Virat Kohli Record: ગઇકાલે ભારતીયી ટીમ ફરી એકવાર ઇતિહાસ રચતા આઇસીસી ટી20 વર્લ્ડકપ 2023ની ટ્રૉફી પોતાના નામે કરી લીધી છે. રોમાંચક ભરેલી ફાઇનલ મેચમાં 7 રનથી ભારતે દક્ષિણ આફ્રિકાને માત આપી. આ સાથે જ કેપ્ટન રોહિત શર્માની સાથે સાથે વિરાટ કોહલીના નામે પણ એક મોટી સિદ્ધિ નોંધાઇ છે. ખરેખરમાં વિરાટ કોહલી એકમાત્ર એવો ભારતીય ખેલાડી બની ગયો છે જેને તમામ ફૉર્મેટમાં આઇસીસી ટ્રૉફીની ફાઇનલ રમી છે.
ભારતીય ટીમ પહેલા ODI વર્લ્ડકપ (2011), ચેમ્પિયન્સ ટ્રૉફી (2013) અને U19 વર્લ્ડકપ (2008) જીતી ચૂકી છે. કોહલીએ ગઇકાલની T20 વર્લ્ડકપ 2024ની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે મેચ-વિનિંગ ફિફ્ટી ફટકારી, કોહલીની 59 બોલના 76 રનની ઇનિંગથી ભારતને 176 રનનો મોટો સ્કોર મળ્યો હતો, જેનો રોહિત શર્માના ખેલાડીએ સફળતાપૂર્વક બચાવ કર્યો હતો. ખરેખરમાં આ સાથે જ વિરાટ કોહલી ચારવાર આઇસીસી ચેમ્પિયન્સ ટ્રૉફીની ફાઇનલ મેચ રમનારો એકમાત્ર ભારતીય ખેલાડી બની ગયો છે, આ કારનામું ખુદ કેપ્ટન કૂલ મહેન્દ્રસિંહ ધોની પણ કરી શક્યો નથી. જાણો...
કેપ્ટન કુલ ધોની ત્રણેય ફોર્મેટમાં - ICC વ્હાઇટ-બૉલ ટ્રોફી (ODI વર્લ્ડકપ, T20 વર્લ્ડકપ અને ચેમ્પિયન્સ ટ્રોફી) જીતનાર ખેલાડી છે, પરંતુ તે U19 વર્લ્ડકપનો ખિતાબ જીતી શક્યો નથી. વિરાટ કોહલી આ સિદ્ધિ હાંસલ કરી શક્યો છે, આ કડીમાં યુવરાજ સિંહ પણ છે પરંતુ તેની સિદ્ધિ થોડી અલગ છે. યુવરાજે 2002માં ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી (ભારત શ્રીલંકા સાથે સંયુક્ત રીતે વિજેતા હતું) જ્યારે 2000માં U19 વર્લ્ડકપ, 2007માં T20 વર્લ્ડકપ અને 2011માં ODI વર્લ્ડકપ પણ જીત્યો હતો. જ્યારે વિરાટના કિસ્સામાં ચારેય ટાઇટલ જીત્યા હતા.
વિરાટ બન્યો ચાર આઇસીસી વ્હાઇટ બૉલ ફાઇનલમાં જીતનારો એકમાત્ર ખેલાડી
- 2008 અંડર-19 વર્લ્ડકપ
- 2011 વનડે વર્લ્ડકપ
- 2013 ચેમ્પિયન્સ ટ્રૉફી
- 2024 ટી20 વર્લ્ડકપ
ખાસ વાત છે કે, વિરાટના કલેક્શનમાંથી એકમાત્ર ટ્રોફી ખૂટે છે તે ટેસ્ટ ચેમ્પિયનશિપ છે. કોહલી તેની કારકિર્દીમાં બે ICC ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલનો હિસ્સો રહ્યો છે, પરંતુ બંને પ્રસંગોએ ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. હવે આ વખતે ટીમ ઈન્ડિયા આ WTC ટાઈટલ જીતીને ક્રિકેટને પોતાની ઇચ્છાને પૂર્ણ કરવાની આશા રાખશે.