India vs Bangladesh Head to Head: ભારતીય ટીમ અત્યારે બાંગ્લાદેશના પ્રવાસે છે, અને અહીં હાલમાં ત્રણ મેચોની વનડે સીરીઝ રમી રહી છે, રોહિત શર્મા આ ટીમની આગેવાની કરી રહ્યો છે, જોકે, પ્રથમ મેચ શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં ભારતીય ટીમને યજમાન ટીમ દ્વારા રોમાંચક મેચમાં 1 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો છે, જોકે, આ મેચને છોડી દેવામાં આવે તો ઓવરઓલ ટીમ ઇન્ડિયાનું બાંગ્લાદેશ સામે વનડેમાં પલડુ ભારે રહ્યું છે. જાણો વનડેમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે શું છે હેડ ટૂ હેડ રેકોર્ડ્સ..... 


ભારત અને બાંગ્લાદેશની ટીમ અત્યારે ત્રણ મેચોની વનડે સીરીઝ રમી રહી છે. બન્ને વચ્ચે આજે શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમા સીરીઝની બીજી વનડે રમાશે, આ સીરીઝ પહેલા છેલ્લી વનડેમા સીરીઝમાં બાંગ્લાદેશે ભારતને હરાવ્યુ હતુ. આવામાં આજે તમને બતાવી રહ્યાં છે કે વનડેમાં ભારત કે બાંગ્લાદેશ કોણ કોના પર ભારે પડી રહ્યું છે.


ભારત અને બાંગ્લાદેશના હેડ ટૂ હેડ રેકોર્ડ - 
ભારત અને બાંગ્લાદેશની વચ્ચે અત્યાર સુધી કુલ 36 વનડે મેચો રમાઇ છે, આમાં ટીમ ઇન્ડિયાએ આ 35 વનડે મેચોમાં 30 મેચો પોતાના નામે કરી છે. વળી, બાંગ્લાદેશ માત્ર 6 વનડે મેચ ભારત સામે જીત્યુ છે, આવામાં આંકડાઓ ધ્યાનમાં રાખીએ તો ભારતનુ પલડુ ભારે લાગી રહ્યું છે. 


જોકે, ભારતે 4 વર્ષ પહેલા વનડે સીરીઝ માટે બાંગ્લાદેશ ગઇ હતી, તે સીરીઝમાં ટીમ ઇન્ડિયાને બાંગ્લાદેશે 1-2થી માત આપી હતી. આવામાં બાંગ્લાદેશની ટીમ ગઇ વનડે સીરીઝની જેમ આ વખતે પણ ભારતને હરાવીને ચોંકાવી શકે છે. વળી, ભારતીય ટીમ પોતાની ગઇ સીરીઝની હારને ભૂલીને બદલો લેવા ઉતરશે.


શેર-એ-બાંગ્લામાં ટીમ ઇન્ડિયાનો રેકોર્ડ - 
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય ટીમે અત્યાર સુધી કુલ 20 ઇન્ટરનેશનલ મેચો રમી છે. આ મેચમાં ભારતને 4 વાર યજમાન બાંગ્લાદેશની ટીમના હાથે હાર ઝીલવી પડી છે. જ્યારે ટીમ ઇન્ડિયાને અહીં 8 મેચોમાં જીત મળી છે. બાંગ્લાદેશ ઉપરાંત આ શેર-એ-બાંગ્લા મેદાન પર ભારતે 2-2 વાર પાકિસ્તાન અને શ્રીલંકા અને 1 વાર અફઘાનિસ્તાને હરાવ્યુ છે. ઉલ્લેખનીય છે કે, કુલ મળીને ટીમ ઇન્ડિયાએ શેર-એ-બાંગ્લા મેદાન પર 13 મેચોમાં જીત હાંસલ કરી છે, જ્યારે 6 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે.