ભારતે ICC T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કર્યું, જેમાં ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવ્યું હતું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં ટીમ ઇન્ડિયાએ પહેલા બેટિંગ કરી અને મોટો સ્કોર બનાવ્યો હતો. બાદમાં બોલરોએ શાનદાર પ્રદર્શન કરીને કિવી ટીમને હાર આપી હતી. આ જીત સાથે ભારત ત્રીજી વખત T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યું હતું. પહેલા રમતા ભારતે 20 ઓવરમાં પાંચ વિકેટના નુકસાન 255નો વિશાળ સ્કોર બનાવ્યો. 

Continues below advertisement
Continues below advertisement

256 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરતા ન્યૂઝીલેન્ડ ભારતીય બોલિંગ સામે ટકી શક્યું નહીં અને 19 ઓવરમાં ફક્ત 159 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારતે 96 રનના મોટા માર્જિનથી મેચ જીતી લીધી. આ મેચમાં ટીમ ઇન્ડિયા ચેમ્પિયન બનતાની સાથે જ ક્રિકેટરોના પરિવારો અને પરિવારના સભ્યો મેદાનમાં આવી ગયા. હાર્દિક પંડ્યા અને મહિકા શર્માએ સૌથી વધુ ધ્યાન ખેંચ્યું.  હાર્દિકે તેની ગર્લફ્રેન્ડને પ્રેમથી કિસ કરી હતી. આ દરમિયાન ટીવી પ્રેઝન્ટર જતીન સપ્રુ પણ હાર્દિક સાથે હતા.

બીજા એક વીડિયોમાં હાર્દિક ઇશાન કિશન સાથે ગરબા કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન તેની ગર્લફ્રેન્ડ મહિકા પણ હાર્દિક સાથે જોવા મળી હતી.

ટી20 વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યાનું પ્રદર્શન કેવું રહ્યું?

હાર્દિકની વાત કરીએ તો તેણે ટી20 વર્લ્ડ કપ ફાઇનલમાં 4 ઓવરમાં 36 રન આપીને 1 વિકેટ લીધી હતી અને 13 બોલમાં 18 રન બનાવ્યા હતા. 32 વર્ષીય પંડ્યાએ ટી20 વર્લ્ડ કપની નવ મેચોમાં 27.12 ની સરેરાશ અને 160.74 ના સ્ટ્રાઇક રેટથી 217 રન બનાવ્યા હતા. તેણે તે નવ મેચોમાં 32.33 ની સરેરાશ અને 8.81ના ઇકોનોમી રેટથી નવ વિકેટ પણ લીધી હતી. 

ટાઇટલ મેચ પછી વિજેતા ભારત અને રનર્સ અપ ન્યૂઝીલેન્ડ પર ઇનામોનો વરસાદ કરવામાં આવ્યો હતો. T20 વર્લ્ડ કપ 2026 જીતનાર ભારતીય ટીમને 3 મિલિયન ડોલર (આશરે ₹27.50 કરોડ) મળ્યા, જ્યારે રનર્સ અપ ટીમને 1.6 મિલિયન ડોલર (આશરે ₹14.67 કરોડ) મળ્યા હતા.