પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાની ટૉપની વિકેટો ટપોટપ પડી ગયા બાદ બેટિંગ કરવા આવેલા હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયન બૉલરોની જબરદસ્ત ધૂલાઇ કરી, બન્ને ગુજરાતી ઓલરાઉન્ડરોએ કાંગારુ બૉલરોને મેદાન પર ચારેય બાજુ ફટકાર્યા અને ટીમના સ્કૉરને 302ના સન્માનજનક સ્કૉર સુધી પહોંચાડ્યો હતો.
ખાસ વાત છે કે હાર્દિક અને જાડેજાની જોડીએ છેલ્લી પાંચ ઓવરોમાં 76 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. હાર્દિક પંડ્યાએ 76 બૉલમાં 1 છગ્ગો અને 7 ચોગ્ગા સાથે 92 રન બનાવ્યા, જ્યારે જાડેજાએ 50 બૉલમાં 3 છગ્ગા અને 5 ચોગ્ગા સાથે 66 રનની ઇનિંગ રમી હતી.
ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયા ત્રણ વનડે મેચોની સીરીઝમાં પહેલાથી જ 2-0થી આગળ છે, અને સીરીઝ પર કબજો જમાવી ચૂકી છે. આજની મેચ ભારત માટે માત્ર જીત સાથે આબરુ બચાવવા માટેની જ છે.