Hardik Pandya Injury: ભારતીય ટીમ મેનેજમેન્ટ અને ચાહકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વર્લ્ડ કપની ઘણી મેચોમાં રમી શકશે નહીં. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શ્રીલંકા સિવાય તે દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડ સામેની મેચ ગુમાવી શકે છે. હાર્દિક પંડ્યા બાંગ્લાદેશ સામે ઈજાગ્રસ્ત થયો હતો. જે બાદ આ ઓલરાઉન્ડરને ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ સામે બહાર બેસવું પડ્યું હતું.


હાર્દિક પંડ્યા આ મેચોમાં નહીં રમી શકશે...


ગુરુવારે ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ રમાશે. આ પછી ટીમ ઈન્ડિયા 5 નવેમ્બરે દક્ષિણ આફ્રિકાના પડકારનો સામનો કરશે. બંને ટીમો વચ્ચેની મેચ ઈડન ગાર્ડન્સમાં રમશે. ભારતીય ટીમ તેની છેલ્લી લીગ મેચ નેધરલેન્ડ સામે રમશે. ભારત અને નેધરલેન્ડ વચ્ચે 12 નવેમ્બરે મેચ રમાશે. ભારત અને નેધરલેન્ડ વચ્ચેની મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાવાની છે. પરંતુ હાર્દિક પંડ્યા આ ત્રણ મેચમાં ભારતીય ટીમનો ભાગ નહીં હોય.


કેટલી ગંભીર છે હાર્દિક પંડ્યાની ઈજા...


જોકે, હાર્દિક પંડ્યા નોકઆઉટ મેચ સુધી ફિટ થશે તેવું માનવામાં આવી રહ્યું છે. હાર્દિક પંડ્યા નોકઆઉટ મેચો માટે ઉપલબ્ધ રહેશે. જો કે ભારતીય ટીમ મેનેજમેન્ટ અને ચાહકો માટે આ સારા સમાચાર છે. બીસીસીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર, હાર્દિક પંડ્યાની ઈજા બહુ ગંભીર નથી. હાર્દિક પંડ્યા ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે, તે ટૂંક સમયમાં ટીમમાં પરત ફરશે. વાસ્તવમાં, હાર્દિક પંડ્યા નેધરલેન્ડ સામેની મેચ સુધીમાં ફિટ થઈ જશે, પરંતુ કદાચ તે માત્ર સેમીફાઈનલમાં જ દેખાશે.


દક્ષિણ આફ્રિકાની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી 


ન્યુઝીલેન્ડને હરાવ્યા બાદ દક્ષિણ આફ્રિકાની ટીમ ફરી એકવાર વિશ્વ કપ 2023મા પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. જેના કારણેે  રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને સરકી ગઈ છે. હવે દક્ષિણ આફ્રિકાના 7 મેચમાં 12 પોઈન્ટ છે. દક્ષિણ આફ્રિકાની ટીમે 6 મેચ જીતી છે, જ્યારે એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમના 6 મેચમાં 12 પોઈન્ટ છે. ભારતીય ટીમે તેની તમામ મેચ જીતી છે. આ રીતે ભારત અને દક્ષિણ આફ્રિકાના 12-12 પોઈન્ટ સમાન છે, પરંતુ સારા નેટ રન રેટના કારણે દક્ષિણ આફ્રિકાની ટીમ ટોપ પર છે.