Watch: ગર્લફ્રેન્ડ માહિકા સાથે વૈભવી કારમાં ડ્રાઇવ પર નિકળ્યો હાર્દિક, ગાડીની કિંમત PSL પ્રાઇઝ મની કરતા 3 ગણી વધારે
Hardik Pandya Ferrari 12Cilindri: સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં હાર્દિક પંડ્યા તેની ગર્લફ્રેન્ડ મહિકા સાથે મોંઘી કારમાં જોવા મળી રહ્યો છે.

Hardik Pandya Ferrari 12Cilindri: T20 વર્લ્ડ કપ 2026નું ટાઇટલ જીત્યા બાદથી જ હાર્દિક પંડ્યા ચર્ચાનો વિષય બન્યો છે. હાર્દિક એવા ખેલાડીઓમાં સામેલ છે જેણે 2024 અને 2026માં સતત બે વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો. હાર્દિક આજકાલ ગર્લફ્રેન્ડ માહિકા શર્માને લઈને પણ ચર્ચામાં રહ્યો છે. હવે તેને ગર્લફ્રેન્ડ સાથે એટલી મોંઘી કારમાં ફરતા જોવામાં આવ્યો છે, જેની કિંમત પાકિસ્તાન સુપર લીગ (PSL) ની પ્રાઈઝ મની કરતા 3 ગણી વધારે છે. વાસ્તવમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં હાર્દિક તેની ગર્લફ્રેન્ડ માહિકા સાથે 'ફરારી 12 સિલિન્ડ્રી' (Ferrari 12 Cilindri) કારમાં જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે હાર્દિક કાર ચલાવી રહ્યો છે અને માહિકા તેની બાજુની સીટ પર બેઠેલી છે.
શું હાર્દિકે આ કાર ખરીદી લીધી છે?
મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હાર્દિકે ફરારીની આ કાર ખરીદી લીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે T20 વર્લ્ડ કપનું ટાઇટલ જીત્યા બાદ પોતાને આ ભેટ આપી છે. જો કે, હજુ સુધી હાર્દિક દ્વારા કાર ખરીદવાની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
Hardik Pandya’s new Ferrari 12Cilindri worth 12cr. pic.twitter.com/QovLNVB8kY
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 15, 2026
કારની કિંમત PSL પ્રાઈઝ મની કરતા 3 ગણી વધારે
તમને જણાવી દઈએ કે ભારતમાં 'ફરારી 12 સિલિન્ડ્રી' કારની કિંમત અંદાજે 12 કરોડ રૂપિયા છે. આ રકમ પાકિસ્તાન સુપર લીગ એટલે કે PSLમાં મળતી પ્રાઈઝ મની કરતા લગભગ 3 ગણી વધારે છે. 2025માં પાકિસ્તાન સુપર લીગનો ખિતાબ જીતનાર લાહોર કલંદર્સને પ્રાઈઝ મની તરીકે લગભગ 4.2 કરોડ ભારતીય રૂપિયા મળ્યા હતા. આ રીતે હાર્દિકની કારની કિંમત PSL કરતા લગભગ 3 ગણી વધારે છે.
ટુર્નામેન્ટમાં હાર્દિકનું પ્રદર્શન
નોંધનીય છે કે T20 વર્લ્ડ કપમાં હાર્દિક તરફથી ઓલરાઉન્ડ પ્રદર્શન જોવા મળ્યું હતું. તેણે ટુર્નામેન્ટમાં બેટિંગ કરતા 9 ઇનિંગ્સમાં 27.12ની સરેરાશ અને 160.74ના સ્ટ્રાઈક રેટથી 217 રન બનાવ્યા હતા, જેમાં એક અડધી સદીનો સમાવેશ થાય છે. જ્યારે બોલિંગમાં હાર્દિકે 9 મેચની 9 ઇનિંગ્સમાં 9 વિકેટ ઝડપી હતી. આ રીતે હાર્દિકે બોલ અને બેટ બંને વડે મહત્વનું યોગદાન આપ્યું હતું.



















