નવી દિલ્હી: આઈસીસીની ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી સહિત ભારતના ત્રણ બેટ્સમેન ટોપ 10 માં સામેલ થયા છે. આ રેન્કિંગમાં કોહલી ચોથા, પૂજારા છઠ્ઠા અને અજિંક્યે રહાણે આઠમા ક્રમે છે. બેટિંગ રેન્કિંગમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન અને ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ પ્રથમ સ્થાને છે.
ઓસ્ટ્રેલિયા સામેની ચાર ટેસ્ટ મેચની શ્રેણીની ત્રણ મેચ નહીં રમવાને કારણે કોહલીને આ રેન્કિંગમાં ઝટકો લાગ્યો છે. કોહલી 862 અંક સાથે ત્રીજા ક્રમેથી ચોથા સ્થાને આવી ગયો છે. પ્રથમ સ્થાને રહેલા કેન વિલિયમસનના 919 પોઇન્ટ છે. સ્ટીવ સ્મિથ 891 પોઇન્ટ સાથે અને ત્યારબાદ માર્નસ લબુશેન 878 પોઇન્ટ સાથે છે. ઈંગ્લેન્ડનો કેપ્ટન જો રૂટ 823 પોઇન્ટ સાથે પાંચમાં ક્રમે છે.
ભારતીય ખેલાડીઓમાં ચેતેશ્વર પૂજારા 760 પોઇન્ટ, એક સ્થાનનો ફાયદો અને અજિંક્ય રહાણે 748 પોઇન્ટનો એક સ્થાન ફાયદો સાથે આઠમા સ્થાને પહોંચી ગયો છે. આ સિવાય ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં જીતવા માટે મુખ્ય ભૂમિકા ભજવનાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત 13 માં અને ઓપનર રોહિત શર્મા 18 મા ક્રમે છે.
બોલરોની રેન્કિંગમાં અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન 760 પોઇન્ટ સાથે આઠમા અને ઝડપી બોલર જસપ્રિત બુમરાહ 757 પોઇન્ટ સાથે નવમાં સ્થાને છે. ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર પેટ કમિન્સ 908 પોઇન્ટ સાથે ટોચ પર છે.
ICC Test Ranking: કોહલીને એક સ્થાનનું નુકશાન, ટોપ 10માં ભારતના ત્રણ બેટ્સમેન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
31 Jan 2021 07:21 PM (IST)
આઈસીસીની ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી સહિત ભારતના ત્રણ બેટ્સમેન ટોપ 10 માં સામેલ થયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -