Dhanashree Verma Alimony Amount: છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ ચર્ચામાં છે. જો કે, તેમની આ ચર્ચા ક્રિકેટમાં તેના પ્રદર્શનને લઈ નહીં, પરંત તેના અંગત જીવન વિશે છે. ખરેખર, યૂઝવેંદ્ર ચહલે તેની પત્ની અભિનેત્રી ધનાશ્રી વર્મા સાથે છૂટાછેડા લીધા છે. બંનેના છૂટાછેડાના અહેવાલો ઘણા સમયથી બહાર આવ્યા હતા. પાછલા દિવસે તે બંનેના છૂટાછેડાની પુષ્ટિ થઈ હતી. હવે એલિમની રકમ પર એક નવો વિવાદ સામે આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચહલે એલિમની રકમમાં ધનશ્રી વર્માને  60 કરોડ રૂપિયા આપ્યા છે. અહીં જાણો આ સમાચારમાં  કેટલું સત્ય છે. 

Continues below advertisement


ક્રિકેટર્સ યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા થઈ ગયા છે. બંને છેલ્લા દોઢ વર્ષથી અલગ રહેતા હતા. તેઓ બંનેએ સોશિયલ મીડિયા પર પણ એકબીજાને અનફોલો કર્યા હતા. ગુરુવાર, 20 ફેબ્રુઆરીએ, બંનેના છૂટાછેડાની છેલ્લી સુનાવણી બાંદ્રાની ફેમિલી કોર્ટમાં યોજાઇ હતી. આ સમય દરમિયાન બંને ત્યાં હાજર હતા. આ પછી જ સમાચાર આવ્યા કે ચહલે ધનશ્રીને એલિમનીના રુપમા  60 કરોડ રૂપિયા આપ્યા છે. જો કે, આ સત્ય નથી.










ધનશ્રીના વકીલે એલિમનીની રકમને ખોટી ગણાવી છે. 'બોમ્બે ટાઇમ્સ' સાથેની વાતચીતમાં ધનશ્રીના વકીલે કહ્યું કે 60 કરોડ રૂપિયા એલિમનીની રકમના સમાચાર ખોટા છે. મીડિયામાં ખોટા અહેવાલો આપવામાં આવી રહ્યા છે. તેમણે પહેલા ફેક્ટ ચેક કરવું જોઈતુ હતું. તેમણે કહ્યું, "આ મામલો હજી કોર્ટમાં છે. મીડિયાએ પ્રથમ ફેક્ટ ચેક કરી લેવુ જોઈએ. "
જણાવી દઈએ કે જ્યારથી 60 કરોડની એલિમની રકમના સમાચાર સામે આવ્યા છે, ત્યારબાદથી ધનશ્રીને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે. લોકો તેને મતલબી અને તકસાધુ કહી રહ્યા છે.   ઘણા ચાહકો તેને લાલચી કહી રહ્યા છે. જો કે, તેના વકીલે આ સમાચારને પાયાવિહોણા અને ખોટા ગણાવ્યા છે.