Indian bowler 3+ wickets in all formats: હર્ષિત રાણાએ ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં પોતાનું નામ અમર કરી દીધું છે. તે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ડેબ્યૂ મેચમાં ત્રણ કે તેથી વધુ વિકેટ લેનારો પ્રથમ ભારતીય બોલર બન્યો છે. આ સિદ્ધિ મેળવીને તેણે એક એવું કારનામું કર્યું છે જે આજ સુધી કોઈ ભારતીય ખેલાડી કરી શક્યો નથી.


23 વર્ષીય ફાસ્ટ બોલર હર્ષિત રાણાએ પર્થમાં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને 48 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. ત્યારબાદ, તેણે ઈંગ્લેન્ડ સામે તાજેતરમાં સમાપ્ત થયેલ પાંચ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં તેની પ્રથમ T20 મેચ રમી હતી. પુણેમાં તેણે તેની પહેલી જ T20 મેચમાં 33 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. હવે તેની શાર્પ બોલિંગ વનડેમાં પણ જોવા મળી રહી છે. નાગપુરમાં વનડેમાં પદાર્પણ કરતી વખતે તે ત્રણ સફળતા હાંસલ કરવામાં સફળ રહ્યો છે.


જે બેટ્સમેનો ડેબ્યૂ મેચમાં જ હર્ષિતનો શિકાર બન્યા


ઈંગ્લેન્ડનો ઓપનિંગ બેટ્સમેન બેન ડકેટ (32) ડેબ્યૂ વનડે મેચમાં હર્ષિત રાણાનો પ્રથમ શિકાર બન્યો હતો.


હર્ષિત રાણાએ હેરી બ્રુક (0)ને રાહુલના હાથે કેચ આઉટ કરીને પેવેલિયન જવાની ફરજ પાડી હતી.


મેચ દરમિયાન તેનો ત્રીજો શિકાર ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટોન (05) હતો.






રાણાએ પોતાની ડેબ્યૂ મેચમાં 53 રન આપ્યા હતા. હર્ષિત રાણાએ પોતાની ODI ડેબ્યૂ મેચમાં સારી બોલિંગ કરતા ત્રણ વિકેટ ઝડપી હતી. પરંતુ તે મેચ દરમિયાન ઘણો મોંઘો પણ સાબિત થયો હતો. તેણે ટીમ માટે કુલ સાત ઓવર ફેંકી. દરમિયાન, 7.57ની ઇકોનોમીમાં 53 રન ખર્ચવામાં આવ્યા હતા, જે ખૂબ વધારે છે.


હર્ષિત રાણાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની વાત કરીએ તો અત્યાર સુધી તે ભારત માટે બે ટેસ્ટ, એક ODI અને એક T20 મેચ રમવામાં સફળ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન તેને ટેસ્ટની ત્રણ ઇનિંગમાં ચાર, વનડેની એક ઇનિંગમાં ત્રણ અને T20ની એક ઇનિંગમાં ત્રણ સફળતા મળી છે.


આ પણ વાંચો...


સૂર્યકુમાર યાદવે હદ વટાવી દીધી..., ખરાબ બેટિંગથી તોડ્યો પોતાનો જ રેકોર્ડ