ICC Suspended Former KKR Player: IPL 2026 ની શરૂઆત પહેલા જ 'ફિક્સિંગ' ના સમાચારથી ક્રિકેટ જગતમાં હલચલ મચી ગઈ છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) માટે રમી ચૂકેલા વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર જેવોન સર્લ્સ (Javon Searles) પર ભ્રષ્ટાચાર વિરોધી નિયમોના અનેક ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે. આ યાદીમાં ટીમની અન્ય બે વ્યક્તિઓ, અધિકારી ચિત્રંજન રાઠોડ અને ટ્રેવન ગ્રિફિથનો પણ સમાવેશ થાય છે.

ICC ની રિલીઝમાં જણાવવામાં આવ્યું છે કે ત્રણેય વ્યક્તિઓ પર બિમ10 (Bim 10) ટૂર્નામેન્ટ 2023/24 ને સંબંધિત આરોપો છે, જે ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ (CWI) ની ભ્રષ્ટાચાર વિરોધી સંહિતા (Anti-Corruption Code) હેઠળ આવે છે. આ ઉપરાંત, ગ્રિફિથ પર આંતરરાષ્ટ્રીય મેચો સાથે સંબંધિત એક આરોપ છે, જે ICC ની ભ્રષ્ટાચાર વિરોધી સંહિતા હેઠળ આવે છે.

વધુમાં જણાવવામાં આવ્યું છે કે ટાઈટન્સ ટીમના માલિક રાઠોડ પર ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ સંહિતા હેઠળ ત્રણ આરોપો છે, જ્યારે સર્લ્સ પર વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ સંહિતાના ચાર આરોપો છે. ટીમની અધિકારી ટ્રેવન ગ્રિફિથ પર વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ સંહિતા હેઠળ ચાર આરોપો અને ICC સંહિતા હેઠળ એક આરોપ છે.

Continues below advertisement
Continues below advertisement

તત્કાલ અસરથી ત્રણેય સસ્પેન્ડ

રિલીઝમાં જણાવવામાં આવ્યું છે કે ત્રણેયને તત્કાલ અસરથી તમામ પ્રકારના ક્રિકેટમાંથી કામચલાઉ ધોરણે સસ્પેન્ડ (Suspend) કરી દેવામાં આવ્યા છે અને તેમણે 11 માર્ચ 2026 થી 14 દિવસની અંદર આ આરોપોનો જવાબ આપવાનો રહેશે.

કયા ગુનાઓનો આરોપ છે?

  • ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ સંહિતાની કલમ 2.1.1 નું ઉલ્લંઘન: 2023/24 માં બિમ10 ટૂર્નામેન્ટની મેચોના પરિણામ, પ્રગતિ, આચરણ કે અન્ય કોઈ પણ પાસાને અનુચિત રીતે પ્રભાવિત કરવા, અથવા કોઈ સમજૂતી કે પ્રયાસનો પક્ષકાર બનવું, અથવા આવું કરવાનો પ્રયાસ કરવો.

  • ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ સંહિતાની કલમ 2.1.4 નું ઉલ્લંઘન: ખેલાડીઓ અથવા સ્પોર્ટ્સ સ્ટાફને ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ સંહિતા હેઠળ ગુનો કરવા માટે ઉશ્કેરવા, નિર્દેશ આપવા, પ્રોત્સાહિત કરવા અથવા સુવિધા પૂરી પાડવી.

  • ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ સંહિતાની કલમ 2.4.4 નું ઉલ્લંઘન: ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ સંહિતા હેઠળ સંભવિત ગુનાઓના સંબંધમાં નિયુક્ત ભ્રષ્ટાચાર વિરોધી અધિકારી (અથવા તેમના દ્વારા નામાંકિત વ્યક્તિ) દ્વારા કરવામાં આવેલી યોગ્ય તપાસમાં સહયોગ આપવામાં નિષ્ફળ રહેવું અથવા ના પાડવી.

  • આ સિવાય ટ્રેવન ગ્રિફિથ પર અન્ય બે આરોપો પણ લગાવવામાં આવ્યા છે, જેમાં ICC ની આચાર સંહિતાના ઉલ્લંઘનનો પણ સમાવેશ થાય છે.