ICC ODI Rankings: ICC એ ફરી એકવાર પોતાનું રેન્કિંગ જાહેર કર્યું છે. આ વખતે ODI રેન્કિંગ ખૂબ જ રસપ્રદ લાગે છે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પોતાનું નંબર વન સ્થાન જાળવી રાખ્યું છે, તો વિરાટ કોહલીએ પણ એક પણ મેચ રમ્યા વિના થોડો ફાયદો મેળવ્યો છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન બાબર આઝમને મોટો ઝટકો લાગ્યો છે. બાબાર આઝમ આ વખતે બે સ્થાન નીચે આવી ગયો છે.
ICC રેન્કિંગમાં નંબર વન ODI બેટ્સમેન રોહિત શર્મા
મેચ સતત રમાઈ રહી છે અને ICC રેન્કિંગમાં પણ દર અઠવાડિયે ફેરફાર થઈ રહ્યા છે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્મા 781 રેટિંગ સાથે નંબર વન પર યથાવત છે. હાલમાં તેને કોઈ ખતરો નથી લાગતો. અફઘાનિસ્તાનનો ઇબ્રાહિમ ઝદરાન 764 રેટિંગ સાથે બીજા સ્થાને છે. ન્યુઝીલેન્ડનો ડેરિલ મિશેલ 746 રેટિંગ સાથે ત્રીજા સ્થાને છે. ટીમ ઇન્ડિયાનો નવો ODI કેપ્ટન શુભમન ગિલ ચોથા સ્થાને યથાવત છે. જોકે તે થોડા દિવસ પહેલા સુધી નંબર વન સ્થાન પર હતો પરંતુ હવે તે સતત નીચે આવી ગયો છે.
વિરાટ કોહલીએ આ વખતે એક સ્થાનનો ફાયદો
ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ આ વખતે એક સ્થાનનો ફાયદો મળ્યો છે. તેનું રેટિંગ 725 પર યથાવત છે, પરંતુ તે હવે છઠ્ઠા સ્થાનેથી પાંચમા સ્થાને પહોંચી ગયા છે. શ્રીલંકાના ચારિત્ર અસલંકા હવે એક સ્થાન ઉપર આવી ગયો છે, 710 ના રેટિંગ સાથે છઠ્ઠા સ્થાને પહોંચી ગયા છે. ખરેખર, વિરાટ કોહલી ભૂતકાળમાં એક પણ મેચ રમ્યો નથી, છતાં પ્રશ્ન એ ઊભો થાય છે કે તે કેવી રીતે ઉપર આવી શકે. આ બધું બાબર આઝમને કારણે છે. બાબર આઝમ આ વખતે બે સ્થાન નીચે પહોંચી ગો છે. તેનું રેટિંગ હવે 709 પર છે, એટલે કે તે સાતમા સ્થાને પહોંચી ગયો છે. બાબરના ડ્રોપને કારણે વિરાટ કોહલીને એક પણ મેચ રમ્યા વિના એક સ્થાનનો ફાયદો મેળવ્યો છે.
ટ્રેવિસ હેડ અને રચિન રવિન્દ્ર બે સ્થાન ઉપર છે
ટોચના 10 રેન્કિંગમાં બાકીના ખેલાડીઓ યથાવત છે. ટ્રેવિસ હેડ બે સ્થાન ઉપર આવ્યો છે, પરંતુ તેઓ 11મા સ્થાને છે. તેમનું રેટિંગ 653 છે. ન્યુઝીલેન્ડના રચિન રવિન્દ્ર પણ બે સ્થાન ઉપર આવી ગયા છે, 652 ના રેટિંગ સાથે 12મા સ્થાને પહોંચી ગયા છે. આગામી ODI મેચો પછી રેન્કિંગમાં ફરી ફેરફાર થવાની શક્યતા છે.