આઈસીસીએ મેચ રેફરી એન્ડી પાઈક્રોફ્ટને એશિયા કપમાંથી દૂર કરવાની પીસીબીની માંગણીને ફગાવી દીધી છે. આઈસીસીએ આ મામલાની તપાસ કર્યા પછી પીસીબીને તેના નિર્ણયની જાણ કરી છે. વાસ્તવમાં પીસીબીના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ડિરેક્ટર સહિત એસીસીના કેટલાક અધિકારીઓ પહેલાથી જ જાણતા હતા કે બંને કેપ્ટનો વચ્ચે હાથ મિલાવવાની કોઈ શક્યતા નથી.

Continues below advertisement

પીસીબીએ આઈસીસીને લખેલા પત્રમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે જો એન્ડી પાયક્રોફ્ટને દૂર કરવામાં નહીં આવે તો તેઓ તેમની ટીમને ટુર્નામેન્ટમાંથી હટી જશે. પાકિસ્તાનની આગામી મેચ આવતીકાલે યુએઈ સામે છે. એશિયા કપ મેચ પછી ભારતીય ટીમના પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવવાના નિર્ણયથી મોટો વિવાદ સર્જાયો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) એ નારાજગી વ્યક્ત કરતા મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટને આ માટે જવાબદાર ઠેરવ્યા અને તેમને હટાવવાની માંગ કરી હતી.

ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે 7 વિકેટની જીત બાદ આ નિર્ણયનો બચાવ કરતા કહ્યું હતું કે પહલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા 26 પ્રવાસીઓના પરિવારો સાથે એકતા દર્શાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. આ સમગ્ર ઘટના અંગે PCB એ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ને ફરિયાદ કરી છે અને ICCના હસ્તક્ષેપની પણ માંગ કરી છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જો પાયક્રોફ્ટને દૂર કરવામાં નહીં આવે તો પાકિસ્તાને ટુર્નામેન્ટમાંથી ખસી જવાની ધમકી આપી છે.

Continues below advertisement

નકવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું હતું કે PCB એ ક્રિકેટની ભાવના અને ICC આચારસંહિતાના ઉલ્લંઘન અંગે ફરિયાદ નોંધાવી છે અને મેચ રેફરીને તાત્કાલિક દૂર કરવાની માંગ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ACC વચ્ચેનો રસ્તો શોધી રહ્યું છે અને ફક્ત પાકિસ્તાન સંબંધિત મેચોમાંથી પાયક્રોફ્ટને દૂર કરવાનું વિચારી શકે છે. 69 વર્ષીય ઝિમ્બાબ્વેના પાયક્રોફ્ટ હાલમાં બુધવારે UAE સામે પાકિસ્તાનની છેલ્લી ગ્રુપ મેચમાં અમ્પાયરિંગ કરવાના છે.

ભારત સુપર-4માં પહોંચ્યું

રવિવારે પાકિસ્તાન પર ભારતની સાત વિકેટની મજબૂત જીતથી તેમને ચાર પોઈન્ટ મળ્યા હતા, જેનાથી તેઓ આગળના રાઉન્ડમાં પહોંચી ગયા છે. UAEની જીતે સુપર 4 માટેનો તેમની આશા જીવંત રાખી છે. આ જીત સાથે પાકિસ્તાન પર બહાર થવાનો ખતરો મંડરાઈ રહ્યો છે. પાકિસ્તાનની સાથે UAEના પણ બે પોઈન્ટ છે. હવે ગ્રુપ Aમાંથી સુપર 4માં જવા માટે આ બંને ટીમો વચ્ચે નોકઆઉટ મેચ થશે. UAE અને પાકિસ્તાન બુધવાર, 17 સપ્ટેમ્બરના રોજ એક મહત્વપૂર્ણ મેચમાં ટકરાશે. જે જીતશે તે આગળના રાઉન્ડમાં પ્રવેશ કરશે.