ICC Test Rankings: આઇસીસીએ તાજા સાપ્તાહિક રેન્કિંગ (ICC Ranking) અપડેટ જાહેર કરી દીધુ છે. આ અપડેટમાં બાંગ્લાદેશ વિરુદ્ભ ભારતની પહેલી ટેસ્ટ, ઓસ્ટ્રેલિય વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા પહેલી ટેસ્ટ, ઇંગ્લેન્ડ વિરુદ્ધ પાકિસ્તાની ત્રીજી ટેસ્ટ પણ સામેલ છે. તાજા રેન્કિંગમાં જોઇએ તો ભારતીય ટીમ અને ભારતીય ખેલાડીઓને મોટો ફાયદો મળ્યો છે, જોકે, કેટલાક ખેલાડીએનો નુકશાન પણ વેઠવુ પડ્યુ છે. 


આ રેન્કિંગમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ એક સ્થાનના ફાયદા સાથે પોતાની કેરિયરની સર્વશ્રેષ્ઠ બીજા સ્થાન પર પહોંચી ગયો છે, ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ એક સ્થાનના નુકશાન સાથે ત્રીજા, ટ્રેવિસ હેડ ત્રીણ સ્થાનના ફાયદા સાથે પોતાની કેરિયરની સર્વશ્રેષ્ઠ ચોથા સ્થાન પર પહોંચી ગયો છે.


બાબર આઝમે ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલી ટેસ્ટ સીરીઝમાં ત્રણ ફિફ્ટી અને એક સદી બનાવી હતી. આ સાથે જ બાબરનું આ લિસ્ટમાં 875 રેટિંગ થઇ ગયુ છે. વળી, ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન માર્નસ લાબુશાને 936 રેટિંગ પૉઇન્ટ સાથે નંબર વન પર છે, માર્નસ લાબુશાને હજુ પણ યથાવત છે. ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટૉક્સ બે સ્થાનના ફાયદા સાથે 23માં સ્થાન પર, ઓલી પૉપ એક સ્થાનના ફાયદા સાથે 28માં અને હેરી બ્રૂક 11 સ્થાનના ફાયદા સાથે પહેલીવાર ટૉપ 50માં પ્રવેશ કરી ચૂક્યો છે, આ બન્ને સંયુક્ત રીતે 44 સ્થાન પર છે. દક્ષિણ આફ્રિકાના ટેમ્બા બવુમા આઠ સ્થાનના ફાયદા સાથે 24મા સ્થાન પર છે.


ઉલ્લખનીય છે કે, ભારતને બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં શાનદાર જીત સાથે આ ફાયદો થયો છે.


 


એક વર્ષમાં 1000 ટેસ્ટ રન, આવુ કરનારો છઠ્ઠો પાકિસ્તાની બેટ્સમેને બન્યો બાબર આઝમ


Babar Azam's Record: ઇંગ્લેન્ડ વિરુદ્ધ કરાંચીમાં રમાઇ રહેલી ટેસ્ટ મેચમાં સોમવારે ફિફ્ટી ફટકારતાની સાથે જ બાબર આઝમે (Babar Azam) પોતાના નામે એક વધુ ઉપલબ્ધિ નોંધાવી દીધી, આ અર્ધશતકીય ઇનિંગના કારણે તેને આ વર્ષે ટેસ્ટમાં 1000 રન પુરા કરી લીધા. આમ કરનારો તે છઠ્ઠો પાકિસ્તાન બેટ્સમેન બની ગયો છે.  


અહીં ખાસ વાત એ પણ છે કે, છેલ્લા 6 વર્ષમાં તે પહેલો પાકિસ્તાની બેટ્સમેન છે, જેને આ મુકામ હાંસલ કર્યો છે, તેના પહેલા 2016 માં અઝહર અલીએ એક વર્ષમાં 1198 ટેસ્ટ રન બનાવ્યા હતા, આ ઉપરાંત મોહમ્મદ યુસૂફે 2006 માં 1788 રન, ઇન્ઝમામ ઉલ હકે વર્ષ 2000માં 1090 રન, મોહસિન ખાને 1982 માં 1029 રન બનાવ્યા હતા,સ વળી, યૂનિસ ખાન બે વાર આ ઉપલબ્ધિ હાંસલ કરી ચૂક્યો છે. યૂનિસે 2006માં 1179 રન અને 2014 માં 1064 રન બનાવ્યા હતા.


આ વર્ષે ત્રણ અન્યે બેટ્સમેનો પણ આ રેકોર્ડનોં પહોંચી ચૂક્યા છે - 
આ કેલેન્ડર ઇયરમાં ઇંગ્લેન્ડના જૉ રૂટ 1098 રનની સાથે સૌથી વધુ ટેસ્ટ રન બનાવનારો બેટ્સમેન છે, તેની સાથે જ ઓસ્ટ્રેલિયાના ઉસ્માન ખ્વાઝા (1079 રન) અને જૉન બેયરર્સ્ટો (1061 રન) પણ એક હજાર ટેસ્ટ રનનાં આંકડાને પાર કરી ચૂક્યા છે. 


આ વર્ષે ટૉપ પર પહોંચી શકે છે બાબર આઝમ - 
બાબર આઝમ આ વર્ષે સૌથી વધુ ટેસ્ટ રન બનાવનારો બેટ્સમેને બની શકે છે. ખરેખરમાં, ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરીઝ બાદ તેની પાસે આ વર્ષે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પણ એક ટેસ્ટ મેચ રમવાનો મોકો હશે, આવામાં તે જૉ રૂટ (1098)ને પીછળ પાડી શકે છે, હાલમાં તે (1009) રૂટથી 90 રન પાછળ ચાલી રહ્યો છે.