શોધખોળ કરો

T20 વર્લ્ડ કપ 2026: ICC રેન્કિંગના ટોપ 10માં 4 ભારતીય, જાણો કોણ છે કયા સ્થાને?

T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન બુધવારે જાહેર થયેલા લેટેસ્ટ ICC T20 બેટિંગ રેન્કિંગમાં ભારતીય બેટ્સમેનોનો દબદબો. અભિષેક શર્મા નંબર 1 પર, જ્યારે ઈશાન કિશને ટોપ 10માં એન્ટ્રી મારી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

ICC T20 rankings 2026: વર્તમાન સમયમાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપ 2026 ની રોમાંચક મેચો વચ્ચે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા બુધવારે દુનિયાભરના બેટ્સમેનોનું લેટેસ્ટ સાપ્તાહિક રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે. આ નવા અપડેટમાં ભારતીય ખેલાડીઓએ પોતાના શાનદાર પ્રદર્શનના આધારે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનો ડંકો વગાડ્યો છે. લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, વિશ્વના ટોપ 10 બેટ્સમેનોના લિસ્ટમાં સૌથી વધુ 4 ભારતીય સ્ટાર ખેલાડીઓએ પોતાનું સ્થાન મજબૂત કરી લીધું છે, જે દર્શાવે છે કે ટૂંકા ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોનું સંપૂર્ણ પ્રભુત્વ છવાયેલું છે. આ યાદીમાં અભિષેક શર્મા પ્રથમ ક્રમે યથાવત છે, જ્યારે ફોર્મમાં પરત ફરેલા ઈશાન કિશને લાંબી છલાંગ લગાવીને ટોપ 10 માં એન્ટ્રી કરી છે. ચાલો જાણીએ કયો ભારતીય ખેલાડી કયા સ્થાને છે.

અભિષેક શર્મા (નંબર 1)

ભારતીય યુવા ઓપનર અભિષેક શર્મા વિશ્વના નંબર 1 T20 બેટ્સમેન તરીકેનો તાજ પોતાના માથે જાળવી રાખવામાં સફળ રહ્યો છે. આઈસીસી રેન્કિંગમાં તે 891 ના સર્વોચ્ચ રેટિંગ પોઈન્ટ સાથે ટોચના સ્થાને બિરાજમાન છે. રસપ્રદ વાત એ છે કે, વર્તમાન T20 વર્લ્ડ કપની શરુઆતની મેચોમાં તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. યુએસએ (USA) સામેની મેચમાં તે ગોલ્ડન ડક (શૂન્ય) પર આઉટ થયો હતો, જ્યારે નામિબિયા સામેની મેચમાં તેને આરામ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ પાકિસ્તાન સામેની હાઈ વોલ્ટેજ મેચમાં પરત ફર્યા છતાં તે ખાતું ખોલાવવામાં નિષ્ફળ રહ્યો હતો, આમ છતાં તેના અગાઉના જંગી પોઈન્ટ્સના આધારે તેનું પ્રથમ સ્થાન અકબંધ રહ્યું છે.

તિલક વર્મા (નંબર 4)

ભારતીય મિડલ ઓર્ડરની કરોડરજ્જુ સમાન તિલક વર્મા લેટેસ્ટ ICC T20 બેટિંગ રેન્કિંગમાં ચોથા ક્રમે પહોંચી ગયો છે. નવા અપડેટમાં તેને એક સ્થાનનો ફાયદો મળ્યો છે; અગાઉ તે પાંચમા ક્રમે હતો. તિલક પાસે હાલમાં 751 રેટિંગ પોઈન્ટ છે. તેણે આ વર્લ્ડ કપની પોતાની પ્રથમ ત્રણ મેચોમાં સાતત્યપૂર્ણ પ્રદર્શન કરતા પ્રત્યેક મેચમાં 25 રન બનાવીને કુલ 75 રનનું યોગદાન આપ્યું છે, જેણે તેને રેન્કિંગમાં ઉપર લાવવામાં મદદ કરી છે.

સૂર્યકુમાર યાદવ (નંબર 6)

મિસ્ટર 360 ડિગ્રી તરીકે જાણીતા અને ભારતીય ટીમના વર્તમાન કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ ટોપ 10 ની યાદીમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. સૂર્યા 747 રેટિંગ પોઈન્ટ સાથે આ લિસ્ટમાં છઠ્ઠા ક્રમે છે. વર્લ્ડ કપમાં તેના પ્રદર્શન પર નજર કરીએ તો, તેણે યુએસએ સામે અણનમ 84 રનની કેપ્ટન ઇનિંગ રમી હતી. ત્યારબાદ નામિબિયા સામે 12 રન અને કટ્ટર હરીફ પાકિસ્તાન સામે 32 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું.

ઈશાન કિશન (નંબર 8)

તાજેતરના રેન્કિંગમાં જો કોઈ ભારતીય ખેલાડીને સૌથી મોટો ફાયદો થયો હોય, તો તે વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન છે. તેણે રેન્કિંગમાં સીધો 17 સ્થાનનો અધધ ઉછાળો મારીને ટોપ 10 માં પ્રવેશ કર્યો છે. ન્યુઝીલેન્ડ સામેની શ્રેણી પહેલા ઈશાન ટોપ 50 માં પણ સામેલ નહોતો, પરંતુ હવે તે 732 રેટિંગ પોઈન્ટ સાથે આઠમા (8) ક્રમે પહોંચી ગયો છે.

આ જબરદસ્ત ઉછાળા પાછળ વર્લ્ડ કપમાં તેની વિસ્ફોટક બેટિંગ જવાબદાર છે. ઈશાને પાકિસ્તાન સામે માત્ર 40 બોલમાં 77 રનની તોફાની ઇનિંગ રમીને ક્રિકેટ જગતનું ધ્યાન ખેંચ્યું હતું. આ ઉપરાંત, દિલ્હીમાં રમાયેલી નામિબિયા સામેની મેચમાં પણ તેણે શાનદાર અડધી સદી ફટકારતા 61 રન બનાવ્યા હતા. જોકે, યુએસએ સામે તે માત્ર 20 રન જ બનાવી શક્યો હતો, પરંતુ તેની બેક ટુ બેક અડધી સદીઓએ તેને રેન્કિંગમાં નવી ઊંચાઈ બક્ષી છે.

Frequently Asked Questions

ICC T20 રેન્કિંગમાં ટોચના 10 બેટ્સમેનોમાં કેટલા ભારતીય ખેલાડીઓનો સમાવેશ થાય છે?

ICC T20 રેન્કિંગમાં ટોચના 10 બેટ્સમેનોની યાદીમાં કુલ 4 ભારતીય સ્ટાર ખેલાડીઓએ પોતાનું સ્થાન મજબૂત કર્યું છે.

ICC T20 બેટિંગ રેન્કિંગમાં પ્રથમ ક્રમે કોણ છે?

ભારતીય યુવા ઓપનર અભિષેક શર્મા 891 રેટિંગ પોઈન્ટ સાથે વિશ્વના નંબર 1 T20 બેટ્સમેન તરીકે યથાવત છે.

તાજેતરના ICC T20 રેન્કિંગમાં ઈશાન કિશનને કેટલો ફાયદો થયો છે?

ઈશાન કિશને રેન્કિંગમાં 17 સ્થાનનો અધધ ઉછાળો મારીને ટોપ 10 માં પ્રવેશ કર્યો છે અને હવે તે 732 રેટિંગ પોઈન્ટ સાથે આઠમા ક્રમે છે.

તિલક વર્મા ICC T20 રેન્કિંગમાં કયા ક્રમે છે?

તિલક વર્મા લેટેસ્ટ ICC T20 બેટિંગ રેન્કિંગમાં એક સ્થાનનો ફાયદો મેળવીને 751 રેટિંગ પોઈન્ટ સાથે ચોથા ક્રમે પહોંચી ગયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

64 રન આપનાર વરુણ ચક્રવર્તી ફાઇનલ રમશે કે બહાર થશે? સુકાની સૂર્યકુમારનો મોટો ખુલાસો
64 રન આપનાર વરુણ ચક્રવર્તી ફાઇનલ રમશે કે બહાર થશે? સુકાની સૂર્યકુમારનો મોટો ખુલાસો
IND vs NZ ફાઇનલ પીચ રિપોર્ટ: શું અમદાવાદમાં 250 રન બનશે? કોને થશે મોટો ફાયદો?
IND vs NZ ફાઇનલ પીચ રિપોર્ટ: શું અમદાવાદમાં 250 રન બનશે? કોને થશે મોટો ફાયદો?
T20 વર્લ્ડ કપ ક્લોઝિંગ સેરેમનીમાં ગ્લોબલ સ્ટાર મચાવશે ધમાલ, ગરબા ક્વિન ફાલ્ગુની પાઠક પણ આપશે પર્ફોમન્સ
T20 વર્લ્ડ કપ ક્લોઝિંગ સેરેમનીમાં ગ્લોબલ સ્ટાર મચાવશે ધમાલ, ગરબા ક્વિન ફાલ્ગુની પાઠક પણ આપશે પર્ફોમન્સ
IND vs NZ Final: અભિષેક શર્મા રમશે કે નહીં? પ્લેઇંગ 11 ને લઈને આવ્યું સૌથી મોટું અપડેટ
IND vs NZ Final: અભિષેક શર્મા રમશે કે નહીં? પ્લેઇંગ 11 ને લઈને આવ્યું સૌથી મોટું અપડેટ
Advertisement

વિડિઓઝ

Indranil Rajguru: સૌરાષ્ટ્રના કોંગ્રેસના દિગ્ગજ નેતાએ સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થવાનો લીધો નિર્ણય
Pakistan hikes petrol price: યુદ્ધથી પાકિસ્તાનમાં હાહાકાર, 24 કલાકમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા
Surat News : સુરતના સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી 2 વિદ્યાર્થિનીના મૃતદેહ મળતા હડકંપ
Govind Parmar Last Rites : ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન, આજે અંતિમ સંસ્કાર
LPG Price Hike: મિડલ ઇસ્ટ તણાવની ભારતમાં અસર, ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
IND vs NZ ફાઇનલ પીચ રિપોર્ટ: શું અમદાવાદમાં 250 રન બનશે? કોને થશે મોટો ફાયદો?
IND vs NZ ફાઇનલ પીચ રિપોર્ટ: શું અમદાવાદમાં 250 રન બનશે? કોને થશે મોટો ફાયદો?
IND vs NZ Final: 2 હજારની ટિકિટના 15 હજાર! અમદાવાદમાં ટિકિટની કાળાબજારીનો ખુલ્લો ખેલ
IND vs NZ Final: 2 હજારની ટિકિટના 15 હજાર! અમદાવાદમાં ટિકિટની કાળાબજારીનો ખુલ્લો ખેલ
પનીર કે ઝેર? સુરતમાં 1400 કિલો એસિડવાળું પનીર જપ્ત, કિડની અને પાચનતંત્ર માટે છે ખતરનાક
પનીર કે ઝેર? સુરતમાં 1400 કિલો એસિડવાળું પનીર જપ્ત, કિડની અને પાચનતંત્ર માટે છે ખતરનાક
LPG Booking: ઈરાનમાં યુદ્ધ વચ્ચે LPG સિલિન્ડર બુકિંગના નિયમો બદલાયા, જાણો ક્યારથી લાગુ થશે નવો રુલ્સ
LPG Booking: ઈરાનમાં યુદ્ધ વચ્ચે LPG સિલિન્ડર બુકિંગના નિયમો બદલાયા, જાણો ક્યારથી લાગુ થશે નવો રુલ્સ
Surat: સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળ્યા, ChatGPT પર સર્ચ કર્યું હતું, 'How to commit suicide'
Surat: સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળ્યા, ChatGPT પર સર્ચ કર્યું હતું, 'How to commit suicide'
IND vs NZ Final: અમદાવાદનું નામ સાંભળતા જ કેમ જીવંત થયા જૂના ઘા? શું ભારત ફરી હારશે?
IND vs NZ Final: અમદાવાદનું નામ સાંભળતા જ કેમ જીવંત થયા જૂના ઘા? શું ભારત ફરી હારશે?
સૌરાષ્ટ્રના રાજકારણને લઈ મોટા સમાચાર: કોંગ્રેસના દિગ્ગજ નેતાએ અચાનક સક્રિય રાજકારણમાંથી લીધી નિવૃત્તિ
સૌરાષ્ટ્રના રાજકારણને લઈ મોટા સમાચાર: કોંગ્રેસના દિગ્ગજ નેતાએ અચાનક સક્રિય રાજકારણમાંથી લીધી નિવૃત્તિ
Embed widget