતે છે તેણે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લેવો જોઈએ, અહીં લક્ષ્યનો પીછો કરતી વખતે જીતવું ખૂબ મુશ્કેલ છે. પ્રથમ બેટિંગ કરનારી ટીમે લગભગ 210 રન બનાવવા જોઈએ.
ગુજરાતે રાજસ્થાનને હરાવ્યું
IPL 2025 ની 23મી મેચમાં, ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 58 રને હરાવ્યું. આ સિઝનમાં ગુજરાતનો આ ચોથો વિજય છે. આ સાથે, શુભમન ગિલની ટીમ હવે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. ગુજરાત ટાઇટન્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 217 રન બનાવ્યા. જવાબમાં રાજસ્થાનની ટીમ ફક્ત 159 રન જ બનાવી શકી. બેટિંગમાં, સાઈ સુદર્શને 82 રન બનાવીને ગુજરાત માટે કમાલ કરી. બોલિંગમાં પ્રસિદ્ધ કૃષ્ણાએ 3 વિકેટ ઝડપી હતી. રાશિદ ખાન અને સાઈ કિશોરને બે-બે સફળતા મળી.