ICC Best Men's ODI Team: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) 24 જાન્યુઆરીએ પુરૂષોની સર્વશ્રેષ્ઠ ODI ટીમની જાહેરાત કરશે. આ વખતે તે જોવાનું રસપ્રદ રહેશે કે કેટલા ફુલ મેમ્બર  અને કેટલા એસોસિએટ દેશોના ખેલાડીઓને સ્થાન મળશે. ગયા વર્ષે T20 વર્લ્ડ કપને કારણે ફુલ મેમ્બર્સે વધુ ODI ક્રિકેટ રમી ન હતી, જેના કારણે એક દિવસીય ક્રિકેટમાં એસોસિયેટ દેશોના ખેલાડીઓની બોલબાલા રહી. 



વર્ષ 2022ની પુરૂષોની સર્વશ્રેષ્ઠ ODI ટીમમાં એસોસિએટ્સ દેશના ખેલાડીઓને સ્થાન મળવાનું નિશ્ચિત છે. આ સાથે જ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ અને ભારતના શુભમન ગિલને પણ ટીમમાં જગ્યા મળી શકે છે. આવો, અમે તમને તે 11 સંભવિત ખેલાડીઓ વિશે જણાવીએ, જેઓ ICCની મેન્સ ODI ટીમ ઓફ ધ યરમાં સ્થાન મેળવી શકે છે. આ વખતે તે જોવાનું રસપ્રદ રહેશે કે કેટલા ફુલ મેમ્બર  અને કેટલા એસોસિએટ દેશોના ખેલાડીઓને સ્થાન મળશે. 


શ્રેષ્ઠ ODI ટીમ કેવી રીતે પસંદ કરવામાં આવે છે ?


ICC વર્ષની શ્રેષ્ઠ ટીમ પસંદ કરવા માટે તમામ ODI ખેલાડીઓ પર નજર રાખે છે. બોલર, બેટ્સમેન, ઓલરાઉન્ડર અથવા વિકેટ કીપર બેટ્સમેન તરીકે આખું વર્ષ સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓ. ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા આવા ખેલાડીઓને વર્ષની શ્રેષ્ઠ ODI ટીમમાં સ્થાન આપે છે. વર્ષ 2022ની વાત કરીએ તો બોલિંગ હોય કે બેટિંગ, સહયોગી દેશોના ક્રિકેટરોનો દબદબો છે.


ICC સંભવિત પુરૂષોની ODI ટીમ ઓફ ધ યર 2022


ગેરહાર્ડ ઈરાસ્મસ (નામિબીઆ), શ્રેયસ ઐયર (ભારત), શુભમન ગિલ (ભારત), શાઈ હોપ (વેસ્ટ ઈન્ડિઝ), બાબર આઝમ (કેપ્ટન, પાકિસ્તાન), ટોમ લાથમ  (wk ન્યુઝીલેન્ડ), હરિસ રૌફ (પાકિસ્તાન), મોહમ્મદ સિરાજ (ભારત), એડમ ઝમ્પા (ઓસ્ટ્રેલિયા), બોલ્ટ (ન્યુઝીલેન્ડ) અને સિકંદર રઝા (ઝિમ્બાબ્વે).


આઈસીસીના એસોસિએટ્સ મેમ્બર નામીબિયાના ગેરહાર્ડ ઈરામસ્મસે ગત વર્ષે પોતાના પ્રર્દશથી ખૂબ જ પ્રભાવિત કર્યા. તેણે 21 મેચોની 20 ઈનિંગમાં સૌથી વધુ 956 રન બનાવ્યા. આ સિવાય પાકિસ્તાનના બાબર આઝમ અને ભારતના શ્રેયસ અય્યર, શુભમન ગિલે પણ બેટિંગમાં પ્રભાવિત કર્યા. બોલિંગમાં મોહમ્મદ સિરાઝ, બોલ્ટ અને હારિસ રઉફ પોતાની છાપ છોડવામાં સફળ રહ્યા. ઓલરાઉન્ડર્સની કેટેગરીમાં સિકંદર રઝાએ શાનદાર પ્રદર્શન કર્યું.  


ટીમ ઈન્ડિયા તરફથી શુભમન ગિલ અને શ્રેયર અય્યરે ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું છે. મોહમ્મદ સિરાજ પર બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ ખેલાડીઓને શ્રેષ્ઠ વનડે ટીમમાં સ્થાન મળી શકે છે.