શોધખોળ કરો

હાર્દિક પંડ્યાએ પુત્રને ભેટમાં આપી 4 કરોડની લક્ઝરી કાર; એક્સ-વાઈફ નતાશા અને દિકરા અગસ્ત્યની તસવીરો આવી સામે

Hardik Pandya Gift Land Rover Defender: હાર્દિક પંડ્યા 2026 ના T20 વર્લ્ડ કપમાં રમી રહ્યો છે, જ્યાં તે તેના ઓલરાઉન્ડ પ્રદર્શનથી ટીમમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે. આ દરમિયાન, તેણે તેના પુત્રને એક મોંઘી કાર ભેટમાં આપી છે.

Hardik Pandya Gift Land Rover Defender: હાર્દિક પંડ્યાએ પોતાની એક્સ-વાઈફ નતાશા સ્ટેનકોવિક અને પુત્ર અગસ્ત્ય પંડ્યાને 4 કરોડ રૂપિયાની કાર ગિફ્ટ કરી છે. આના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે 2020માં હાર્દિકે નતાશા સાથે લગ્ન કર્યા હતા. નતાશાએ પુત્ર (અગસ્ત્ય) ને જન્મ આપ્યો. જોકે 2024માં બંને અલગ થઈ ગયા, ત્યારબાદ પંડ્યા માહિકા શર્માને ડેટ કરી રહ્યો છે.

હાર્દિક પંડ્યા ટી20 વર્લ્ડ કપ 2026 માં ધૂમ મચાવી રહ્યો છે

હાર્દિક પંડ્યા અત્યારે ટી20 વર્લ્ડ કપ 2026 રમી રહ્યો છે. માહિકા શર્મા આ દરમિયાન હાર્દિકની સાથે જ છે. અહેવાલો અનુસાર, પંડ્યાએ ટીમ હોટલમાં જ માહિકાનો જન્મદિવસ પણ ઉજવ્યો હતો, જેના અનેક ફોટા અને વીડિયો સામે આવ્યા હતા. આ દરમિયાન પંડ્યાની એક્સ-વાઈફ નતાશા અને તેના પુત્ર અગસ્ત્યના કેટલાક ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા, જેમાં તેઓ એક લક્ઝરી કારની ડિલિવરી લેતા જોવા મળી રહ્યા છે.

હાર્દિકે પુત્રને 4 કરોડની કાર ગિફ્ટ કરી

ખરેખર, કાર રિસીવ કરતી વખતના ફોટા અને વીડિયોમાં પાછળ એક બેનર જોવા મળ્યું હતું, જેમાં લખ્યું છે કે 'પાપા તરફથી અગસ્ત્યને ગિફ્ટ'. હાર્દિકે પુત્રને લેન્ડ રોવર ડિફેન્ડર ભેટમાં આપી છે, જેની કિંમત અંદાજે 4 કરોડ રૂપિયા છે. હાર્દિક પંડ્યા અત્યારે માહિકા શર્માને ડેટ કરી રહ્યો છે, જેના નામના પ્રથમ અક્ષરનું તેણે તાજેતરમાં જ એક ટેટૂ પણ બનાવડાવ્યું છે. હાર્દિકે તેનો જન્મદિવસ ઉજવ્યો હતો.

હાર્દિક પંડ્યા ટી20 વર્લ્ડ કપમાં બોલ અને બેટથી મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે, તે પાવરપ્લેમાં પણ બોલિંગ કરી રહ્યો છે. તેણે નામિબિયા સામે 52 રનની શાનદાર ઇનિંગ રમી હતી, તે અત્યાર સુધી ટુર્નામેન્ટમાં 5 વિકેટ ઝડપી ચૂક્યો છે. આજે ભારતનો સુપર-8 રાઉન્ડમાં દક્ષિણ આફ્રિકા સાથે મેચ છે, જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ફાઇનલમાં ભારતની જીતનો સૌથી મોટો હીરો કોણ? કોણે ટીમ ઇન્ડિયાને બનાવી વર્લ્ડ ચેમ્પિયન?

અમદાવાદમાં ટીમ ઈન્ડિયાનું શક્તિપ્રદર્શન: કીવી ટીમને હરાવીને ગર્વથી ઊંચી કરી T20 વર્લ્ડ કપ 2026ની ટ્રોફી, જુઓ વીડિયો

T20 World Cup Winner 2026: માહિકા શર્માને કિસ, ઈશાન કિશન સાથે ગરબા, હાર્દિક પંડ્યાએ આ રીતે કરી ઉજવણી

T20 વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા પર વરસ્યા કરોડો રૂપિયા, રનર્સઅપ ન્યૂઝીલેન્ડને પણ મળ્યું કરોડોનું ઈનામ
T20 વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા પર વરસ્યા કરોડો રૂપિયા, રનર્સઅપ ન્યૂઝીલેન્ડને પણ મળ્યું કરોડોનું ઈનામ
Advertisement

વિડિઓઝ

Valsad Fishermen : યુદ્ધ વચ્ચે ખાડી દેશોમાં ફસાયા વલસાડના માછીમારો
Himatnagar Looteri Dulhan : હિંમતનગરમાંથી ઝડપાઈ લૂંટેરી દુલ્હન ગેંગ
Hun To Bolish : હું તો બોલીશ : તમાકુનું વેચાણ બંધ કરાવવાની જવાબદારી શિક્ષકોની?
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી બહેનોનું દર્દ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારીની બદલી પર રાજનીતિ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટી-20 વર્લ્ડ કપ 2026: ટીમ ઇન્ડિયાની ઐતિહાસિક જીત, ન્યૂઝીલેન્ડને 96 રનથી કચડ્યું

‘ચેમ્પિયન્સ!’ T20 વર્લ્ડ કપમાં ઐતિહાસિક વિજય બદલ PM મોદીએ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા
‘ચેમ્પિયન્સ!’ T20 વર્લ્ડ કપમાં ઐતિહાસિક વિજય બદલ PM મોદીએ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા
અમદાવાદમાં ટીમ ઈન્ડિયાનું શક્તિપ્રદર્શન: કીવી ટીમને હરાવીને ગર્વથી ઊંચી કરી T20 વર્લ્ડ કપ 2026ની ટ્રોફી, જુઓ વીડિયો
અમદાવાદમાં ટીમ ઈન્ડિયાનું શક્તિપ્રદર્શન: કીવી ટીમને હરાવીને ગર્વથી ઊંચી કરી T20 વર્લ્ડ કપ 2026ની ટ્રોફી, જુઓ વીડિયો
ફાઇનલમાં ભારતની જીતનો સૌથી મોટો હીરો કોણ? કોણે ટીમ ઇન્ડિયાને બનાવી વર્લ્ડ ચેમ્પિયન?
ફાઇનલમાં ભારતની જીતનો સૌથી મોટો હીરો કોણ? કોણે ટીમ ઇન્ડિયાને બનાવી વર્લ્ડ ચેમ્પિયન?
T20 વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા પર વરસ્યા કરોડો રૂપિયા, રનર્સઅપ ન્યૂઝીલેન્ડને પણ મળ્યું કરોડોનું ઈનામ
T20 વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા પર વરસ્યા કરોડો રૂપિયા, રનર્સઅપ ન્યૂઝીલેન્ડને પણ મળ્યું કરોડોનું ઈનામ
ટી 20 વર્લ્ડ કપ ફાઇનલ: ભારતની ભવ્ય જીત, આ 5 ખેલાડીઓએ ન્યૂઝીલેન્ડનો કચ્ચરઘાણ કાઢ્યો

અભિષેક શર્માએ ઇતિહાસ રચ્યો, ફાઇનલમાં 3 મોટા રેકોર્ડ તોડીને સૌથી ઝડપી અડધી સદી ફટકારી

સંજુ સેમસને રચ્યો ઇતિહાસ: ફાઇનલમાં 89 રન ફટકારી વિરાટ કોહલીના મહાન રેકોર્ડની કરી બરાબરી

Embed widget