(Source: DV Research)
ICC રેન્કિંગમાં મોટો ઉલટફેર, ભારતીય બેટ્સમેને કરિયરની બેસ્ટ રેટિંગ મેળવી તહેલકો મચાવ્યો
ભારતીય સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ પોતાના શાનદાર પ્રદર્શનથી મહિલા વનડે ક્રિકેટમાં નંબર વન બેટ્સમેન તરીકે પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું છે.

ICC ODDI Rankings: ભારતીય સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ પોતાના શાનદાર પ્રદર્શનથી મહિલા વનડે ક્રિકેટમાં નંબર વન બેટ્સમેન તરીકે પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું છે. ન્યુઝીલેન્ડ સામે 109 રન અને બાંગ્લાદેશ સામે અણનમ 34 રન બનાવ્યા બાદ સ્મૃતિ મંધાનાએ ICC મહિલા વનડે રેન્કિંગમાં 828નું કારકિર્દીનું શ્રેષ્ઠ રેટિંગ હાંસિલ કર્યું છે. આ પ્રભાવશાળી પ્રદર્શન હવે મંધાનાને બીજા ક્રમે રહેલી ઓસ્ટ્રેલિયન એશ્લે ગાર્ડનર (731) કરતાં લગભગ 100 પોઇન્ટની લીડ આપે છે. ગાર્ડનર ઇંગ્લેન્ડ સામે સદી ફટકાર્યા બાદ રેન્કિંગમાં છ સ્થાનનો ઉછાળો નોંધાવ્યો છે.
આ વર્લ્ડ કપ સ્મૃતિ મંધાના માટે સ્વપ્ન સાકાર થવા જેવો રહ્યો છે. તેણીએ અગાઉ સપ્ટેમ્બર 2025 માટે ICC મહિલા ખેલાડી ઓફ ધ મન્થનો એવોર્ડ પણ જીત્યો હતો. દક્ષિણ આફ્રિકાની કેપ્ટન લૌરા વોલ્વાર્ડ બે સ્થાન ઉપર ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. ઇંગ્લેન્ડની એમી જોન્સ ચાર સ્થાન ઉપર નવમા સ્થાને (656 રેટિંગ) પહોંચી ગઈ છે .
The ICC Women’s ODI Player Rankings has seen major changes ahead of the #CWC25 semi-finals 👀
— ICC (@ICC) October 28, 2025
More details ⬇️https://t.co/MNBe7rW8N7
ઇંગ્લેન્ડની કેપ્ટન નૈટ સાયવર-બ્રન્ટ અને ઓસ્ટ્રેલિયાની બેથ મૂની બે-બે સ્થાન નીચે આવી ગઈ છે. આ દરમિયાન, ઓસ્ટ્રેલિયાની એલિસા હીલી ત્રણ સ્થાન નીચે સરકીને છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે. ન્યુઝીલેન્ડની સોફી ડિવાઇન એક સ્થાન નીચે આવીને સાતમા સ્થાને પહોંચી ગઈ છે.
બોલિંગમાં સોફી એક્લેસ્ટોનનો જલવો
ઇંગ્લેન્ડની સોફી એક્લેસ્ટોન 747 રેટિંગ સાથે બોલિંગ ચાર્ટમાં ટોચ પર છે. જોકે, હવે તેણીને એક નવા પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. આ ખેલાડી ઓસ્ટ્રેલિયન લેગ-સ્પિનર અલાના કિંગ છે, જેણે દક્ષિણ આફ્રિકા સામે સાત વિકેટ લીધા બાદ પાંચ સ્થાનનો મોટો ઉછાળો મેળવ્યો હતો અને હવે તેનું કારકિર્દીનું શ્રેષ્ઠ રેટિંગ 698 છે.
ગાર્ડનર એક સ્થાન નીચે ત્રીજા નંબરે(689) પર પહોંચી ગઈ છે. ફાસ્ટ બોલર મરિઝાને કૈપ અને એનાબેલ સદરલેન્ડ પણ એક-એક સ્થાન આગળ વધીને અનુક્રમે ચોથા અને સાતમા સ્થાને પહોંચી ગઈ છે. કિમ ગાર્થ ત્રણ સ્થાન નીચે આવીને આઠમા સ્થાને પહોંચી ગઈ છે. દરમિયાન, પાકિસ્તાનની નાશરા સંધુ 10મા સ્થાને પહોંચી ગઈ છે, જ્યાં તે દક્ષિણ આફ્રિકાની નોન્કુલુલેકો મ્લાબા (610) સાથે સંયુક્ત રીતે છે.




















