ICC ODI Rankings: રોહિત શર્માની વન-ડેમાં ધમાલઃ દુનિયાનો નંબર-1 બેટ્સમેન બન્યો, સિડનીમાં સદીનો ફાયદો
ICC ODI Rankings: ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડેમાં, વિરાટ કોહલીએ રોહિત શર્મા સાથે અણનમ ૧૬૮ રનની ભાગીદારી કરીને ભારતને ૯ વિકેટથી વિજય અપાવ્યો હતો

ICC ODI Rankings: ICC એ તેની રેન્કિંગ અપડેટ કરી છે, જેમાં રોહિત શર્મા વિશ્વનો નવો નંબર 1 ODI બેટ્સમેન બન્યો છે. આ સ્થાન પહેલા શુભમન ગિલ પાસે હતું, જે હવે ત્રીજા સ્થાને સરકી ગયું છે. રોહિતે ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું, બીજી ODIમાં અડધી સદી (73) અને ત્રીજી ODIમાં અણનમ 121 રન બનાવ્યા. તેને પ્લેયર ઓફ ધ થર્ડ મેચ અને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો.
ICC એ બુધવાર, 29 ઓક્ટોબરના રોજ તેની રેન્કિંગ અપડેટ કરી. રોહિત શર્મા ODI બેટ્સમેનોમાં બે સ્થાન ઉપર આવીને નંબર 1 પર પહોંચી ગયો છે. રોહિતના 781 રેટિંગ પોઈન્ટ છે, જ્યારે શુભમન ગિલ 745 સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. અફઘાનિસ્તાનનો ઇબ્રાહિમ ઝદરાન 764 સાથે બીજા સ્થાને છે.
India great takes the No.1 spot for the very first time in the ICC Men's ODI Player Rankings 🤩
— ICC (@ICC) October 29, 2025
Read more ⬇️https://t.co/4IgBu2txdo
વિરાટ કોહલીને થયુ નુકસાન
ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડેમાં, વિરાટ કોહલીએ રોહિત શર્મા સાથે અણનમ ૧૬૮ રનની ભાગીદારી કરીને ભારતને ૯ વિકેટથી વિજય અપાવ્યો. કોહલીએ ૮૧ બોલમાં ૭૪ રન બનાવ્યા, પરંતુ કોહલીને ICC રેન્કિંગમાં નુકસાન થયું છે. આ મેચ પહેલા, કોહલી સતત બે વનડેમાં શૂન્ય પર આઉટ થયો હતો. ઇતિહાસમાં આ પહેલી વાર હતું જ્યારે વિરાટ કોહલી સતત બે વનડેમાં શૂન્ય પર આઉટ થયો હતો.
Rohit Sharma
— 𝑺𝒉𝒆𝒃𝒂𝒔 (@Shebas_10dulkar) October 29, 2025
Now the new No.1 batter in the ODI format!
At 38 years and 182 days
He’s proven that age is just a number. 🔥💙 pic.twitter.com/BzgiiPmBRK
વિરાટ કોહલી ICC ODI બેટિંગ રેન્કિંગમાં એક સ્થાન ગુમાવી ચૂક્યો છે, જે ૫માથી ૬ઠ્ઠા સ્થાને આવી ગયો છે. તેના ૭૨૫ રેટિંગ પોઈન્ટ છે. રોહિત કોહલી અને શ્રેયસ ઐયર પછી આ યાદીમાં ટોચના ૧૦ બેટ્સમેનોમાં સ્થાન મેળવનાર ત્રીજો ભારતીય છે.




















