Hardik Pandya Trade 2027: હાર્દિક પંડ્યા પાસે મુંબઈ ઈન્ડિયન્સને ઘણી આશાઓ હતી, એટલે જ તો ફ્રેન્ચાઇઝીએ રોહિત શર્માને હટાવીને આ ઓલરાઉન્ડરને કેપ્ટન બનાવ્યો હતો. રોહિતની કેપ્ટનશીપમાં MI એ 5 ટ્રોફી જીતી હતી, પરંતુ અચાનક તેને હટાવીને હાર્દિકને કમાન સોંપવામાં આવી. તેની કેપ્ટનશીપમાં ટીમ સારું પ્રદર્શન કરી શકી નહીં અને 3 માંથી 2 સિઝનમાં ટીમ પ્લેઓફમાં પણ પહોંચી શકી નહોતી. એવા અહેવાલો સામે આવ્યા હતા કે આગામી સિઝન માટે થનારા ઓક્શન પહેલા હાર્દિક ટ્રેડ દ્વારા MI નો સાથ છોડી શકે છે. કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરાયો હતો કે તે CSK માં જઈ શકે છે જ્યારે KKR અને DC પણ તેને લેવા માંગે છે. હવે આ મામલે પહેલીવાર MI તરફથી નિવેદન સામે આવ્યું છે.

Continues below advertisement

 

Continues below advertisement

સ્પોર્ટસ્ટારના રિપોર્ટ અનુસાર, મુંબઈ ઈન્ડિયન્સના પ્રવક્તાએ જણાવ્યું છે કે ખેલાડીઓની ટ્રેડિંગને લઈને તેમની કોઈ પણ ફ્રેન્ચાઇઝી સાથે વાતચીત ચાલી રહી નથી. તેમણે કહ્યું કે, "હાલમાં ગત સિઝન બાદનો રિવ્યુ (સમીક્ષા) ચાલી રહ્યો છે. જ્યારે અમારો રિવ્યુ પૂરો થશે, ત્યાર બાદ જ ટ્રેડ શક્ય બનશે. હાલ કોઈ પણ નિર્ણય લેવામાં સમય લાગશે, કારણ કે વિકલ્પો પર ચર્ચા થઈ રહી છે."

આ પણ વાંચો...Commonwealth Games 2026 :એક જ દિવસમાં 16 મેડલ જીતી ભારતે રચ્યો ઇતિહાસ, બોક્સિંગમાં મેળવ્યાં 7 ગોલ્ડ

હાર્દિક પંડ્યાએ 2024 થી મુંબઈ ઈન્ડિયન્સની કમાન સંભાળી હતી. આ પહેલા તેની કેપ્ટનશીપમાં 2022 માં ગુજરાત ટાઇટન્સે ટાઇટલ જીત્યું હતું. 2023 માં પણ GT ફાઇનલ સુધી પહોંચી હતી, જે બાદ તે પરત MI માં આવી ગયો જ્યાંથી તેણે પોતાની IPL કરિયરની શરૂઆત કરી હતી. રોહિતને હટાવીને તેને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, જેની તે સમયે ઘણી ટીકા પણ થઈ હતી.

મુંબઈ ઈન્ડિયન્સે 2020 પછી કોઈ ટાઇટલ જીત્યું નથી, આ પહેલા રોહિતની કેપ્ટનશીપમાં ટીમ 5 વાર ચેમ્પિયન બની ચૂકી છે. જો હાર્દિક બીજી ટીમમાં જાય પણ તો રોહિતને ફરીથી કપ્તાની સોંપવામાં આવે તે મુશ્કેલ છે. નવા કેપ્ટન તરીકે તિલક વર્માનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. નોંધનિય છે કે મુંબઈના કેપ્ટન બન્યા બાદ હાર્દિકનું પ્રદર્શન પણ ખાસ રહ્યું નથી. તેથી તેને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.